RBL bank share news: RBI (Reserve Bank of India) એ 26 મી ડિસેમ્બરના રોજ યોગેશ કુમાર દયાલની RBL Bank સામે મોટી કાર્યવાહી કરતા RBL Bank ના બોર્ડના એડિશનલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે.
RBL Bank નો share December 27 ના રોજ ઇન્ટ્રા ડે દરમિયાન 20% તૂટ્યો હતો. અને આજ ના દિવસ માં તે 52 weeks ના સૌથી નીચલા સ્તર(130.20) પર આવી ગયો હતો.
December 27 ના રોજ અંદાજે share ની price
Today Open Price = 155.65
Today Low = 130.20
52 Week Low = 130.20
52 Week High = 274.30
ઉલ્લેખનીય છે કે 26 મી December ના રોજ RBI (Reserve Bank of India) એ યોગેશ કુમાર દયાલ ની RBL Bank ના બોર્ડના એડિશનલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી આરબીએલ બેંક સામે મોટી કાર્યવાહી કરી હતી.
એક પ્રેસ રિલીઝ માં જણાવ્યા મુજબ, RBI (Reserve Bank of India) એ મિસ્ટર Mr. Yogesh Kumar Dayal ની આગામી 2 વર્ષ સુધી RBL બેંકના એડિશનલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે. એટલે કે તેઓ 23 ડિસેમ્બર 2023 સુધી એડિશનલ ડિરેક્ટર પદ પર રહેશે.
આં પણ વાંચો : આ ત્રણ Bank ની Chequebook થઈ બંધ, આજથી આ 5 નિયમોમાં થયા ફેરફાર
Vishwavir Ahuja : RBL Bank ના પૂર્વ MD અને CEO
Vishwavir Ahuja 2010 માં RBL બેંકમાં જોડાયા હતા. તે પહેલા, તેઓ 2001 થી 2009 સુધી બેંક ઓફ અમેરિકા, ઇન્ડિયાના MD અને CEO હતા.
RBL Bank એ એક્સચેન્જ ને સૂચના આપી કે આરબીએલ Bank માં લાંબા સમયથી MD અને CEO ના પદે રહેલા વિશ્વવીર આહૂજા તાત્કાલિ રજા પર ચાલ્યા ગયા છે. જે બાદમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર Rajiv Ahuja ને MD અને CEO માટે પદનામિત કરવામાં આવ્યા હતા.
બ્રોકરેજ હાઉસિસનો આરબીએલ બેંકના શેર પર અભિપ્રાય: CLSA નો RBL BANK પર અભિપ્રાય:
CLSA તરફથી આરબીએલ બેંકના શેર માટે આઉટપરફોર્મ રેટિંગ યથાવત રાખવામાં આવ્યું છે. જોકે, બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ 230 રૂપિયાથી ઘટાડીને 200 રૂપિયા કરી દીધો છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે એડિશનલ ડાયરેક્ટરની નિવૃત્તિ RBI નો ચોંકાવનારો નિર્ણય છે. ખાસ કરીને સંકટ સમયે RBI આવા નિર્ણય કરે છે. આ નિર્ણયથી ટૂંકા સમયમાં અનિશ્ચિતતા વધશે. જે બાદમાં છ મહિના મહત્ત્વના રહેશે. આ દરમિયાન મેનેજમેન્ટના પ્રદર્શન પર નજર રહેશે.
ICICI Securitiesનો અભિપ્રાય: ICICI Bank એ આરબીએલ BANK પર રેટિંગ ઘટાડ્યું છે. સાથે જ રોકાણકારોને સલાહ આપી છે. આ શેરનો ટાર્ગેટ 180 રૂપિયા થી ઘટાડીને 130 રૂપિયા કરી દીધો છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે RBI ના નિર્ણયથી અનિશ્ચિતતા વધી છે.
INVESTEC નો RBL BANK પર અભિપ્રાય: INVESTEC તરફથી આરબીએલ BANK ના શેરની ખરીદીની સલાહ આપવામાં આવી છે. સાથે જ બ્રોકરેજ હાઉસ તરફથી શેરનો ટાર્ગેટ 295 રૂપિયા આપવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે તાજેતરનો ઘટનાક્રમ રોકાણકારો માટે નકારાત્મક છે. મેનેજમેન્ટ પર ભરોસો હોવાથી અંદાજ પર ફેરફાર નથી કર્યો. ત્રીજા ક્વાર્ટરના પરિણામ બાદ રેટિંગની ફરીથી સમીક્ષા કરીશું.