આંતરરાષ્ટ્રીય Airport પરિવહન કેન્દ્ર ધરાવતુ યુપી એક માત્ર રાજ્ય બનશે
આ Airport દિલ્હી એરપોર્ટથી 72 કિમી અને નોઈડાથી 40 કિમી દૂર સ્થિત
આ પશ્ચિમ યુપીનો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે
આ એરપોર્ટ પ્રદેશના ઔદ્યોગિક, આર્થિક અને પર્યટનના વિકાસ માટે મીલનો પથ્થર સાબિત થશે.
આ કાર્યક્રમ બપોરે 1 વાગે શરુ થશે. પીએમઓ મુજબ Airport દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, અલીગઢ, આગ્રા, ફરીદાબાદ અને ત્યાંની આસપાસના વિસ્તારમાં સ્થિત લોકોની સેવા કરશે.
આ એરપોર્ટ બાદ ઉત્તર પ્રદેશ દેશનું એક માત્ર રાજ્ય બની જશે જેની પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરિવહન કેન્દ્ર હશે.
આ છે એરપોર્ટ સાથ જોડાયેલી વાતો
– જેવર હવાઈ મથકને યમુના ઈન્ટરનેશનલ Airport પ્રાઈવેટ લિમિટેડ (YIAPL) દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ કંપનીની પરિયોજનાના સ્વિસ રિયાયત કર્તા જ્યૂરિખ ઈન્ટરનેશનલ Airport એજીની 100 ટકા મદદગાર કંપની છે.
– YIAPL ઉત્તર પ્રદેશ સરકાર અને ભારત સરકારની સાથે ઉંડી પાર્ટનરશીપમાં પીપીપી મોર્ડલ અંતર્ગત Airport વિકસિત કરી રહી છે.
– એરપોર્ટ 1300 હેક્ટરથી વધુની જમીન પર ફેલાયેલુ છે.
– આ એક ગ્રીન ફીલ્ડ હવાઈ મથક છે જેને 4 ફેઝમાં બનાવવામાં આવશે. પહેલો ફેઝ 2024માં ચાલુ થશે. ચરણ 1 પરિયોજનાનો ખર્ચ 8916 કરોડ રુપિયા છે.
– પહેલું ચરણ પત્યા બાદ વર્ષ 1.2 કરોડ પ્રવાસીઓના પ્રવાસની આશા છે. 2040 અને 2050 ની વચ્ચે છેલ્લુ ચરણ પત્યા બાદ દરેક વર્ષે 7 કરોડ પ્રવાસીઓને સંભાળવાની ક્ષમતા હશે.
– જવેર હવાઈ મથક દિલ્હી Airportથી 72 કિમી અને નોઈડાથી 40 કિમી દૂર સ્થિત છે.
-એરપોર્ટ એક ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન સેન્ટરની જેમ માનવામાં આવી રહ્યો છે. જેમાં હાજર યમુના એક્સપ્રેસ વે અને ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેની પાસે હોવાના કારણે મલ્ટીમોર્ડલ ટાંજિટ હબ હશે અને તેને હરિયાણાના ફરીદાબાદ જિલ્લા બલ્લભગઢમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસથી જોડવામાં આવશે.
-યુપીના સીએમ યોગીએ કહ્યું કે વર્ષ 2017 સુધી યુપીમાં ફક્ત 2 એરપોર્ટ હતા. પરંતુ હવે કેન્દ્ર સરકારની સ્થાનિક કનેક્ટિવિટી યોજનાના લાગૂ થવાની સાથે રાજ્યમાં 9 કાર્યાત્મક એરપોર્ટ છે.
– મંગળવારે પીએમ મોદીની પ્રવાસની તૈયારીની સમીક્ષા બાદ આદિત્યનાથે કહ્યું કે સોનભદ્ર, ચિત્રકૂટ, લલિતપુર, આજમગઢ અને શ્રાવસ્તીની પાસે નવા Airportની યોજના બનાવવામાં આવી રહી છે.
-રાજ્ય સરકારનું કહેવું છે કે જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય Airportથી લાખો લોકોને રોજગારનો અવસર મળશે.
પીએમ મોદીની વિશાળ રેલી પણ યોજનામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે કે જેને પશ્ચિમ યુપીનો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે અને વિકાસના હેતુથી આને નિર્ણાયક ગણાવાઈ રહ્યો છે. મોટા સ્તર પર વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને પીએમ મોદીની વિશાળ રેલી પણ યોજવામાં આવી રહી છે.
જેવર એરપોર્ટના ભૂમિ પૂજનની ખાસ તૈયારી
આ ખાસ કાર્યક્રમ માટે 12 લાખ સ્ક્વાયર ફીટના ટેંટ બનાવવામાં આવ્યા છે. અહીં પીએમ મોદી એક વિશાળ જનસભા સંબોધિત કરવા જઈ રહ્યા છે. પાર્ટી દાવો કરી રહ્યા છે કે પશ્ચિમી યૂપીની સૌથી મોટી રેલી થવા જઈ રહી છે.
આ કાર્યક્રમમાં અઢી લાખથી વધારે લોકો સામેલ થવા જઈ રહ્યા
વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં અઢી લાખથી વધારે લોકો સામેલ થવા જઈ રહ્યા છે. જો કે આ ટેન્ટ તો ફક્ત પીએમ મોદીની રેલી માટે છે. ટેન્ટની પાછળ વધુ એક જગ્યા જેવર એરપોર્ટના ભૂમિ પૂજન માટે તૈયારી કરાયી છે.
Tata લાવી રહી છે સસ્તી ઈલેક્ટ્રોનિક કાર, સિંગલ ચાર્જમાં દોડશે 500 કિમી. જાણો કીમત અને ફીચર્સ
હાલ દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ સાઉદી અરબમાં છે. ત્યાનું કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ 77600 હેક્ટરની જમીનમાં બન્યું છે. બીજું સૌથી મોટું એરપોર્ટ અમેરિકા Denver International Airport છે જે 13571 હેક્ટર જમીન પર બન્યું છે. ત્રીજું સૌથી મોટું એરપોર્ટ પણ અમેરિકામાં છે. પરંતુ હવે આ શ્રેણીમાં ચૌથા સ્થાન પર ભારતનું જેવર દુનિયાનું ચોથું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે.