Narendra Modi એ બીજો માર્ગ પસંદ કર્યો છે.
સતત બે ટર્મ સુધી વડાપ્રધાન રહ્યાં પછી પણ તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને જ્યારે પૂછવામાં આવતું કે, ‘દેશમાં જડમૂળથી પરિવર્તન ક્યારે આવશે? કેવી રીતે આવશે?’
– કિન્નર આચાર્ય
ત્યારે તેઓ જવાબ આપતાં કે, ‘મારા હાથમાં કોઈ જાદુની છડી નથી!’ મનમોહનસિંહ ખોટું બોલતાં હતાં. શાસકનાં હાથમાં જાદુની છડી હોય છે જ. એ ધારે તો પેલી જાદુની છડીથી ટુજી- સ્પેકટ્રમ સ્કેન્ડલ કરી શકે, કોમન વેલ્થ કૌભાંડ પણ કરી શકે અને જો ધારે તો સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક કરી શકે, વિશ્ર્વભરમાં દેશનો ડંકો વગાડી શકે.
Narendra Modi એ બીજો માર્ગ પસંદ કર્યો છે. એક તરફ તેમણે આતંકવાદ, આતંકી હુમલાઓ તથા રાષ્ટ્રીય સુરક્ષા મામલે ઝીરો ટોલરન્સ નીતિ અખત્યાર કરીને કડક સંદેશો આપ્યો છે. તો બીજી તરફ આયુષમાન ભારત, સાગરમાલા પ્રોજેક્ટ જેવી અનેકવિધ યોજનાઓ દ્વારા લોકોનાં જીવનમાં પરિવર્તન આણ્યું છે અને અનેક બાબતોમાં આગેવાની લઈને વૈશ્ર્વિક સ્તરે પોતાની તથા ભારતની મજબૂત ઈમેજ ઉભી કરી છે.
એક નિવૃત્ત પોલીસ અધિકારીએ હમણાં એક રસપ્રદ એનાલિસિસ કર્યું છે. રિસર્ચ પછી તેમણે ભારતની શરૂઆતની છ દાયકાની સ્થિતિ વિશે અને મોદીનાં આગમન પછી તેમાં આવેલા પરિવર્તન અંગે ચોંકાવનારા આંકડાઓ આપ્યા છે. ભારતીય અર્થતંત્રનાં કદથી શરૂ કરીને તેમાં વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સ સુધીનાં અનેક મુદ્દાઓ તેમણે આવરી લીધાં છે. પ્રથમ મુદ્દો છે: ભારતીય અર્થતંત્રનું કદ. 2014માં ભારતનો ક્રમાંક તેમાં દસમો હતો, 2021 સુધીમાં ફ્રાન્સ, બ્રાઝિલ, ઈટલી અને રશિયાને પાછળ છોડીને ભારત હવે મોદીકાળમાં જી.ડી.પી. બાબતે 2021માં છઠ્ઠા નંબરે પહોંચ્યું છે. આ બધું આપમેળે અને અનાયાસે નથી થઈ ગયું. ભારતનો જી.ડી.પી. વધારવા Narendra Modi ની સરકારે ભરપૂર પગલાં લીધાં છે.
બીજો મુદ્દો છે: ઓટો માર્કેટ. 2014માં ભારતનું સ્થાન તેમાં સાતમું હતું, 2021 સુધીમાં ભારતે જર્મની અને દક્ષિણ કોરીયાને પાછળ મૂકીને ચોથું સ્થાન મેળવી લીધું છે. હવે ચીન, અમેરિકા અને જાપાન જ ભારતથી આ બાબતે આગળ છે.
