અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા દ્વારા ભાજપના શાસકો પર ગંભીર આરોપ લગાવતા જાણવામાં આવ્યું હતું કે , અમદાવાદ કોર્પોરેશનના શાસકો રાષ્ટ્રીય સુરક્ષાને નેવે મુકી સિંગાપોરની ખાનગી કંપની પાસે અમદાવાદનું satellite mapping કરવાનું ટેન્ડર મંજૂરી માટે સ્ટેન્ડિગં કમિટિ મુક્યુ છે. જેનો વિરોધ પૂર્વ વિપક્ષ નેતાએ કર્યો છે. ઈસરો દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે. ઈસરોએ ચંદ્રયાન સહિત અનેક સફળતાના શિખર સર કર્યા છે. અમેરિકાની સંસ્થા નાસાને પણ દેશની સંસ્થા ઇસરો ટક્કર આપે છે. નીતનવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોને દેશની પ્રતિષ્ઠિત સંસ્થા ઈસરો ઉપર ભરોસો ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ના ભાજપના શાસકોના અમદાવાદ શહેર સહિત દેશને “આત્મનિર્ભર” બનાવવાની ખોખલી જાહેરાતો વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાને નેવે મૂકી સિંગાપોરની ખાનગી કંપની પાસે અમદાવાદનું સેટેલાઇટ મેપિંગ કરાવવાનું આયોજન કરાયું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ભાજપના શાસકોએ ઇસરોને છોડીને સિંગાપોરની ખાનગી કંપની પાસે અમદાવાદ શહેરનું satellite mapping કરાવવાની જરુરિયાત કેમ ઉભી થઇ તે મોટો સવાલ છે. ઈસરો ખુદ સેટેલાઈટ મેપિંગ કરી આપવા તૈયાર હતું પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ના શાસકોએ સેટેલાઈટ મેપિંગની ઉતાવળ હોવાનું કહી સિંગાપોરની કંપનીને પસંદ કરી છે. સિંગાપોરની ખાનગી કંપનીને ટેન્ડર વિના બારોબાર ક્વોટેશનથી 44.43 લાખના ખર્ચે satellite mapping કરવાનું કામ આપવાની દરખાસ્ત આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મુકાશે. આ દરખાસ્તનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.
આ સમગ્ર મામલો એવો છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં સુઅરેજ અને સ્ટોર્મ વોટર લાઇનનો સ્ટ્રેટેર્જીક માસ્ટર પ્લાન તૈયાર કરાવવામાં આવી રહ્યો છે. જેના માટે કન્સલટન્ટની નિમણુંક કરવામાં આવી છે પણ હવે આ માસ્ટર પ્લાન તૈયાર કરાવવા માટે અમદાવાદ શહેર અને તેની આસપાસના 760 ચો. કિ.મી. વિસ્તારનો હાઇ રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજ મેપિંગ કરાવવુ જરૂરી હોવાનું કહેવાય છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેર સહિત આસપાસના વિસ્તારના 760 ચો.કિ.મી. વિસ્તારોનું હાઇ રિઝોલ્યુશન satellite mapping કરાવવા માટે ઇસરોને બદલે સિંગાપોરની ખાનગી કંપની સ્કાયમેપ ગ્લોબલ ઇન્ડિયા પ્રા.લિ.ને કામ આપવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મૂકાવવા જઈ રહી છે.
આં પણ વાંચો : ઉપગ્રહ શું હોય છે? જાણો, Satellite વિશે સંપૂર્ણ માહિતી
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેન્ડર વિના બારોબાર ક્વોટેશનથી રુ,44.43 લાખના ખર્ચે સ્કાયમેપ ગ્લોબલ ઇન્ડિયા પ્રા.લિ.ને satellite mapping કરવાનું કામ આપવાની છે. અહીં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, ઇસરો satellite mapping કરી આપે છે ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સિંગાપોરની કંપનીની પાસે સેટેલાઇટ મેપિંગ કરાવવાની જરુર પડી છે ?
પૂર્વ વિપક્ષ નેતાએ જણાવ્યુ હતુ કે અમારા ધ્યાને આવ્યું છે કે, Singapore ની ખાનગી કંપની અમદાવાદ શહેરનું સેટેલાઇટ મેપિંગ કરશે તેનાથી શહેરની સિક્યુરીટી સામે ગંભીર સવાલ ઉભા થાય તેમ છે. અમદાવાદમાં આર્મી કેન્ટોનમેન્ટ, ઈસરો, પીઆરએલ સહિતની રાષ્ટ્રીય ધરોહર સમી સંસ્થાઓ આવેલી છે. શહેરમાં આર્મી કેન્ટોનમેન્ટ છે, અમદાવાદની નજીકમાં વાયુસેનાના મહત્વના સ્પોટ છે. આવા સંજોગોમાં સિંગાપોરની ખાનગી કંપની અમદાવાદ શહેરનું satellite mapping કરશે તે કેટલાં અંશે વાજબી છે ? આ કંપની ગ્લોબલ છે જેનું હેડ કવોટર Singapore ખાતે છે જ્યારે આ કંપની પાકિસ્તાનમાં પણ કાર્યરત છે ? જે ગંભીર સવાલ છે ?
આ કંપની જે સેટેલાઈટ ઇમેજ સહિતનો ડેટા તૈયાર કરશે તે ઇસરોને મોકલવામાં આવશે અને ઇસરો સુરક્ષા સંબધી મૂલ્યાંકન કરશે પછી ડેટા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને મળશે. આ બાબત સ્પષ્ટ છે તો પછી આ કંપની અમદાવાદ શહેરનો ડેટા ગુપ્ત રાખશે ? તેમના ત્યાંથી કોઈ ડેટા લીક નહિ થાય ? તેની જવાબદારી કોણ લેશે ? આ તમામ ગંભીર સવાલ છે. આ દરખાસ્ત તાકીદે રદ કરવી જોઈએ.