DGCA દ્વારા 15-December-2021 થી શરૂ થતી International Flights ના નિર્ણયને ટાળી દેવામાં આવ્યો છે. સેવાઓ ફરીથી ક્યારે શરૂ કરવા ની તેનો નિર્ણય ઝડપથી લેશે.
15-December-2021 થી International Flights શરૂ કરવાના નિર્ણયને ટાળી દેવામાં આવ્યો છે. DGCA એ કહ્યું છે કે, તેઓ આ વિષય પર હજુ વિચારણા કરી રહ્યા છે અને International Flights સેવાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય ઝડપથી લેશે. DGCA એ કહ્યું કે, તે કોરોના વાયરસના કેસમાં વધારાને જોતા સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. હાલ 15-December થી International Flights શરૂ નહીં થાય. આગળની તારીખ પર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
આ પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય યાત્રી સેવાઓને 15-December થી ફરીથી શરૂ કરવાની બાબતમાં ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયને પરામર્શ કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ભારતથી આવનારી અને જનારી વાણિજ્યિક આંતરરાષ્ટ્રીય સેવાઓ 15-December-2021થી ફરીથી શરૂ થઈ શકે છે. ગૃહ મંત્રાલય દેશોની ત્રણ યાદી તૈયાર કરશે. તેના આધાર પર International Flights નું સંચાલન કરવામાં આવશે. જો કે તેના પછી ઓમિક્રોને સ્થિતિ જ બદલી નાખી છે.
મંત્રાલયે જાહેર કરેલ યાદી ?
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તે દેશોની યાદીમાં હોંગકોંગ અને ઈઝરાયેલને પણ જોડી દીધા છે અને ત્યાંથી આવ્યા પછી ટેસ્ટ સહિત વધારાના નિયમોનું પાલન કરવું પડશે. જેમાં બ્રિટન સહિત યુરોપના દેશ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરીશસ, ન્યુઝીલેન્ડ, જિમ્બાબ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયેલ જેવા દેશોનો સમાવેશ થયો છે.