મોદીએ એક તરફ આતંકવાદ, આતંકી હુમલાઓ તથા રાષ્ટ્રીય સુરક્ષા મામલે ઝીરો ટોલરન્સ નીતિ અખત્યાર કરીને કડક સંદેશો આપ્યો છે, તો બીજી તરફ આયુષમાન ભારત, સાગરમાલા પ્રોજેક્ટ જેવી અનેકવિધ યોજનાઓ દ્વારા લોકોનાં જીવનમાં પરિવર્તન આણ્યું
દસેય દિશાઓમાં Narendra Modi એ ભારતની જે પ્રગતિ કરાવી છે તે અતૂલ્ય, અભૂતપૂર્વ છે
2014માં ભારતનું સ્થાન વીજ ઉત્પાદનમાં ચોથું હતું, હવે રશિયાને પાછળ છોડીને ભારતે ત્રીજું સ્થાન મેળવી લીધું…
ખાંડનાં ઉત્પાદનમાં અગાઉ બ્રાઝિલ નંબર-વન હતું, હવે ભારત પ્રથમ સ્થાને છે
આજે ભારત મોબાઈલ પ્રોડકશનમાં દ્વિતીય નંબર પર પહોંચી ગયું છે, 2014માં આ બાબતે ભારતનું સ્થાન બારમું હતું : આ છ વર્ષ દરમિયાન ભારતે કોરિયા, અમેરિકા જેવાં દેશોને પણ પાછળ છોડી દીધાં
સ્ટીલ ઉત્પાદનમાં 2021માં ભારતનો નંબર જગતમાં ચોથો હતો, હવે જાપાન અને અમેરિકાને ઓવરટેક કરીને ભારતે બીજો નંબર મેળવી લીધો છે
ક્લાઈમેટ ચેન્જ મુદ્દે 2014માં ભારત ઠેઠ 31માં નંબરે હતું અને હવે સ્વીડન, બ્રિટન તથા ડેન્માર્ક જેવાં અનેક દેશોને પાછળ મૂકીને ભારત દસમા નંબર પર
Narendra Modi ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારથી જ તેમણે સૌરઊર્જા પર ભાર મૂકવાનું ચાલું કરી દીધું હતું. સોલાર એનર્જી ક્ષેત્રે કામગીરી કરવા માટે જાણે એમણે બિડું ઝડપ્યું હતું. 2014માં સોલાર પાવર પ્લાન્ટ બાબતે ભારતનું વિશ્ર્વમાં સ્થાન દસમું હતું, 2021 સુધીમાં અમેરિકા, જાપાન અને જર્મનીને પાછળ છોડીને ભારત હવે બીજા ક્રમાંક પર પહોંચી ગયું છે. હવે ભારતનો મુકાબલો પ્રથમ સ્થાને રહેલાં ચીન સાથે જ છે.
માત્ર સોલાર પાવર નહીં, પરંપરાગત ઊર્જામાં પણ ભારતે પાછલાં છ વર્ષમાં જબરૂં કાઠું કાઢ્યું છે. 2014માં ભારતનું સ્થાન વીજ ઉત્પાદનમાં ચોથું હતું, હવે રશિયાને પાછળ છોડીને ભારતે ત્રીજું સ્થાન મેળવી લીધું છે. સૌથી મોટી છલાંગ ભારતે મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રમાં લગાવી છે. આપણે જાણીએ છીએ કે, વિશ્ર્વનું વર્તમાન પણ મોબાઈલ અને ભવિષ્ય પણ મોબાઈલ. હેન્ડસેટ્સમાં સમયાંતરે વધુ ને વધુ ફીચર્સ ઉમેરાતાં રહેશે અને મોબાઈલ વધુ ને વધુ અનિવાર્ય થતો જશે. આ મુદ્દો ધ્યાને રાખીને જ મોદી સરકારે મોબાઈલ મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે રેડ કાર્પેટ બીછાવી છે. જગતની નંબર વન- મોબાઈલ બ્રાન્ડ સેમસંગ પણ હવે ભારતમાં ઉત્પાદન શરૂ કરી ચૂકી છે અને બીજી અનેક કંપનીઓ પણ આગમન કરી ચૂકી છે. આ કારણે જ આજે મોબાઈલ પ્રોડકશનમાં દ્વિતીય નંબર પર પહોંચી ગયું છે. 2014માં આ બાબતે ભારતનું સ્થાન બારમું હતું. આ છ વર્ષ દરમિયાન ભારતે કોરિયા, અમેરિકા જેવાં દેશોને પણ પાછળ છોડી દીધાં છે.
