રાજકોટમાં ABVP ના આગેવાનો દ્વારા નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશની સેવા કરાઇ શરૂ, 5 દિવસમાં 47 થી વધુ ઘર કર્યા સેનેટાઇઝ
કોરોનાની ઘાતક બીજી લહેરમાં સતત વધતા સંક્રમણને કારણે હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા લોકો હોમ આયસોલેટ થઇ સારવાર લઇ રહ્યા છે ત્યારે સંક્રમણ વધુ આગળ ન વધે અને ઘરમાં અન્ય કોઇને ફરી સંક્રમણ ન લાગે તે માટે રાજકોટમાં AVBPના કાર્યકર્તાઓ દ્વારા શહેરમાં નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશનની કરવાની સેવા શરૂ કરવામાં આવી છે. જેનો મોટા પ્રમાણમાં રાજકોટવાસીઓ લાભ લઇ અને પોતાના ઘરને સેનેટાઈઝેશન કરાવી રહ્યા છે. ABVP દ્વારા છેલ્લા 5 દિવસથી શહેરમાં નિઃશુલ્ક હોમ સેનેટાઇઝ સેવા કરવામાં આવી રહી છે.
દેશમાં કોરોના નામની મહામારીને નાથવા માટે અનેક સામાજિક સંસ્થાઓ નિઃશુલ્ક સેવાઓ આપી રહી છે. જેમાં ઓક્સિજન, મેડીકલ સેવા, નિઃશુલ્ક ભોજન સહિતની સેવાઓ આપવામાં આવી રહી છે. એવામાં રાજકોટ AVBP દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં નિઃશુલ્ક હોમ સેનેટાઈઝેશન કરવાની સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા છેલ્લા 5 દિવસથી શરૂ કરાઇ છે. જેમાં અત્યાર સુધીમાં 47થી વધુ ઘરોને નિઃશુલ્ક સેનેટાઈઝેશન કરવામાં આવ્યા છે. આ સુવિધાનો રાજકોટવાસીઓ પણ મોટા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે.
સેવા શરૂ કર્યાના પ્રથમ દિવસથી જ રોજ બરોજ 15 થી 20 જેટલા ફોન શહેરી વિસ્તારમાંથી આવી રહ્યા છે.
AVBP દ્વારા આ સેવા માટે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે તેમના પર લોકો ફોન કરી સેવાનો લાભ લઇ રહ્યા છે. જે માટેના નંબર છે. 90169 91495 , 87340 11250