Aadhaar Link With Voter id
મોદી સરકારનો મહત્વનો નિર્ણય જેમાં ચૂંટણી પંચની ભલામણોના આધારે કેન્દ્ર સરકારે ચૂંટણી પ્રક્રિયાને સુધારવા માટે મહત્વપૂર્ણ ફેરબદલ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત Voter id ની સાથે Aadhaar લિંક કરવાની સ્વૈચ્છિકતા ધોરણે મંજૂરી આપવામાં આવશે, તો બીજી તરફ સુપ્રીમ કોર્ટના ગોપનીયતાના અધિકારના ચુકાદા (Right to privacy judgment) અને (test of proportionality) પ્રમાણસરતાના પરીક્ષણને ધ્યાનમાં રાખીને આ સ્વૈચ્છિક ધોરણે કરવામાં આવી રહ્યું છે.
ચૂંટણી પંચના દ્વારા ચલાવવામાં આવેલા Pilot projects ખૂબ જ સકારાત્મક અને સફળ રહ્યા છે અને સાથે ચૂંટણી પ્રક્રિયામાં ડુપ્લિકેશન રોકવા માટે કામ કરશે.
અને એક નિર્ણય આ પણ લીધો છે કે 18 વર્ષ પૂર્ણ કરનાર પ્રથમ વખતના મતદારો હવે વર્ષમાં ચાર કટ ઓફ તારીખો સાથે વર્ષમાં ચાર વખત નોંધણી કરી શકશે.
આ સુધારાઓમાં ચૂંટણી પંચને ચૂંટણી યોજવા માટે કોઈપણ જગ્યા મેળવવાની તમામ સત્તા આપવામાં આવી છે. ખરેખર, ચૂંટણી દરમિયાન શાળા વગેરેના સંપાદન સામે કેટલાક વાંધા હતા. સરકાર સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં આ મહત્વપૂર્ણ ચૂંટણી સુધારાઓ રજૂ કરશે.
આં પણ વાંચો : છેલ્લાં નવ માસથી Voter Id માટે કચેરીઓમાં ધરમના ધક્કા ખાતા અરજદારો પરેશાન, ગંભીર બેદરકારી
Link Aadhaar with voter list
ચૂંટણી પંચે ઓગસ્ટ 2019માં ચૂંટણી કાયદામાં સુધારાની દરખાસ્ત કરી હતી જેથી Election Commission અધિકારીઓને હાલના મતદારો તેમજ મતદારોની યાદીમાં પોતાનું નામ નોંધાવવા માંગતા લોકોના Aadhaar નંબર મેળવવાની મંજૂરી મળે. આ તે જ સમયે હતું જ્યારે ECI તેના નેશનલ ઈલેક્ટોરલ રોલ પ્યુરિફિકેશન એન્ડ ઓથેન્ટિકેશન પ્રોગ્રામ (NERPAP) ના ભાગ રૂપે આધાર નંબર એકત્રિત કરી રહ્યું હતું.
તે સર્વોચ્ચ અદાલત હતી જેણે આખરે “વિવિધ સ્થળોએ એક જ વ્યક્તિની બહુવિધ નોંધણીના જોખમને” રોકવા માટે મતદારોના ચૂંટણી ડેટા સાથે UIDAI (આધાર) નંબરને લિંક કરવાના Election Commission ના પ્રોજેક્ટ પર બ્રેક લગાવી હતી.