WhatsApp ના voice message ના નવા features થી હવે કોઈને voice message મોકલવામાં આવશે, તો યૂઝર્સ તેને મોકલતા પહેલા તેનો preview સાંભળી શકશે.
WhatsApp એ સતત અપડેટ થતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે અને હવે આ પ્લેટફોર્મમાં એક નવું ફીચર સામેલ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ voice message નો પ્રીવ્યુ જોઈ શકશે. એટલે કે, જો કોઈને વૉઇસ મેસેજ મોકલવામાં આવશે, તો યૂઝર્સ તેને મોકલતા પહેલા તેનો પ્રીવ્યૂ સાંભળી શકશે.
Meta માલિકીની કંપનીએ કહ્યું છે કે હવે યુઝર્સ વોટ્સએપ પર voice message ને મોકલતા પહેલા તેનું પૂર્વાવલોકન કરી શકે છે અને જો તેમાંની સંપૂર્ણ સામગ્રી સાચી હોય તો તેને આગળ મોકલી શકે છે. વાસ્તવમાં, ઘણી વખત આપણે આપણો વૉઇસ મેસેજ રેકોર્ડ કરીને મોકલીએ છીએ, પરંતુ કેટલીકવાર આપણી આસપાસમાંથી આવતા ઘણા બિનજરૂરી અવાજો પણ રેકોર્ડ થઇ જાય છે, જે યુઝર્સની ઈમેજને ખરાબ કરી શકે છે. આ સુવિધા આવી ભૂલોથી સુરક્ષિત કરે છે.
વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓ વોટ્સએપ પર voice message નો ઉપયોગ કરે છે, જે ટાઇપિંગમાં ભૂલોને પણ અટકાવે છે. કંપનીએ કહ્યું કે વોઈસ મેસેજની મદદથી મિત્રો અને પરિવાર નજીક આવે છે. આ ફીચર્સ ટેક્સ્ટ અને વૉઇસ કૉલિંગ કરતાં તદ્દન અલગ છે. તમે ચેટ બોક્સમાં આપેલા આઇકોન પર ક્લિક કરીને અવાજ રેકોર્ડ કરી શકો છો અને સેન્ડ પર ક્લિક કરીને મોકલી શકો છો.
તમારા કામ નું : જો તમે આ APPનો યુઝ કરો છો તો હંમેશા માટે બંધ થઇ જશે તમારુ Whatsapp એકાઉન્ટ.
voice message ને preview કઇ રીતે કરવું ?
-ગ્રૃપ ચેટ અથવા વ્યક્તિગત ચેટ ખોલો.
-પછી માઇક્રોફોન વિકલ્પ પર ક્લિક કરો, પછી સ્લાઇડ કરો અને હેન્ડ્સ ફ્રી રેકોર્ડિંગને લૉક કરો.
-તે પછી બોલવાનું શરૂ કરો, જ્યારે તમારો મેસેજ પૂર્ણ થઈ જાય, ત્યારે stop પર ક્લિક કરો.
-આ પછી પ્લેનો વિકલ્પ દેખાશે, જેના પર ક્લિક કરીને તમે પ્રિવ્યૂ સાંભળી શકો છો.
-જો વોઈસ મેસેજમાં કોઈ પ્રોબ્લેમ હોય અથવા મેસેજ પૂરો ન થયો હોય, તો તમે તેને ટ્રેશ કરી શકો છો. અથવા તમે તેને આગળ મોકલી શકો છો.
voice message ને fast કઇ રીતે સાંભળવું
-આ માટે, કોઈપણ પ્રાપ્ત થયેલ વૉઇસ મેસેજ પર ક્લિક કરો.
-તે પછી, જ્યારે મેસેજ પ્લે થાય છે, ત્યારે તેના પર 1X ક્લિક કરીને, વપરાશકર્તાઓ વૉઇસ મેસેજના પ્લેબેકની સ્પીડ વધારી શકે છે, જે 1.5x અને 2x છે.