જસદણ પંથકમાં વીજળી (Lightning) પડતા 2 બાળકોના નીપજ્યા મોત
શહેર અને જિલ્લામાં જાણે કે મેઘરાજા હેત વરસાવી રહ્યા હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા. રાજકોટ શહેરમાં માત્ર 20 મીનીટ ની અંદર 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કે, ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં સવાર થી લઇ સાંજ સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
તો બીજી તરફ જસદણ પંથકમાં પણ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું. જેના કારણે ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી હતી. કારણકે છેલ્લા કેટલાય સમયથી પૂરતા પ્રમાણમાં વરસાદ ન વરસતાં ખેડૂતોના ખેતરમાં રહેલ પાકમાં સૂકા નામનો રોગ લાગુ પડ્યો હતો. ત્યારે વધુ પ્રમાણમાં તે રોગ ના પ્રસરે તેના માટે વરસાદી પાણી ની તાતી જરૂરીયાત હતી. આજરોજ વરસાદ આવવાના કારણે ખેડૂતોના પાકને વધુ એક વખત જીવનદાન મળ્યું છે.
જસદણ પંથકમાં વીજળી (Lightning) પડતા 2 બાળકોના નીપજ્યા મોત
રાજકોટ જિલ્લાના જસદણ શહેર તેમજ જસદણ તાલુકાના જુદા જુદા ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. એક તરફ વરસાદ વરસવાના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા. બીજી તરફ જસદણ તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં વીજળી (Lightning) પડતાં સુનીલ અને અરુણ નામના બે બાળકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. બનવાની જાણ થતાં 108 ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા કર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે, બાદમાં બને બાળકોને મૃત જાહેર કરાતા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમે ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વીજળી (Lightning) પડી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ માં પણ વીજળી (Lightning) પડી રહી હોય તે પ્રકારનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. બે દિવસ પૂર્વે ગોંડલ તાલુકાના મોવિયા ગામે પણ વીજળી (Lightning) પડી હતી જેના કારણે મોવૈયા ગામે ગોવિંદ નગર માં મકાનની છત ઉપર રાખવામાં આવેલ સોલાર પેનલ ઉપર વીજળી (Lightning) પડી હતી. જેના કારણે સોલાર પેનલ તેમજ મકાનની છત ને નુકસાન પહોંચ્યું હતું. જોકે સદ્નસીબે કોઈ જાનહાનિ થવા નહોતી પામી.
જયારે વીજળી કડાકા કરતી હોય ત્યારે ભૂલથી પણ આ કામ ના કરવા, તેનાથી બચવા શું કરવું ??
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના જુદા જુદા ગામડાઓમાં મેઘરાજાનું હેત વરસ્યું હતું. બુધવારના રોજ ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભારે વરસાદના કારણે ગોંડલ શહેરમાં આવેલા બે જેટલા અંડરબ્રિજ માં વાહનો ફસાયા હોવાના બનાવ સામે આવ્યા હતા. ગોંડલ શહેરના ઉમવાડા અંડરબ્રિજ ની અંદર પોલીસની કાર ફસાઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસની કાર ફસાતા ગોંડલ ફાયરની ટીમ દ્વારા જીપને બહાર કાઢવામાં આવી હતી. જ્યારે કે આશાપુરા અંડરબ્રિજમાં એસટીબસ ફસાઈ જતા બસ માં રહેલા મુસાફરોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી.
દાહોદના ફતેપુરામાં વીજળી (Lightning) પડતા એકનું મોત
આ બાજુ દાહોદ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ત્યારે જિલ્લાના ફતેપુરા માદવા ખાતે વીજળી (Lightning) પડતા એક યુવકનું મોત તયું છે. ભારે પવન અને વરસાદ વચ્ચે વીજળી (Lightning) ત્રાટકી તી. ઝાડ પાસે ઢોર છોડવા આધેડ ગયા અને તેજ વખથએ વીજળી (Lightning) મોત બનીને ત્રાટકી, સ્થળ પર જ આધેડનું મોત થયું હતું. તંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે ફતેપુરા લઈ જવામાં આવ્યો હતો.
ગોધરાના વેગનપુર ગામમાં યુવકનું મોત
પંચમહાલના ગોદરાના વેગનપુર ગામમાં પણ વીજળી (Lightning) પડતા એક યુવકનું કરૂણ મોત નિપજ્યું છે. અહીં ગોધરાના વેગનપુર ગામમાં પશુ ચરાવવા ગયેલા યુવક પર કાળ બનીને વીજળી (Lightning) પડી હતી. જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સમયે પશુઓને લઈ ચરાવવા ગયેલા 37 વર્ષિય યુવક પર વીજળી (Lightning) પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. યુવકને સ્થાનિકોએ સારવાર માટે યુવકને ગોધરા ખસેડ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલા જ યુવકે જીવ ગુમાવી દીધો હતો. આ સિવાય શહેરાના ડુમેલાવ ગામે પણ આકાશી વિજળી પડતા પશુનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.