Stock Market માં ભુતકાળની તેજી અમુક સેકટરનાં શેરોનાં જોરે જ હતી. આ વખતે તમામ ક્ષેત્રોનાં શેરો ઉછળે છે : વર્ષાત સુધીમાં Nifty 17000-17200 થવાનો નિષ્ણાંત બ્રોકરોનો મત; અમુક 20,000 થવાનું માને છે.
કોરોના કાળ તથા તેની આર્થિક ઈફેકટને ડીસ્કાઉન્ટ ગણીને રેકોર્ડબ્રેક તેજી સર્જી રહેલા Stock Market માં ફરી એક વખત 1992 ના હર્ષદ મહેતા વખતના બુલ-રનનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે? બ્રોકરોથી માંડીને ઈન્વેસ્ટરોનાં માનસમાં આ સવાલ ઉદભવવા લાગ્યો છે. ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિ અને ભાવિ આર્થિક અંદાજોને લક્ષ્યમાં લેતાં આ વખતે Stock Market માં અત્યાર સુધીનો સૌથી મોટો તેજીનો તબકકો શરૂ થઈ ગયો છે.
નિષ્ણાંતો એવો સંકેત આપવા લાગ્યા છે કે તેજીવાળાઓએ પણ નહિં વિચાર્યો હોય તેવો અભૂતપૂર્વ તેજીનો તબકકો હશે.
ભારતીય Stock Market માં માર્ચ 2020 ના અંતથી જ તેજીના શ્રીગણેશ થઈ ગયા હતા અને અત્યારે સવા વર્ષે આ દોર ચાલી રહ્યો છે. સેન્સેકસ તથા નીફટી નવી ઐતિહાસીક ઉંચાઈએ પહોંચ્યા છે. ફેબ્રુઆરીથી મે મહિના દરમ્યાન Market-Sensex નિશ્ર્ચિત રેન્જમાં અટવાયેલુ રહ્યા બાદ હવે ફરી તેજીની દિશામાં છલાંગ ભરવા લાગ્યુ છે. આ તેજી સદીની સૌથી મોટી તેજી બની રહેવાનો મત નિષ્ણાંતો વ્યકત કરવા લાગ્યા છે. Stock Market ની પ્રવર્તમાન તેજીએ નકારાત્મક નેગેટીવ કારણોને પાછળ છોડી દીધાનો ઘાટ ઘડાયો છે. કોરોનાની ખતરનાક લહેરની સાવચેતી અને ભયમાંથી મુકત થઈ ગયુ છે.
રાજયોએ લોકડાઉન નિયંત્રણો પાછા ખેંચાવા લાગતા અર્થતંત્ર ફરી ધબકતુ થઈ જવાનો આશાવાદ ઉભો થવા લાગ્યો છે.વિદેશી નાણાસંસ્થાઓ નવેસરથી ચિકકાર-ખરીદી કરવા લાગી તેજીને મજબુત ટેકો મળ્યો છે. કોર્પોરેટ ક્ષેત્રમાંથી અફલાતુન પરિણામોએ નબળા અર્થતંત્રની શંકાને દુર કરી દીધી છે અને તેના કારણે સદીની સૌથી મોટી તેજીનો આશાવાદ દ્રઢ બનવા લાગ્યો છે. નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે પ્રવર્તમાન તેજીમાં ઓપરેટરોથી માંડીને ઈન્વેસ્ટરો નેગેટીવ કારણોને ભુલી ગયા છે અને માત્ર પોઝીટીવ કારણો તરફ જ ફોકસ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાંક વખતનાં ટ્રેંડ પરથી એવુ સુચવાય છે કે એકદમ સરળ લીકવીડીટીને કારણે નેગેટીવ કારણો તણાય રહ્યા છે. તેજી પાછળ નાના ઈન્વેસ્ટરોની મોટી ભૂમિકા છે. ઈન્વેસ્ટરોની સંખ્યા 7 કરોડ પર પહોંચી છે તેઓનું Marketમાં રોકાણ વધી રહ્યું છે. એટલે તેજીને ટેકો મળ્યો છે. ભુતકાળમાં રેકોર્ડબ્રેક તેજી વખતે અમુક જ ગણ્યાં ગાંઠયા ક્ષેત્રોનાં શેરો દોડતા હતા. પરંતુ આ વખતે તો કેમીકલ્સ, બેંક, ઈન્ફ્રાસ્ટ્રકચર, ફાર્મા, ઓટોમોબાઈલ હાઉસીંગ ફાયનાન્સ સહિતના ક્ષેત્રોનાં શેરો ઉંચકાય રહ્યા છે. ભલે એકધારી તેજીમાં વચ્ચે-વચ્ચે કરેકશન આંચકા આવતા રહેશે છતાં તે ટુંકજીવી નીવડવાની અને તેજીને વધુ તંદુરસ્ત બનાવે તેવો આશાવાદ છે
હેવીવેઈટની સાથોસાથ કેટલાંક વખતથી મીડકેપ-સ્મોલકેપ શેરો પણ ખુબ વધી ગયા છે. અત્યારે Market ઘણુ વધી જ ગયુ છે. એક વર્ગ સાવચેત બની રહ્યો છે છતા ભાવો સતત વધતા હોવાથી તેઓને પસ્તાવાનો જ વારો આવી રહ્યો છે. ભારત સરકારનો ટારગેટ અર્થતંત્રને પાંચ ટ્રીલીપનાં ડોલરનો બનાવવાનો છે Market તેજીનાં મોટા તબકકામાં યથાવત રહે તો ઘણો ટેકો મળે તેમ છે. અર્થશાસ્ત્રીઓ એવો દાવો કરે છે કે 2009 થી શરૂ થયેલી આર્થિક સાયકલ છેલ્લા તબકકે છે એટલે આવતો સમય ભરપુર તેજીનો બની રહે તેમ છે; અમુક ચાર્ટીસ્ટો તો વર્ષનાં અંત સુધીમાં નીફટી 2000 ને આંબી જવાનો પણ સંકેત આપી રહ્યા છે.
