માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્નીનો 27 વર્ષના લગ્ન જીવન નો અંત આવી ગયો છે. બંને એ છૂટાછેડા લેવાનો નિર્ણય લઇ લીધો છે. એક નિવેદન બહાર પાડતા બિલ અને મેલિન્ડા એ કહ્યું કે અમે અમારા લગ્ન ને ખતમ કરવાનો નીર્ણય લઇ લીધો છે. એ પણ કહ્યું ક અમે જીવન ના અવ વળાંક પર આવી ગયા છીએ કે હવે અમે એકસાથે આગળ વધી શકીએ એમ નથી.
ટ્વીટ કરી ને કહ્યું હતું કે અમે અમારા સંબંધ પર ખુબ વિચાર કર્યો. અને અંતે અમે આ સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુકવાનું નક્કી કર્યું છે. હવે અમે બંને અલગ અલગ પોતાની પ્રાઈવસી ઈચ્છીએ છીએ અને જીવન નવા તબક્કા થી જ શરુ કરવા માંગીએ છીએ.
આ રીતે મુલાકાત થઇ
ડિવોર્સ પછી બંને ના આર્થિક સંબંધ કેવા રહેશે, આ અંગે ની વધુ જાણકારી સામે આવી નથી. તમને જણાવવાનું કે બંને પરોપકારી કાર્યમાં લાગેલી સંસ્થા બિલ અને મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. આને વર્ષ ૨૦૦૦ માં લોન્ચ કરાય હતી. બિલ અને મલિન્ડાની મુલાકાત ૧૯૮૭ માં માઈક્રોસોફ્ટમાં થઈ હતી. મેલિન્ડાએ પ્રોડક્ટ મેનેજર તરીકે કંપની જોઈન કરી હતી. બંને વચ્ચે એક બિઝનેસ ડિનરના અવસરે વાતચીત થઈ અને પછી વાત આગળ વધતી ગઈ.
બિલ ગેટ્સ નું રસી પર આપેલું વિવાદિત નિવેદન
થોડા દિવસો પેહલા સ્કાય ન્યુઝ ને આપેલા એક ઈન્ટરવ્યુમાં બિલ ગેટ્સને પૂછવામાં આવ્યું કે શું ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોને બદલવો શક્ય બનશે, જેનાથી કોવિડ રસીનો ફોર્મ્યુલા શેર કરવામાં સક્ષમ થઈ શકાય. જેના રીપ્લાય માં બિલ ગેટ્સ એ નિવેદન આપ્યું હતું કે
ભારત સહીત વિકાસશીલ દેશો સાથે રસી ની ફોર્મ્યુલા શેર ના કરવી જોઈએ.
દુનિયા માં રસી બનવતી ઘણી બધી કંપની છે પરંતુ લોકો તેની સુરક્ષા ને લઇ ને ગંભીર છે.તો પણ દવા ની ફોર્મ્યુલા શેર કરવી જ ના જોઈએ. અમેરિકાની જોન્સન એન્ડ જોન્સનની ફેકટરી અને ભારતની ફેકટરીમાં અંતર હોય છે. રસી બનાવે છે તે આપણે આપણા પૈસા અને આપણી વિષેશજ્ઞતા થી બનાવીએ છીએ.