GTU દ્વારા બોર્ડ ઓફ ગવર્નિંગની મીટિંગમાં ઠરાવ પસાર કરીને ચાલુ શૈક્ષણિક વર્ષથી દરેક ટેકનિકલ કોર્સમાં student એફિલિએશન ફી ને પ્રોફેશનલ રેગ્યુલેટરી ચાર્જ તરીકે સીધી student પાસેથી વસુલવાનું શરૃ કરાયુ છે. પરંતુ આ ફી દર વર્ષને બદલે પુરા કોર્સની એક સાથે એટલે કે ડિપ્લોમામાં 3 વર્ષની અને ડિગ્રીમાં 4 વર્ષની એક સાથે ફી લેવામા આવતા ખાનગી કોલેજોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
એસોસિએશન ઓફ ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજિકલ ડિપ્લોમા કોલેજીસ દ્વારા વિરોધ નોંધાવતા આજે જીટીયુને લેખિત રજૂઆત કરાઈ છે કે ડિપ્લોમા પ્રથમ વર્ષમાં અંદાજે ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીએ પ્રવેશ મેળવેલ છે અને જો આ વિદ્યાર્થીઓને એફિલિએશન ફી વર્ષને પુરા પુરા 3 વર્ષની એક સાથે ભરવી પડશે તો વિદ્યાર્થીઓ હેરાન થશે અને તેઓ હોબાળો મચાવશે. કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને દર વર્ષે એફિલિએશન ફી ભરવાની છે તેવુ પ્રવેશ સમયે કહેવાતુ હોય છે.હવે નવા પરિપત્ર મુજબ 3 વર્ષની પુરી ફી મુજબ ૯૦૦ રૃપિયા એક સાથે ભરવાનું આવતા કોલેજો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ ઉભુ થશે. ઉપરાંત સીટુડીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે અને તેઓએ એક સાથે ફી ભરવી પડતા તેઓએ વિરોધ કર્યો છે.
જ્યારે બીજી બાજુ GTU દ્વારા એફિલિએશન ફીમાં GST લાગતો હોવાથી બોર્ડ ઓફ ગવર્નિંગમાં ઠરાવ કરીને આ વર્ષથી સ્ટુડન્ટ એફિલિએશન ફી નું નામ બદલી પ્રોફેશનલ રેગ્યુલેટરી ચાર્જ કરી દેવાયુ છે. GTU ના રજિસ્ટ્રારનું કહેવુ છે કે કેટલીક સરકારી કોલેજોએ એક સાથે ફી લેવા રજૂઆત કરી હતી અને એફિલિએશનમાં જીએસટી ભરવો પડતો હોવાથી આ નવી પદ્ધતિ શરૃ કરી છે.પરંતુ હવે ખાનગી કોલેજોની રજૂઆત આવી છે તો ફરી બોર્ડ મીટિંગમાં આ મુદ્દો ચર્ચા માટે મુકીશું અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે.