Gujarat માં ફરી એકવાર school રાબેતા મુજબ શરૂ થયા પછી વિદ્યાર્થીઓ corona સંક્રમિત બની રહ્યા છે.
Ahmedabad માં વિદ્યાર્થીઓ માટે ચીંતાજનક સમાચાર સામે આવ્યા છે. નિરમા વિદ્યા વિહાર અને ઉદગમ સ્કુલમાં કોરોનાનો પગ પેસારો થયો છે. નિરમા વિદ્યા વિહારમાં ૩ વિદ્યાર્થી અને ઉદગમમા 1 વિદ્યાર્થી ના corona રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. નિરમા વિદ્યા વિહારમા પ્રાઈમરી મા 1 અને 2 માધ્યમિકના વિદ્યાર્થી પોઝીટીવ આવ્યા છે. શહેરી જીલ્લા શીક્ષણ અધિકારીએ નિરમા વિદ્યા વિહારને એક સપ્તાહ માટે બંધ કરવા આદેશ કર્યા છે.
Vadodara ની નવરચના સ્કૂલનો વધુ 1 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. નવરચનાની ભાયલી School નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. 4 દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું. શાળાના ઓરડા સેનેટાઇઝ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક corona પોઝિટિવ નોંધાયા છે.
આં પણ વાંચો : Risk of Corona : સમગ્ર દુનિયામાં કોરોનાનુ જોખમ મંડરાઈ રહ્યુ છે, Norway માં આંશિક Lock down
Vadodara ની શાળાઓમા વધતા corona કેસોને કારણે વાલીઓમા ચિંતા વધી છે. Vadodara પેરેન્ટ એસોસિયેશન દ્વારા D .E .O ને રજુઆત કરવામાં આવી. શાળાઓ ઓફલાઇન અભ્યાસનો આગ્રહ રાખે છે. શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ બાળકોની આરોગ્યની પણ ચિંતા કરે. શાળા સંચાલકો corona પોઝિટિવ આવે તો પણ વાલીઓને જાણ નથી કરતા. એક શાળામાં વિદ્યાર્થી તો બીજીમાં શિક્ષક કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ બંને શાળાઓની બેદરકારી હોઈ તેમની સામે કાર્યવાહીની માંગ કરાઈ.
Rajkot માં અલગ અલગ 3 સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને 1 School માં શિક્ષક સંક્રમિત થયા છે. એમ વી. ધુલેશિયામાં એક શિક્ષક તો નિર્મલા, એસએનકે અને નચિકેતા સ્કૂલમાં વિદ્યાર્થીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.