Vitamin D હાડકાં માટે જ નહીં, પરંતુ હૃદયના સ્વાસ્થ્ય અને હાઈ બ્લડ પ્રેશર માટે પણ જરૂરી છે, તેની ઉણપ થી હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ બમણું થાય છે.
Vitamin D વિશે સામાન્ય માન્યતા છે કે તે હાડકાં (Bones)ને મજબૂત બનાવવા માટે જરૂરી છે. તેનો મુખ્ય કુદરતી સ્ત્રોત સૂર્યપ્રકાશ માનવામાં આવે છે. પરંતુ હાલ ના એક અભ્યાસે પુષ્ટિ કરી છે કે Vitamin D માત્ર હાડકાં માટે જ નહીં, પરંતુ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. University of South Australia ના સંશોધકોએ આ નવા અભ્યાસ દ્વારા હૃદય રોગ માં Vitamin D ની ઉણપની ભૂમિકાના genetic evidence શોધી કાઢ્યા છે.
આ Study માં તેને જણાવ્યું દર્શાવ્યું છે કે Vitamin D ની ઉણપ ધરાવતા લોકોમાં Vitamin D નું નીચું સ્તર ધરાવતા લોકો ને હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ હોય છે.
આ અભ્યાસ યુરોપિયન હાર્ટ જર્નલ માં પ્રકાશિત થયો છે. આપને જણાવી દઈએ કે CVD (cardiovascular disease) કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ વિશ્વભરમાં લોકોના મૃત્યુનું મુખ્ય કારણ છે. આ બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 1.79 કરોડ લોકો મૃત્યુ પામે છે.
વિશ્વની વસ્તીના મોટાભાગના ભાગોમાં Vitamin D ની ઉણપ જોવા મળે છે. એક અંદાજ મુજબ ભારતમાં પણ આ બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 47.7 લાખ લોકો મૃત્યુ પામે છે.
ઑસ્ટ્રેલિયામાં, દર ચોથું મૃત્યુ CVD ને કારણે થાય છે અને તેની અર્થવ્યવસ્થાને દર વર્ષે $5 બિલિયનથી વધુનું નુકસાન થાય છે.
અભ્યાસ કેવી રીતે થયો?
આ અભ્યાસમાં સામેલ 55 ટકા લોકોમાં Vitamin D નું સ્તર 50 નેનોમોલ્સ પ્રતિ લિટર કરતાં ઓછું જોવા મળ્યું છે. જ્યારે 13% સહભાગીઓમાં ગંભીર ઉણપ (25 nmol/l કરતાં ઓછી) જોવા મળી હતી. વિટામિન ડી નું સામાન્ય સ્તર (normal level of vitamin D) 50 એનએમઓએલ / લિટર માનવામાં આવે છે. ભારતમાં લગભગ 80-90 ટકા લોકોમાં તેની ઉણપ જોવા મળે છે. સંશોધકોએ ઓસ્ટ્રેલિયામાં 23% અને યુએસમાં 24% અને કેનેડામાં 37% લોકોમાં વિટામિન ડીની ઉણપને ધ્યાનમાં લીધી છે.
આં પણ વાંચો : એક સ્ટડી મુજબ નિયમિત કસરત કરવાથી ચિંતા થવાનું જોખમ (Risk) લગભગ 60 ટકા ઘટી શકે છે
nmol/L* | ng/mL* | Health status |
---|---|---|
<30 | <12 | Associated with vitamin D deficiency, which can lead to rickets in infants and children and osteomalacia in adults |
30 to <50 | 12 to <20 | Generally considered inadequate for bone and overall health in healthy individuals |
≥50 | ≥20 | Generally considered adequate for bone and overall health in healthy individuals |
>125 | >50 | Linked to potential adverse effects, particularly at >150 nmol/L (>60 ng/mL) |
SOURCE = LINK
હૃદયના સ્વાસ્થ્યનું રાખી શકીએ ધ્યાન
University of South Australia ના પ્રોફેસર એલિના હાયપોનેન (Professor Elina Hypponen) કહે છે કે Vitamin D ની ઉણપને દૂર કરીને, વિશ્વભરમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગ (cardiovascular disease)ને ઘટાડી શકાય છે. તેમના મતે, વિટામિન ડી ની ગંભીર ઉણપ ખૂબ જ દુર્લભ છે. પરંતુ આવા ક્ષેત્રોમાં સક્રિયપણે લેવાયેલા પગલાં દ્વારા હૃદયના સ્વાસ્થ્ય પરની નકારાત્મક અસરોને ટાળી શકાય છે.
નિષ્ણાતો શું કહે છે?
Professor Elina Hypponen કહે છે, ‘જો કે વિટામિન ડી નો શ્રેષ્ઠ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, પણ તે માછલી, ઈંડા, ફોર્ટિફાઈડ ફૂડ અને કેટલાક ડીંકમાં પણ જોવા મળે છે. પરંતુ તે ખાદ્ય પદાર્થોમાં ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. જયારે સૂર્યપ્રકાશ માંથી સૌથી વધુ માત્રા માં Vitamin D મળે છે. આવી સ્થિતિમાં સૂર્યપ્રકાશ વધુ જરૂરી છે. અભ્યાસમાંથી બહાર આવ્યું છે કે જો વિટામિન ડીનું સ્તર સામાન્ય કરવામાં આવે તો cardiovascular(કાર્ડિયોવેસ્ક્યુલર) રોગમાં 4.4 ટકાનો ઘટાડો થઈ શકે છે.
genetic approach સાથેના આ અભ્યાસે ટીમને CVD પર વિટામિન ડી ના વધતા સ્તરની અસરને સમજવામાં મદદ કરી. આમાં અંદાજે 267,950 લોકોની માહિતી સામેલ કરવામાં આવી હતી. અને આ પણ જોયું કે વિટામિન ડી ની ઉણપ ધરાવતા લોકોમાં, જેમ જેમ તેમની ઉણપ દૂર થઈ ગઈ, તેમ તેમ તેમનામાં cardiovascular (કાર્ડિયોવેસ્ક્યુલર) રોગનું જોખમ પણ ઘટી ગયું.