Train લેટ થવાના કારણે ભારતીય રેલ્વેને 30 હજાર રૂપિયાનો દંડ ભરવો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે Train ચાર કલાક મોડી થવાના કારણે વર્ષ 2016ના એક મામલામાં રેલ્વે પર ત્રીસ હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો. હકીકતમાં જોઈએ તો, એક પરિવારને હવાઈ જહાજમાં મુસાફરી કરવાની હતી, પણ Train લેટ થવાના કારણે તેમની ફ્લાઈટ મિસ થઈ ગઈ હતી.
સુપ્રીમ કોર્ટે રેલ્વેને હવે લગભગ ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેના પર 9 ટકાના વાર્ષિક દરે વ્યાજ સહિત રૂપિયા પીડિત મુસાફરન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ અલવર જિલ્લાના રહેવાસી પીડિત મુસાફરની અરજી પર જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય ગ્રાહક બાબતોની કોર્ટે આદેશને માન્યતા આપતા કર્યો છે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની ખંડપીઠે પીડિત મુસાફર સંજય શુક્લાની અરજી પર સુનાવણી કરતા કહ્યુ કે, મુસાફરોનો સમય પણ કિંમતી હોય છે. કારણ વગર Train લેટ થવી તે બેજવાબદારી છે.
શું છે આખો મામલો
આ મામલો 11 જૂન 2016નો છે. સંજય શુક્લાને પરિવાર સહિત અજમેર-જમ્મુ-એક્સપ્રેસથી જમ્મુ જવાનું હતું. Trainમાં નિશ્ચિત સમયે સવારે આઠ વાગ્યાને દશ મિનિટની જગ્યાએ બપોરે બાર વાગ્યે જમ્મુ પહોંચી. જ્યારે શુક્લા પરિવારને બાર કલાકે ફ્લાઈટથી શ્રીનગર ઉડાન ભરવાની હતી. ત્યાં તેમણે હોટલનું બુકીંગ પણ કરાવી રાખ્યુ હતું. ત્યારે આવા સમયે Train લેટ થવાના કારણે તેમની ફ્લાઈટ છૂટી ગઈ અને તેમને 15 હજાર રૂપિયા ખર્ચ કરીને ટેક્સીથી શ્રીનગર જવુ પડ્યું.
ઝઘડાખોર પતિદેવો સાવધાન : કોર્ટે કહ્યું કે Wife નું સમ્માન કરો નહિતર જેલ માં જવા તૈયાર રહો
કોર્ટે ઉત્તર પશ્ચિમ રેલ્વેને આપ્યો આદેશ
Train મોડી થવાના કારણે શુક્લા પરિવારને ખૂબ મુશ્કેલી આવી તો તેમણે અલવર કોર્ટમાં અરજી દાખલ કરી. જેમાં કોર્ટે રેલ્વેને જવાબદાર ઠેરતા ખર્ચ થયેલા રૂપિયાની સાથે પાંચ હજાર રૂપિયા માનસિક તણાવ અને કોર્ટના ખર્ચા તરીકે ચુકવવાનો આદેશ રેલ્વે વિભાગને આપ્યો છે. તો વળી રાજ્ય અને રાષ્ટ્રીય ગ્રાહક બાબતોની કોર્ટે તેને યોગ્ય ઠેરવતા મંજૂર કર્યો છે.
રેલ્વેએ સુપ્રીમ કોર્ટમાં આદેશને પડકાર આપ્યો
રેલ્વેએ પોતાની ભૂલ સ્વિકારવાના બદલે સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય ગ્રાહક બાબતોની ફરિયાદ નિવારણ આયોગના નિર્ણયને પડકાર આપ્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટની ખંડપીઠ સામે ASG એશ્વર્યા ભાટીએ રેલ્વેના નિયમોનો હવાલો આપતા દલીલ આપી હતી કે, આ તો બનાવેલો નિયમ છે કે, મોડુ થાય તો તેમાં જવાબદારી રેલ્વેની નથી. પણ ખંડપીઠને તેમની વાત યોગ્ય લાગી નહીં અને રેલ્વેને દંડ ભરવા માટેને આદેશ આપ્યો છે.