તાજેતરમાં જ ભારતીય મૂળના પરાગ અગ્રવાલ ને ટ્વિટરના CEO બનાવવામાં આવ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. હવે વધુ એક ભારતીય CEO Jagdeep Singh ની પણ ચર્ચા થઈ રહી છે અને તેનુ કારણ છે તેમનુ પગાર પેકેજ. અમરિકન સ્ટાર્ટ અપ કંપની QuantumScape ના CEO તરીકે નિમાયેલા Jagdeep Singh ને કંપનીએ 17500 કરોડ સેલરી નુ પેકેજ આપવાનુ નક્કી કર્યુ છે. અમેરિકન ડોલરમાં આ પેકેજ 2.3 અબજ ડોલર છે.
કંપની ગયા વર્ષે જ પબ્લિક થઈ છે અને હવે તેના શેરહોલ્ડરોની વાર્ષિક સભામાં Jagdeep Singh ના પેકેજને મંજૂરી આપવામાં આવી છે.જગદીપ સિંહ Stanford University માંથી computer science, California University માંથી MBA નો અભ્યાસ કરી ચુકયા છે અને આ પહેલા તેઓ ઘણી કંપનીઓના સીઈઓ રહી ચુકયા છે.
આ પણ વાંચો : Vicky Kaushal – Katrina Kaif ના Wedding Photos ના રાઇટ્સ ની ડીલ કરોડો માં થઈ
જગદીપ સિંહ ના પેકેજમાં સ્ટોક ઓપ્શન પણ સામેલ છે. QuantumScape કંપનીમાં બિલ ગેટસના વેન્ચર ફંડે પણ રોકાણ કરયુ છે. હાલમાં આ કંપનીની વેલ્યુ 50 અબજ ડોલર છે. જે નવી જનરેશન ટેકનોલોજી પર કામ કરી રહી છે. જેમાં લિથિયમ આયન બેટરીનો સસ્તો વિકલ્પ આપવાની ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે.