Aadhaar card ધારકો માટે સારા સમાચાર છે. UIDAI સમગ્ર દેશમાં 166 એકલ Aadhaar નોંધણી અને અપડેટ કેન્દ્રો ખોલવાની તૈયારી કરી રહી છે. UIDAIએ એક નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી છે. હાલમાં, 166 માંથી 55 Aadhaar સેવા કેન્દ્રો (ASKs) કાર્યરત છે. આ સિવાય બેંકો, પોસ્ટ ઓફિસો અને રાજ્ય સરકારો દ્વારા 52,000 આધાર નોંધણી કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે.
UIDAIએ નિવેદન જારી કર્યું છે.
UIDAI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે UIDAI 122 શહેરોમાં 166 સિંગલ Aadhaar એનરોલમેન્ટ અને અપડેટ સેન્ટર ખોલવાની યોજના કરી રહી છે. તમને જણાવામાં આવે છે કે Aadhaar સેવા કેન્દ્રો અઠવાડિયાના સાતેય દિવસ ખુલા રાખવામાં આવશે. Aadhaar કેન્દ્રોએ વિકલાંગ વ્યક્તિઓ સહિત 70 લાખ લોકોની જરૂરિયાતો પૂરી કરી છે.
આં પણ વાંચો : Aadhaar Link With Voter id – ચૂંટણી સુધારા મામલે આપી મંજૂરી, વોટર આઈડી ‘આધાર’ સાથે થશે જોડાણ!
નોંધણી અને અપડેટ કરવાની ક્ષમતા
મોડલ Aના Aadhaar સેવા કેન્દ્રો (મોડલ-A ASKs) દરરોજ 1,000 નોંધણી અને અપડેટ વિનંતીઓને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. તે જ સમયે, Model-B ASKs 500 અને Model-C ASKs 250 પાસે નોંધણી અને અપડેટની વિનંતીઓને પૂર્ણ કરવાની ક્ષમતા છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં UIDAIએ 130.9 કરોડ લોકોને Aadhaar Number આપ્યો છે.
Aadhaar સેવા કેન્દ્ર પ્રાઇવેટમાં ઉપલબ્ધ નથી.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે Aadhaar સેવા કેન્દ્ર પ્રાઇવેટમાં ઉપલબ્ધ નથી. Aadhaar સેવાઓ માત્ર ને માત્ર બેંકો, પોસ્ટ ઓફિસો, કોમન સર્વિસ સેન્ટર (CSC), રાજ્ય સરકારના અધિકારીઓની ઓફિસ અને UIDAI દ્વારા સંચાલિત Aadhaar સેવા કેન્દ્રમાં ઉપલબ્ધ છે. જો તમને આ વિશે વધુ માહિતી જોઈતી હોય, તો તમે તેને રાજ્ય સરકારના સ્થાનિક અધિકારીઓ પાસેથી મેળવી શકો છો.
આં પણ વાંચો : Aadhaar Link With Voter id – ચૂંટણી સુધારા મામલે આપી મંજૂરી, વોટર આઈડી ‘આધાર’ સાથે થશે જોડાણ!
ઈન્ટરનેટ કાફેમાં લોકો આ કામ કરે છે
ઈન્ટરનેટ કાફે Aadhaar સંબંધિત એ જ સેવાઓ પ્રદાન કરે છે, જે UIDAI સામાન્ય માણસને આપે છે. Aadhaar card માં માત્ર નામ, સરનામું, જન્મતારીખ કે અન્ય વિગતો સુધારવા, ફોટો બદલવા, પીવીસી કાર્ડ પ્રિન્ટ કરાવવા, સામાન્ય Aadhaar card માંગવા વગેરેની સુવિધા ઉપલબ્ધ છે.
Aadhaar card માં કોઈપણ સુધારા માટે અથવા PVC કાર્ડ મેળવવા માટે UIDAI દ્વારા નિર્ધારિત ફી રૂ. 50 છે પરંતુ, કેફે રૂ. 70 થી રૂ. 100 ચાર્જ કરે છે. આ રીતે તે આવા કામોના 30 થી 50 અથવા તો 100 રૂપિયા પણ કમાય છે.