ત્રણ જૂગાર મહિલા સંચાલીત હતાં: ડીસીબી, એ-ડિવીઝન, યુનિવર્સિટી, માલવીયાનગર અને થોરાળા પોલીસના કણકોટ રોડ ઇસ્કોન એમ્બીટો ફલેટમાં, મનહરપુર-૨માં, મોચીબજાર, નવલનગર અને વાલ્મિકીવાસ થોરાળામાં Raid : ૭૯૪૭૦ની રોકડ કબ્જે
શ્રાવણીયા જૂગારમાં પુરૂષ સાથે મહિલાઓ પણ પકડાઇ રહી છે. પોલીસે અલગ અલગ પાંચ દરોડામાં જૂગાર રમતાં ૨૨ મહિલા સહિત ૩૭ને પકડી લઇ રૂ. ૭૯૪૭૦ની રોકડ કબ્જે કરી હતી. આ ચારેય જૂગારધામો પૈકી ત્રણ મહિલા સંચાલીત હતાં. જેમાં ડીસીબીએ કણકોટ રોડ પર ઇસ્કોન એમ્બીટો ફલેટમાં Raid પાડી નવ મહિલાને, યુનિવર્સિટી પોલીસે મનહરપુરમાં Raid પાડી સાત મહિલાને, એ-ડિવીઝન પોલીસે મોચીબજારમાં Raid પાડી ચાર મહિલા સહિત સાતને પકડ્યા હતાં. માલવીયાનગર પોલીસે પાંચ પુરૂષોને પકડી પાડ્યા હતાં. જ્યારે થોરાળા પોલીસે થોરાળા વાલ્મિકીવાસમાં Raid પાડી બે મહિલા સહિત આઠને પકડ્યા હતાં.
શ્રાવણમાં Banana ખાતા પહેલા સાવધાન, Godaun માંથી મળી આવ્યા ફળ પકવવાના ઝેરી કેમિકલ
ડીસીબીનો કણકોટ રોડ ઇસ્કોન એમ્બીટોમાં કૃપાલીબેન સાપરીયાના ફલેટમાં Raid
ડીસીબીની ટીમે કણકોટ રોડ પર શ્યામલ ઉપવનની બાજુમાં ઇસ્કોન એમ્બીટો બી-વિંગ ફલેટ નં. ૧૨૦૩માં રહેતાં કૃપાલીબેન વંદનભાઇ સાપરીયાના ઘરમાં Raid પાડી તેને તથા હીનાબેન અશોકભાઇ છત્રાળા (રહે. કસ્તુરી એવીયરી ફલેટ બી-૪૦૧ જીવરાજ પાર્ક), ચંદ્રીકાબેન કિરીટભાઇ ટાંક (રહે. કણકોટ રોડ એમ્બીટો વીંગ જી ફલેટ ૪૦૪), શોભનાબેન જીતેનદ્રભાઇ ભુત (રહે. શ્યામ ઉપવન પાસે એમ્બીટો વીંગ બી ફલેટ ૧૨૦૪), ક્રિષ્નાબેન સોહમભાઇ મવકાણા (રહે. એમ્બીટો વીંગ બી ફલેટ ૮૦૪, સંગીતાબેન વૃજલાલ મકવાણા (રહે. એમ્બીટો વીંગ બી ફલેટ ૮૦૪), સુનિતાબેન ઉર્ફ સુમીબેન હસમુખભાઇ વેકરીયા (રહે. એવીયરી ફલેટ એફ-૧૦૦૨), ખુશ્બુબેન અમિતભાઇ મકવાણા (રહે. એમ્બીટો વીંગ બી ફલેટ નં. ૧૨૦૨) તથા ગીતાબેન નરેન્દ્રભાઇ ભીમાણી (રહે. શ્યામલ ઉપવન વીંગ-એ ફલેટ ન. ૧૨૦૨)ને તિનપત્તનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૩૦૩૯૦ રોકડા કબ્જે કર્યા હતાં.
પોતાના ફલેટમાં જૂગાર રમવાની વ્યવસ્થા કરી આપનાર કૃપાલીબેન અમદાવાદ નિકોલ આર્યમાન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૪માં સાસરૂ ધરાવે છે. હાલ માવતરે આવી હોઇ અહિ તેણે બહારથી બીજી મહિલાઓ બોલાવી નાલ કાઢી જૂગાર રમાડવાનું શરૂ કર્યુ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, અમિતભાઇ અગ્રાવત, મયુરભાઇ પટેલ, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા, ગાયત્રીબા ગોહિલ સહિતની ટીમે નગીનભાઇ ડાંગર અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી આ Raid પાડ્યો હતો.
વિભુતીબેન ગોહેલના ઘરમાં યુનિવર્સિટી પોલીસનો Raid
જ્યારે યુનિવર્સિટી પોલીસે જામનગર રોડ મનહરપુર-૧માં ઇટોના ભઠ્ઠા સામે આવેલા વિભુતીબેન જયેશભાઇ ગોહેલના મકાનમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી Raid પાડી તેને તથા મણીબેન ભુરાભાઇ ઘેડીયા, ચંપાબેન મોહનભાઇ સવનીયા, દિવાળીબેન કાનજીભાઇ શીંગડીયા, ચેતનાબેન ઉર્ફ ચંપાબેન અશોકભાઇ સવનીયા, ગીતાબેન કેશુભાઇ ધોકીયા તથા સામતભાઇ જેઠાભાઇ વસરા (રહે. બધા મનહરપુર-૧) તેમજ તેજલબેન દિપકભાઇ ચોૈહાણ (રહે. માધાપર બસ સ્ટોપ એચડીએફસી બેંક પાસે)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૦૬૫૦ની રોકડ કબ્જે કરી હતી. તેમજ સોશિયલ ડિસ્ટન્સ ભંગનો અલગથી ગુનો દાખલ કર્યો હતો.
