કાનપુરના પરફ્યુમના વેપારી અને SP નેતા પીયૂષ જૈનના ઘરેથી Income tax ને રૂ. 150 કરોડથી વધુની રકમ મળી છે. ત્યારે થોડા સમય પહેલા ગુજરાતમાં પકડાયેલા ટ્રકોમાં મળેલા નકલી ઇ-વે બિલ અને નકલી બિલે આ વેપારી પીયૂષ જૈન, ટ્રાન્સપોર્ટર પ્રવીણ જૈન અને શિખર પાન મસાલાના માલિક વચ્ચે ચાલી રહેલી સાંઠગાંઠની પોલી ખોલી નાખી.
ટ્રકોને પકડ્યા બાદ ડીજીજીઆઈની ટીમે લાંબા સમય સુધી રેકી કરી. ત્યારબાદ બુધવારે સૌથી પહેલા શિખર પાન મસાલા વાળાને ત્યાં અને ટ્રાન્સપોર્ટરને ત્યાં Income tax એ દરોડા પાડ્યા. અહીંથી પીયૂષ જૈનના નામના કેટલાક નકલી બિલ મળ્યા. બસ અહીંથી પીયૂષ ટીમના નિશાને આવી ગયા.
કોરોનાકાળમાં ભારત માટે દોઢ વર્ષમાં પ્રથમ વખત આવ્યા સારા સમાચાર, નોંધાયા સૌથી ઓછા કેસ
14 વર્ષે પહેલીવાર આ વસ્તુનો ભાવ થયો ડબલ, સિલિન્ડરમાં પણ ‘મોંઘવારીનો બ્લાસ્ટ’, જાણો આજના મોટા બદલાવ
IPLના આ ખેલાડીઓ રાતોરાત બન્યા કરોડપતિ, અય્યરની સેલેરી તો 40 ગણી વધી, જુઓ લિસ્ટ
કન્નૌજમાં કાર્યવાહી દરમિયાન તેમના ઘરેથી મળેલી ડાયરીએ પણ ત્રણેયને ઘેરવાનું કામ કર્યું. ડાયરીમાં આ બન્નેના નામની સાથે જ તેણે લેવડ-દેવડ, માલ સપ્લાઈ સહિતનો પણ ઉલ્લેખ કર્યો છે.
સૂત્રોના અનુસાર, ગુજરાતમાં પકડાયેલા ટ્રક બાદ જાણ થઇ હતી કે માલ બિલમાં ક્યાંક બીજે દેખાડવામાં આવતો હતો અને હકિકતમાં જતો હતો કંઇક બીજે. ત્યારબાદ ડીજીજીઆઈની ટીમે દેખરેખ શરૂ કરી દીધી. તમામ પુરાવા એકઠા કર્યા બાદ Income tax એ કરી કાર્યવાહી .
જોકે આટલા મોટા પ્રમાણમાં કેશ મળવાથી Income tax ના અધિકારીઓ પણ ચોંકી ગયા છે. તપાસમાં જાણ થઇ કે વધુ પડતો વ્યવહાર કેશમાં કરવામાં આવતો હતો. અલગ અલગ સ્થળો પર જતા માલમાં કમીશન પણ લેવામાં આવતું હતું. દરરોજ મોટી સંખ્યામાં ટ્રકોનું લોડિંગ-અનલોડિંગ દેખાડવામાં આવતું હતું.
પ્રવીણ જૈન પીયૂષના ભાઈ અમરીષના બનેવી
આ વેપારી પીયૂષ જૈન અને તેમના ભાઈ અમરીષ જૈન કન્નોજમાં કમ્પાઉન્ડ(પાન મસાલા અને અત્તરમાં ફ્લેવર માટે મેળવવામાં આવતા મિશ્રણ) કિંગ નામથી ઓળખાય છે. તે ટ્રાન્સપોર્ટર પ્રવીણ જૈનના સંબંધી છે. પ્રવીણ જૈન અમરીષ જૈનના બનેવી છે. બન્ને ભાઈ 40થી વધુ કંપનીઓના માલિક છે. વિદેશ સુધી સપ્લાઈ છે.
આં પણ વાંચો : રાજકોટમાં 24 થી વધુ બિલ્ડરોના ત્યાં IT ની રેડ, 2 જાણીતા ઉદ્યોગપતિ પણ ઝપેટમાં
GST- Income tax ના અધિકારીઓએ કરી મદદ. ડીજીજીઆઈની કાર્યવાહીમાં Income tax, GST, કસ્ટમના અધિકારીઓએ પણ મદદ કરી. જોકે હજુ સુધી ઇન્કમ ટેક્સએ તપાસ શરૂ નથી કરી. ડીજીજીઆઈની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઇન્કમ ટેક્સ અને ઈડી તેની તપાસ શરૂ કરી શકશે.
150 કરોડની બેહિસાબી રોકડ રકમ મળી
ગુરુવારે બપોરે આવકવેરા વિભાગની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આનંદપુરી વિસ્તારમાં પીયૂષ જૈનના ઘરેથી નોટોના મોટ-મોટા બંડલ મળી આવ્યા હતા. 500 રૂપિયાની નોટોના બંડલ બનાવીને રોકડ રાખવામાં આવી હતી. આ બંડલોને એ રીતે પેક કરવામાં આવ્યા હતા જેથી તેને આરામથી ગમે ત્યાં કુરિયર કરી શકાય. આઈટીની ટીમ ચાર નોટ કાઉન્ટીંગ મશીન સાથે આવી પહોંચી હતી. બાદમાં નોટો ગણવા માટે બીજા પણ મશીનો મંગાવવામાં આવ્યા હતા. તથા મોટા પ્રમાણમાં નોટો મળી આવતા SBIના કર્મચારીઓને પણ રોકડ ગણતરી માટે બોલાવવામાં આવ્યા હતા.