સ્ટીલ ઉત્પાદનમાં 2021માં ભારતનો નંબર જગતમાં ચોથો હતો, હવે જાપાન અને અમેરિકાને ઓવરટેક કરીને ભારતે બીજો નંબર મેળવી લીધો છે. ખાંડનાં ઉત્પાદનમાં અગાઉ બ્રાઝિલ નંબર-વન હતું, હવે ભારત પ્રથમ સ્થાને છે. જગતનાં સૌથી શક્તિશાળી રાષ્ટ્રોની યાદીમાં ભારત આજથી છ વર્ષ પહેલાં આઠમા નંબરે હતું, આજે બ્રિટન તથા ફ્રાન્સ અને જર્મનીને પાછળ છોડીને ભારત ચોથા સ્થાને પહોંચી ગયું છે. ક્લાઈમેટ ચેન્જ મુદ્દે 2014માં ભારત ઠેઠ 31માં નંબરે હતું અને હવે સ્વીડન, બ્રિટન તથા ડેન્માર્ક જેવાં અનેક દેશોને પાછળ મૂકીને દસમા નંબર પર પહોંચ્યું છે.
‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’ રેટિંગમાં ભારે ગરબડ ચાલે છે, તાજેતરમાં યુનોનાં મંચ પરથી પણ મોદીએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. તેમાં કેટલાંક દેશો જબરી ઘાલમેલ-લોબિંગ કરીને પોતાનો ક્રમાંક ઊંચો લાવતા હોય છે. આવી વિષમ સ્થિતિ વચ્ચે પણ ભારતે 142માંથી સીધાં જ 63માં નંબર પર છલાંગ લગાવી છે. વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સમાં ભારત અગાઉ 69માં નંબરે હતું, હવે 14માં નંબરે છે. ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ દેશ પહેલાં 83માં નંબરે હતું, હવે 46મા સ્થાન પર છે. વર્લ્ડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં ભારત 103 નંબરથી 49 નંબર પર પહોંચ્યું છે.
હવે ભુપેન્દ્રભાઇ પટેલની છબી ચમકાવવા પાછળ Government નું લાખોનું આંધણઃ યોજનાઓના નામ બદલાશે
છેલ્લાં ત્રણેય ઈન્ડેક્સ પણ બહુ મહત્ત્વપૂર્ણ છે. આપણે જાણીએ છીએ કે મોદીનાં આગમન પછી તેમણે ઈનોવેશન-આવિષ્કાર, શોધ-સંશોધન પર ખૂબ ભાર મૂક્યો છે. મેઈન ઈન ઈન્ડિયા હોય કે કો-વેક્સિન જેવી રસી… કે પછી સ્વદેશી શસ્ત્રો, ભારતે પાછલાં છ વર્ષમાં અનેક ચમત્કારો સર્જ્યા છે. આવા મિરેકલ્સને કારણે જ ભારતે આ ક્રમાંકમાં છલાંગ લગાવી છે. ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસનું મહત્ત્વ પણ ઓછું નથી. ભારતે ઉદ્યોગો સ્થાપવા આડે આવતાં અનેક અટપટા નિયમો રદ કર્યા છે, કાનૂનોમાં સુધારાઓ કર્યા છે અને રોકાણકારો નિર્વિઘ્ને ઉદ્યોગ સ્થાપી શકે તેવું વાતાવરણ બનાવ્યું છે.
આજથી પચાસ-સો કે બસ્સો વર્ષ પછી ભારતનો જ્યારે ઈતિહાસ લખાશે ત્યારે ‘ઈન્ડિયા: બિફોર એન્ડ આફટર મોદી’ જેવાં વિષયો પર ચિક્કાર સાહિત્ય સર્જાવાનું છે. દસેય દિશાઓમાં તેમણે ભારતની જે પ્રગતિ કરાવી છે તે અતૂલ્ય, અભૂતપૂર્વ છે. આઝાદી પછીનાં છ-સાડા છ દાયકા સુધી શું થયું અને એ પછી છેલ્લાં છ વર્ષમાં શું અને કેટલું થયું એ સૌની નજર સામે છે. વાત એટલી સ્પષ્ટ છે કે, કોઈ સૂરદાસ પણ નિહાળી શકે. હા, જેને આંખે પાટા બાંધીને રાખવા છે, કાનમાં પૂમડાં ભરાવી રાખવા છે- તેવાં લોકો પાસે પારાયણ માંડવાનો કોઈ અર્થ નથી.