હરપાલસિંહ જાડેજા અને જયંતિગીરી ગોસ્વામીની બાતમી પરથી પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, યુવરાજસિંહ ઝાલા, રાવતભાઇ ડાંગર, સહદેવસિંહ જોજા, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતે આ Raid પાડ્યો હતો.
નીશાબેન સોલંકીના ઘરમાં એ-ડિવીઝન પોલીસનો Raid
એ-ડિવીઝન પોલીસે મોચીબજાર ખાડામાં જુની લોધાવાડ-૩માં રહેતાં નીશાબેન બાબુભાઇ સોલંકી પોતાના ઘરમાં જૂગાર રમાડતાં હોવાની માહિતી પરથી Raid પાડી તેને તથા અનસોયાબેન રણજીતભાઇ ધોળકીયા, ધનીબેન મહેન્દ્રભાઇ શરખેજીયા,મિતેશ રાજેશભાઇ ગોહેલ, સંજય ઉર્ફ મુન્નો મહેન્દ્રભાઇ ગોહેલ (રહે. બધા મોચીબજાર) તથા દયાબેન કાંતિભાઇ લીબર (રહે. રેલનગર ઘનશ્યામ બંગલો સામે)ને જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૫૪૦૦ની રોકડ કબ્જે લીધી હતી.
એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ સી. જે. જોષીની રાહબરીમાં એએસઆઇ બી. વી. ગોહિલ, રામભાઇ વાંક, મૌલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, સાગરદાન ગઢવી, જયરાજસિંહ કોટીલા, મેરૂભાઇ ઝાલા, કોન્સ. અર્ચનાબેન કુબાવત સહિતે આ Raid પાડ્યો હતો.
નામચીન રોહિત ઉર્ફ બાડાના ઘરમાં માલવીયાનગર પોલીસનો Raid
નવલનગર-૯ કૈલાસનગર-૨માં રહેતાં રામજી ઉર્ફ રોહિત ઉર્ફ બાડો પ્રકાશભાઇ સોલંકીના ઘરમાં પાડી તેને તથા પ્રકાશ ધીરૂભાઇ મિયાત્રા (રહે. શ્રીનાથજી સોસાયટી-૧), કૃષ્ણદેવસિંહ કિશોરસિંહ ગોહિલ (રહે. ટપુભવાન પ્લોટ), વિજય હીરાભાઇ ડુમોલીયા (રહે. અમરનાથ મેઇન રોડ) અને કુમાર છોટુભાઇ મારૂ (રહે. ગોપાલનગર-૯/૧૪)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૦૩૫૦ રોકડા અને ગંજીપાના કબ્જે કર્યા હતાં.
પકડાયેલા પૈકીનો રામજી ઉર્ફ રોહિત ઉર્ફ બાડો રીઢો ગુનેગાર છે. તે બળજબરી, દારૂ, મારામારી, આર્મ્સ એકટ સહિતના ૧૦ ગુનામાં અને પ્રકાશ મિંયાત્રા ધમકી સહિત ત્રણ ગુનામાં અગાઉ પકડાઇ ચુકયાનું પોલીસે કહ્યું હતું. માલવીયાનગરના કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ભાવેશભાઇ ગઢવીની બાતમી પરથી પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ ઝાલા, દિગ્પાલસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, કુલદીપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.
થોરાળા પોલીસનો સંજય પરમારના મકાનમાં Raid
થોરાળા પોલીસે બાતમી પરથી નવા થોરાળા-૨ વિહોત કૃપા મકવાણા પાનની બાજુમાં કસ્તુરબા વાલ્મિકીવાસમાં રહેતાં સફાઇ કામદાર સંજય ગોવિંદભાઇ પરમારના ઘરમાં Raid પાડી તેને તથા થોરાળાના કાળુ નાથાભાઇ વાઘેલા, રેલનગર શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપના રાજ ઉર્ફ રાજકુમાર દિલીપભાઇ શીંગાળા, સુરજ દિલીપભાઇ શીંગાળા, કિરણ રામજીભાઇ વાઘેલા, નવા થોરાળા વાલ્મિકીવાસના ઉમેશ રામજીભાઇ રાઠોડ , વિજ્યાબેન રાજેશભાઇ ડાભી અને સંગીતાબેન સંજયભાઇ પરમારને જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૧૨૬૮૦ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં. રાત્રીનો સમય હોઇ બંને મહિલાની અટકાયત બાકી રાખવામાં આવી હતી. પીઆઇ બી. એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ જી. એસ. ગઢવી, વિજયભાઇ મેતા, નરસંગભાઇ, કિરણભાઇ પરમાર સહિતની ટીમે આ Raid પાડ્યો હતો.