Bitcoin creator : Satoshi nakamoto (સાતોશી નાકામોતો)
પ્રથમ Bitcoin ટ્રાન્ઝેક્શન : nakamoto થી Hal Finney સુધી થયું હતું.
ક્યારે શરૂઆત કરી:
– 2007 માં બિટકોઈન માટે કોડ લખવાનું કામ શરૂ થયું હતું
– August 18, 2008 ના રોજ bitcoin.org નામે ડોમેઈન બુક થયું હતું
– October 31, 2008 ના રોજ ક્રિપ્ટોગ્રાફરોના એક ગ્રુપને એક કાગળ મોકલ્યો, જેમાં બિટકોઇન નામના ‘ઇલેક્ટ્રોનિક કેશ’ વિશે જણાવામાં આવ્યું હતું.
– January 9, 2009 ના Satoshi Nakamoto એ Bitcoin network લોન્ચ કર્યું.
દુનિયામા ટોટલ Bitcoin ની સંખ્યા ?
blockchain.com દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે કુલ 21 મિલિયન બિટકોઈનના પુરવઠામાંથી, 18.89 મિલિયન પહેલાથી જ ખનન કરવામાં આવ્યા છે અને બજારમાં ફરતા થઈ રહ્યા છે.
Satoshi Nakamoto કોણ છે ?
Satoshi Nakamoto California માં રહેતો એક જાપાની અમેરિકન માણસ છે.
અંદાજે 13 વર્ષ પહેલાં સાતોશી નાકામોતો (Satoshi Nakamoto) નામની એક વ્યક્તિ એકલા અથવા તો ગ્રુપમાં બિટકોઈન (Bitcoin) નામની નવી સોફ્ટવેર સિસ્ટમનો ઉલ્લેખ કરતું પેપર બહાર પાડ્યું હતું. આજે આ જ બિટકોઈન (Bitcoin) ની કિંમત 1 Trillion ડોલરથી વધારે છે અને તેણે એક એવી ઘટનાને જન્મ આપ્યો છે, જેથી સમર્થકોનું માનવું છે કે આ સમગ્ર ગ્લોબલ ફાઈનાન્શિયલ નેટવર્કને ફરીથી જોડી શકે છે.
આં પણ વાંચો : ભારતમાં આગામી બજેટમાં Cryptocurrency કાયદેસર કરવામાં આવી શકે છેઃ રિપોર્ટ
Satoshi Nakamoto નું રહસ્ય
ઓક્ટોબર 31, 2008ના Satoshi Nakamoto (સાતોશી નાકામોતો) એ ક્રિપ્ટોગ્રાફર્સના એક ગ્રુપને 9 પેજનું પેપર મોકલ્યું, જેમાં બિટકોઈન (Bitcoin) નામના ‘ઈલેક્ટ્રોનિક કેશ’ ના નવા સ્વરૂપની રૂપરેખા આપવામાં આવી હતી.
પરંતુ એ સમયે Satoshi Nakamoto (સાતોશી નાકામોતો) ની કોઈને પણ ઓળખ સાથે કંઈ લેવાદેવા ન હતું. ઉપરાંત, તે ગ્રુપના મોટાભાગના લોકોને બિટકોઈન (Bitcoin) ની સિસ્ટમ પર જ શંકા હતી.
હેલ ફિને, નિક સ્ઝાબો, ડેવિડ ચાઊમ અને વેઈ દાઈ જેવા Cryptographers અને developers એક દાયકા કરતાં વધુ સમયથી કેશના ઈલેક્ટ્રોનિક વર્ઝનને develop કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ અમુક કારણોસર તેમાં તે નિષ્ફળ ગયા હતા.
3 જાન્યુઆરી 2009 ના Satoshi Nakamoto એ Bitcoin network લોન્ચ કર્યું. Hal Finney એ અમુક લોકોમાં ના એક હતા જેઓ તેના વિશે ઉત્સુક હતા અને શરૂઆતના અઠવાડિયામાં બંને એ નેટવર્ક ચલાવવા માટે દૂરથી કામ કર્યું. પ્રથમ બિટકોઈન ટ્રાન્ઝેક્શન Nakamoto થી Hal Finney સુધી થયું હતું.
અંદાજે બે વર્ષ સુધી Nakamoto એ મેસેજ બોર્ડ પર લખ્યું અને ડેવલોપર્સ સાથે ખાનગી રીતે ઈમેલ દ્વારા વાતચીત કરી. ડિસેમ્બર 2010 માં Nakamoto એ જાહેરમાં પોસ્ટ કરવાનું બંધ કરી દીધું અને 2011માં developer સાથે વાતચીત પણ બંધ કરી દીધી.
આખિર માં બિટકોઈન ડિજિટલ કરન્સી પ્રોજેક્ટના એક લીડ ડેવલપર Gavin Andresen ને પ્રોજેક્ટની કમાન્ડ સોંપી.
Nakamoto એ બે ઈમેલ એડ્રેસ અને એક વેબસાઈટનો ઉપયોગ કર્યો. તેમને રજિસ્ટર કરનાર વ્યક્તિની ઓળખ બ્લોક કરવામાં આવી છે. કોઈ વધુ સાર્વજનિક માહિતી નથી. એવા યુગમાં કે જ્યાં અજ્ઞાત રહેવું અત્યંત મુશ્કેલ છે, નાકામોતો હજુ પણ એક સસ્પેન્સ બની રહ્યા છે. શું નાકામોતો અમીર નથી?
Bitcoin ના પ્રથમ વર્ષમાં લગભગ દસ લાખ Bitcoin ‘માઇન’ કરવામાં આવ્યા હતા, જે ક્યારેય ટ્રાન્સફર અથવા મૂવ કરવામાં આવ્યા ન હતા. આજે તે Bitcoin ની કિંમત અંદાજે 55 અબજ ડોલર છે. ફોર્બ્સની રીયલ-ટાઇમ અબજોપતિઓની યાદી અનુસાર, Nakamoto વિશ્વના 30 સૌથી ધનિક લોકોમાંના એક હશે.
એવું માનવામાં આવે છે કે તે 10 લાખ Bitcoin (બિટકોઇન) ફક્ત અને ફક્ત Nakamoto દ્વારા જ કન્ટ્રોલ કરવામાં આવે છે. તેને મૂવ કરવા માટે ‘પ્રાઈવેટ કી’ની જરૂર હોય છે, જે અક્ષરો અને સંખ્યાઓની એક લાંબી, યુનીક સ્ટ્રિંગ છે, જેનાથી એક્સેસને કન્ટ્રોલ કરી શકાય છે.