ભારત સરકારની સતત સતર્કતા હોવા છતા આખરે દેશમાં Corona વાયરસના નવા અને અત્યંત ઘાતક વેરીઅન્ટ Omicron ની એન્ટ્રી થઈ ગઈ છે. ચોંકાવનારું એ છે કે કર્ણાટકમાં આ વેરીઅન્ટના બે સંક્રમિત કેસો નોંધાયા છે.
Two cases of #Omicron Variant reported in the country so far. Both cases from Karnataka: Lav Agarwal, Joint Secretary, Union Health Ministry#COVID19 pic.twitter.com/NlJOwcqGDf
— ANI (@ANI) December 2, 2021
Corona વાઇરસ નો નવો વેરિઅન્ટ Omicron ના કેસ ભારત ના કર્ણાટક રાજ્ય માં નોંધાયા છે. આફ્રિકામાંથી કર્ણાટકમાં આવેલા બે નાગરિકોમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ Omicron મળ્યો છે. 66 અને 46 વર્ષીય વ્યક્તિઓમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યો છે.
તેની પુષ્ટી ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ને ટાંકીને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે Corona નું Omicron વેરિઅન્ટ Delta ની સરખામણીમાં 5 ગણુ વધુ જોખમી છે અને તે અન્યની સરખામણીમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે.
ડો નરેશ ત્રેહાન જે મેદાન્તા હોસ્પિટલના સંસ્થાપક છે તેને આ વેરિઅન્ટની ગંભીરતાને લઈ જણાવ્યું કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત એક વ્યક્તિ 18 થી 20 લોકોને સંક્રમિત કરી શકે છે.
જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જાણકારી આપી છે કે દેશમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
લવ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર હવે ફક્ત બે રાજ્યો Maharashtra અને Kerala માં 10 હજારથી વધુ એક્ટિવ કેસ છે, જો દેશના કુલ સંક્રમિત કેસોના 55 ટકા છે.અને દેશમાં અંદાજે 49 ટકા વસ્તીને Corona રસીના બંને ડોઝ લાગી ગયા પછી જ Corona સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
આં પણ વાંચો : DGCA: 15-December-2021 થી નહીં શરૂ થાય Commercial International Flights, Omicron ના જોખમને કારણે નિર્ણય
South Africa માં એક જ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા અંદાજે ડબલ થઈ
South Africa માં દેખાયેલો કોરોનાનો નવો અને ખતરનાક મનાતો વેરિએન્ટ Omicron ના કારણે South Africa માં એક જ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા અંદાજે ડબલ થઈ ગઈ છે.
સાઉથ આફ્રિકામાં પહેલા દિવસે 4000 ઉપરાંત અને બીજી દિવસે 8000 કરતા વધારે કોરોનાના દર્દીઓ નોંધાયા છે. સાઉથ આફ્રિકામાં આ વેરિએન્ટના 72 ટકા કેસ એેક જ રાજ્યમાંથી સામે આવ્યા છે. સરકાર પર હવે લોકોને કોરોનાની રસી આપવાનુ દબાણ વધી રહ્યુ છે.
Corona નો નવો વેરિએન્ટ હવે દુનિયાના અમેરિકા સહિતના 24 દેશોમાં જોવા મળી રહ્યો છે.બીજી તરફ South Africa એ કોરાનાના રસીકરણ માટેની ઝડપ વધારી દીધી છે. જેથી લોકોને આ વેરિએન્ટથી બચાવી શકાય.
એક બાદ જાણવા મળ્યું છે કે, Corona વાઇરસ નો નવો વેરિઅન્ટ Omicron વધારે સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે.
આં પણ વાંચો : Corona વેક્સિન ન લેનારા બની શકે છે Corona ના Delta Variant ની ફેક્ટ્રી, Health specialists એ આપી ખાસ ચેતવણી