રાજકોટ, મુંબઈ સહિતના શેરોમાં નેટવર્ક ધરાવતા એએનએસનાં જયેશ શેઠના કહેવા પ્રમાણે વર્ષાત સુધીમાં Nifty 17000-17200 થઈ શકે છે આંચકા-કરેકશન આવે તો પણ લાંબા ગાળાનો ટ્રેંડ તેજીનો જ રહેવાનું અનુમાન છે. Stock Market નાં ભુતકાળનાં તેજીનાં તબકકા પર નજર કરવામાં આવે તો 1991 ની આર્થિક મંદી પછી 1992 માં હર્ષદ મહેતાના નામનો બુલરન હતો અને તે ઈતિહાસનાં પાને આલેખાયો છે. આર્થિક કટોકટીમાં Market 35 ટકા ગગડયા બાદ ટુંકા ગાળામાં અભૂતપૂર્વ તેજી થઈ હતી.
આ વખતની તેજીનો ઘટનાક્રમ ચકાસવામાં આવે તો કોરોના ભય હેઠળ Market 35 ટકા ગગડયુ હતું અને ત્યારપછી હવે નવો રેકોર્ડ સર્જી દીધો છે અને તેજીનો વધુ મોટો તબકકો હવે આવવાનો આશાવાદ છે.આ પ્રકારનાં તબકકા ભાગ્યે જ સર્જાતા હોય છે. અને તમામ નેગેટીવ કારણો ડીસ્કાઉન્ટ થઈ જતા હોય છે આ તબકકા 4 થી 7 મહિના ચાલતા હોય છે.જોકે આ વખતે મોટાભાગનાં વર્ગ તેજીનો તબકકો અમુક વર્ષ સુધી ચાલવાનો મત દર્શાવી રહ્યો છે.
તેજી ઈફેકટ! હવે આઈપીઓની વણઝાર
આવતા એક જ સપ્તાહમાં ચાર કંપનીઓનાં ઈસ્યુ: ગ્રે Marketમાં ધુમ સોદા થવા લાગ્યા
થોડા વખતથી સુસ્તી બાદ પ્રાયમરી Marketમાં ફરી રંગમાં આવવા લાગ્યુ હોય તેમ આવતા એક જ સપ્તાહમાં ચાર કંપનીઓના ઈસ્યુ આવી રહ્યા છે. Stock Market ની વર્તમાન રેકોર્ડબ્રેક તેજીમાં ઈન્વેસ્ટરોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે ત્યારે મુડી બજારમાંથી નાણા એકત્રીત કરવા કંપનીઓએ લાઈન લગાવવાનું શરૂ કરી દીધુ છે.
Stock Market પ્રાયમરી Marketનાં નિષ્ણાંત પરેશ ધાનાણીએ કહ્યું કે કેટલાંક વખતથી પ્રાયમરી Marketમાં નવા ઈસ્યુ ન હતા હવે એક સાથે ચાર ઈસ્યુ આવી રહ્યા છે. ઈન્વેસ્ટરોમાં ઉત્સાહ છે. ગ્રે Marketમાં બોલાતા પ્રિમીયમનાં આધારે રોકાણ કરવાનો ટ્રેંડ છે. છેલ્લા મહિનાઓમાં નવા ઈસ્યુઓમાં જોરદાર રીટર્ન મળ્યુ હોવાથી ઈન્વેસ્ટરોમાં ઉત્સાહ વધુ છે. એક વર્ગ માત્ર આઈપીઓમાં જ રોકાણ કરે છે.
