ગુજરાત વિધાનસભાની 2022માં Election આવી રહી છે, ત્યારે અત્યારથી જ Patidar સમાજ સક્રિય થયો છે. Election પહેલા રાજકોટના કાગવડ ખાતે ખોડલધામમાં લેઉવા-કડવા Patidar એક મંચ પર આવ્યા છે. જ્યાં સમાજથી માંડીને રાજકારણ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ છે. અત્યાર સુધી લેઉવા અને કડવા પાટીદાર લખાતુ હતું. પરંતુ હવે પાટીદાર સમાજની કોઈપણ બેઠકમાં માત્ર Patidar બેઠક શબ્દ જ લખાશે તેવો નિર્ણય લેવાયો છે.
વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની Election આવી રહી છે. ત્યારે કાગવડના ખોડલધામમાં કડવા-લેઉઆ પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળતા રાજકીય ગરમાવો આવ્યો છે. પાંચ મહિનામાં બીજી વખત લેઉઆ-કડવા પાટીદાર એક મંચ પર આવ્યા છે.
Patidarની આ બેઠકથી ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલ પાથલ થવાના એંધાણ છે. આ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો કે હવે Patidar સમાજની કોઈપણ બેઠકમાં માત્ર Patidar બેઠક શબ્દ જ લખાશે. કડવા કે લેઉવાનો ઉલ્લેખ નહીં કરાય..
વિશ્વભરમાં પથરાયેલી પાટીદારની વિવિધ સંસ્થાને એક કરવા માટે આ બેઠકમાં ચર્ચા થઈ. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે 2022ની Election જીત્યા બાદ પાટીદાર મુખ્યપ્રધાન બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે. તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે.
ગુજરાતમાં પાટીદાર પાવરની વાત કરીએ તો રાજ્યની વસતી પૈકી 15 ટકા પાટીદાર છે. હાલ નાયબ મુખ્યમંત્રી સહિત સાત મંત્રીઓ છે. તો કુલ 44 પાટીદાર ધારાસભ્યો છે. કુલ 9 સાંસદો છે. જેમાં 6 લોકસભામાં અને 3 રાજ્યસભામાં છે. 35થી વધુ આઈએએશ સહિત વહીવટી તંત્રમાં ઉચ્ચ અધિકારીઓ છે. તો 40થી વધુ આઈપીએસ સહિત પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ છે. આ બેઠકમાં પાટીદાર સમાજના અધિકારો અને સમાજને વધુમાં વધુ પ્રભુત્વ મળે તેવા પ્રયાસો પર ભાર મુકાયો હતો.
Patidar પાવર / ગુજરાતમાં Election પહેલા જ રાજકીય કોલ્ડવૉરની શરૂઆત