Russia ના રાષ્ટ્રપતિ Vladimir Putin એ યુક્રેનના મામલે અમેરિકા સાથે જારી તનાવ અંગે મોટો દાવો કરતા જણાવ્યું હતું કે, શસ્ત્રોના મામલે Russia સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર પર છે. તેની સાથે તેમણે જણાવ્યું કે અમે પરમાણુ ક્ષમતા, મિસાઇલો અને વોરહેડને લઈને અમેરિકા સાથેની સંધિ પર કાયમ રહીશું. મંગળવારે પુતિને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા US President Joe Biden સાથે વાત કરી હતી.
આ પણ જુઓ : એક નજર : Modi પહેલા અને Modi પછીનું ભારત
આ વાતચીત દરમિયાન પુતિને Joe Biden ને યુક્રેન પર કોઈપણ પ્રકારનો હુમલો ન કરવાનું આશ્વાસન પણ આપ્યું. Putin એ રશિયાના સરકારી પ્રસાર માધ્યમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રશિયા અને અમેરિકાએ શસ્ત્રોની સંખ્યાને લઈને સામાન્ય સ્થિતિ જાળવી રાખી છે પરંતુ, Russia અત્યાધુનિક શસ્ત્રોના વિકાસમાં અગ્રણી છે. તેમણે જણાવ્યું હતું કે અમે પરંપરાગત શસ્ત્રોનું આધુનિકીકરણ કરવા ઉપરાંત કેટલાય નવા શસ્ત્રો પણ બનાવી રહ્યા છીએ. આમ અમે વિશ્વમાં શસ્ત્રોના મામલે નંબર-વન છીએ.
Russia અને પશ્ચિમ તથા અમેરિકા સાથે યુક્રેન મુદ્દે તનાવ ચાલી રહ્યો છે ત્યારે પુતિન અને જિનપિંગ વચ્ચે આ સપ્તાહમાં વર્ચ્યુઅલ સમિટ યોજાશે. આ બેઠકમાં તેઓ ચીન-રશિયાના સંબંધની સમીક્ષા કરશે અને આ વર્ષે વિવિધ ક્ષેત્રમાં સહયોગ અંગે વિચારશે. Russia ના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કેટલાય અન્ય દેશો સાથે નિશ્ચિતરૃપે હાઇપરસોનિક મિસાઇલ હશે, પરંતુ તે સમયે Russia આવી મિસાઇલો સામે પોતાની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવશે.
તેમણે દાવો કર્યો કે ૨૦૧૮ પછી રશિયા એ હાઇપરસોનિક શસ્ત્રોનું અનાવરણ કર્યુ તે સમયે આ શસ્ત્રો કોઈની પાસે ન હતા. હવે લગભગ ઘણા દેશ હાઇપરસોનિક મિસાઇલ વિકસાવી રહ્યા છે. તેઓ જ્યારે આ શસ્ત્રો મેળવશે ત્યારે અમારી સાથે તેનો સામનો કરવા માટે ઘણા વધારે સાધન હશે.