સૂત્રો ના જણાવ્યા અનુસાર કેન્દ્રીય કેબિનેટે મહિલાઓ માટે લગ્નની ઉંમર 18 Years થી વધારીને 21 Years કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી, આ માટે સરકાર વર્તમાન કાયદામાં સંશોધન કરશે.
15 August 2020 ના લાલ કિલ્લાપરથી સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ આ અંગેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દીકરીઓને કુપોષણથી બચાવવા માટે જરૂરી છે કે, તેમના લગ્ન ઉચિત સમયે થાય.
વર્તમાન કાયદા પ્રમાણે દેશમાં વિવાહ માટે પુરૂષોની ન્યૂનતમ ઉંમર 21 Years અને મહિલાઓની 18 Years ની છે. પરંતુ હવે સરકાર બાળ વિવાહ નિષેધ કાયદા, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટમાં સંશોધન કરશે. નીતિ આયોગમાં જયા જેટલીની અધ્યક્ષતામાં બનેલી ટાસ્ક ફોર્સે આ માટેની ભલામણ કરી હતી.
આ પણ વાંચો : Preganant મહિલાઓ પણ કોરોના વેક્સિન મુકાવી શકશે : સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન
નીતિ આયોગમાં જયા જેટલીની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સ દ્વારા દરખાસ્તની ભલામણ કરવામાં આવી હતી. બાળરોગ નિષ્ણાત વીકે પોલ પણ ટાસ્ક ફોર્સનો એક ભાગ હતા. તે સિવાય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા તથા બાળ વિકાસ, ઉચ્ચ શિક્ષા, સ્કુલ શિક્ષા તથા સાક્ષરતા મિશન અને ન્યાય તથા કાયદા મંત્રાલયના બિલ વિભાગના સચિવ ટાસ્ક ફોર્સના સદસ્ય હતા.
ટાસ્ક ફોર્સ ની રચના ગયા વર્ષે જૂનમાં કરવામાં આવી હતી અને ગયા વર્ષે ડિસેમ્બરમાં જ તેનો અહેવાલ આપ્યો હતો. ટાસ્ક ફોર્સે કહ્યું કે પહેલા બાળકને જન્મ આપતી વખતે તેની ઉંમર 21 Years હોવી જોઈએ. લગ્નમાં વિલંબથી પરિવારો, મહિલાઓ, બાળકો અને સમાજના આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે.
આ પણ વાંચો : Aadhaar Link With Voter id – ચૂંટણી સુધારા મામલે આપી મંજૂરી, વોટર આઈડી ‘આધાર’ સાથે થશે જોડાણ!