જે ચાર આઈપીઓ આવી રહ્યા છે તેની વિગત આ રીતે છે.
1) શ્યામ મેટલીકસ એન્ડ એનર્જી લીમીટેડ: ઈસ્યુ ખુલશે 14 જુન ઈસ્યુ બંધ થશે 16 જુશ્ર ટોટલ ઈસ્યુ સાઈઝ 909 કરોડ, મીનીમમ એપ્લીકેશન સંખ્યા 45, પ્રાઈઝ બેન્ડ 303 થી 306 રીટેઈલ માટે રિઝર્વેશન 35 ટકા, મીનીમમ એપ્લીકેશન રૂા.13770
2) સોના બી.એલ.ડબલ્યુ: પ્રિસીસન ફોર્જીંગ લીમીટેડ ઈસ્યુ ખુલશે 14 જુને ઈસ્યુ બંધ થશે 16 જુને પ્રાઈસ બેન્ડ રૂા.285 થી 291 મીનીમમ શેર એપ્લીકેશન સંખ્યા 51, ટોટલ ઈસ્યુ સાઈઝ 5550 કરોડ, મીનીમમ એપ્લીકેશન રૂા.14841
3) ડોડ લા ડેરી લીમીટેડ: ઈસ્યુ ખુલશે 16 જુને બંધ થશે 18 જુને પ્રાઈસ બેન્ડ 421 થી428 મીનીમમ શેર એપ્લીકેશન શેર સંખ્યા 35, રીટેઈલ માટે રીઝર્વેશન 35 ટકા ઈસ્યુ સાઈઝ 520 કરોડ
4) ક્રિષ્ના ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝ લીમીટેડ: ઈસ્યુ ખુલશે 16 જુને બંધ થશે 18 જુને પ્રાઈઝ બેન્ડ 815 થી 825, મીનીમમ શેરની સંખ્યા 18, મીનીમમ એપ્લીકેશન રૂા.14850 રીટેઈલ માટે 10ટકા રીઝર્વેશન
ભારતના વોરેને બફેટ એવા રાકેશ ઝુનઝુનવાલા શું કહે છે?
વિશ્ર્વમાં સૌથી મોટા ઈન્વેસ્ટર તરીકે વોરેન બફેટનું નામ લેવામાં આવે છે.ભારતમાં આ બિરૂદ રાકેશ ઝુનઝુનવાલાને મળ્યુ છે.Stock Market ની વર્તમાન તેજી વિશે તેઓએ એવો સુર દર્શાવ્યો છે કે આ તો હજુ શરૂઆત છે અત્યાર સુધીની સૌથી મોટી ઐતિહાસીક તેજી નજીક જ છે કેટલાંક નિષ્ણાંતો એવુ માને છે કે સાત મહિનાની અભૂતપૂર્વ તેજીનો તબકકો કદાચ તેજીનું માનસ ધરાવતાં તેજી ગ્રુપનાં મોટા લોકોએ વિચાર પણ નહી કર્યો હોય તેવો હશે અને Stock Market નાં ઈતિહાસમાં કાયમી ધોરણે સુવર્ણાક્ષરે લખાશે.
1992, 2000 તથા 2007ના વર્ષોની તેજીમાં શું થયુ હતું?
ભારતીય Stock Market એ અત્યાર સુધીના ઈતિહાસમાં તેજીના અનેક તબકકા નિહાળ્યા છે છતાં ઈતિહાસના પાને લખાયેલા તેજીના આ તબકકા 1992, 2000 તથા 2007ના વર્ષના મુખ્ય છે. 2000ના વર્ષમાં ટેકનોલોજી શેરોમાં અસામાન્ય તેજી હતી અને તેના જોરે જ Market વધ્યુ હતું. અમેરિકાનો ટેકનોલોજી શેરો આધારીત નાસ્ડેક ઈન્ડેકસ 1999 ઓકટોબરથી માર્ચ 2000ના છ માસના ગાળામાં અભૂતપૂર્વ 70 ટકા વધ્યો હતો. ભારતમાં આ તેજી કેતન પારેખના નામે ઓળખાઈ હતી. જો કે, પછી ‘કડડભૂસ’ થઈ હતી. 1992ની તેજી હર્ષદ મહેતાના નામે ઓળખાઈ હતી અને તેનો અંત પણ કૌભાંડથી જ આવ્યો હતો. 2007 ઓકટોબરથી 2008 જાન્યુઆરીમાં પણ ભારતીય ઈન્ડેકસ 40 ટકા ઉછળ્યો હતો ત્યારે વૈશ્ર્વિક આર્થિક કટોકટીએ પછી તેનો અંત સર્જયો હતો.