અમદાવાદમાં પાલડી ખાતે આવેલા ABVP કાર્યાલય પર દરરોજના 100 વ્યક્તિના, માત્ર 100 રૂપિયા રજિસ્ટ્રેશન ફી સાથે RTPCR ટેસ્ટ કરાવી આપવામાં આવશે. નેસનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન અને જન્મ શતાબ્દી સેવા સમિતિના સહયોગથી RT-PCR ટેસ્ટ કરાશે.
કોરોના વાયરસ થી વધુ લોકો સંક્રમિત થવાના કરને હવે વધુ લોકો એ પોતાનો રિપોર્ટ કઢાવવાનું શરુ કર્યું છે. કોર્પોરેસોન દ્વારા કરવામાં આવેલી ટેસ્ટીંગની પ્રક્રિયા વિના મુલ્યે કરવામાં આવે છે પણ RT-PCR રિપોર્ટ માટે વધુ સમય રાહ જોવી પડે છે. અને અત્યારે તો ખાનગી લેબ અને હોસ્પિટલ માં પણ ૭૦૦ રૂપિયા માં RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે પરંતુ હવે તો ABVP દ્વારા આવતી કાલ મંગળવાર થી ૧૦૦ રૂપિયા ના રજિસ્ટ્રેશન ફી સાથે RTPCR ટેસ્ટ કરાવી આપવામાં આવશે.
વિદ્યાર્થી સંગઠન RT-PCR કરાવવા આગળ આવ્યું
કોરોના ને લીધે હવે ABVP પણ મેદાને ઉતર્યું છે. સરકારી હોસ્પિટલો માં RT-PCR ટેસ્ટ કરાવવા માટે લાંબી રાહ જોવી પડે છે.ત્યારે ખાનગી લેબ માં આ જ રિપોર્ટ ૭૦૦ રૂપિયા માં થાય છે તેના કરને કેટલાક જરૂરિયાતમંદ લોકો આ રિપોર્ટ કરવી સકતા નથી. તેથી જ આવતી કાલ થી ABVPના કાર્યાલય પર RT-PCR ટેસ્ટ કરવી આપવામાં આવશે. ટેસ્ટ કરવા આવનાર વ્યક્તિ એ માત્ર ૧૦૦ રૂપિયા આપી ને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ આ ટેસ્ટ થાય છે અને સમય બચાવવા માટે આ રિપોર્ટ મોબાઈલ નંબર પર જ મોકલી આપવામાં આવે છે.
વિશાલ ખટીકે જણાવ્યું છે કે હાલ માં કોરોના ની આ મહામારી વચ્ચે લોકો ની આર્થિક પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી ને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રતિદિન ૧૦૦ વ્યક્તિ ના ટેસ્ટ કરવામાં આવશે જેના માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રિપોર્ટ કરાવ્યા બાદ તમારે ત્યાં રાહ જોવાના બદલે તમારા મોબાઈલ નંબર પર જ રિપોર્ટ મોકલી આપવામાં આવશે.
હેલ્પલાઈન નંબર:
ABVP એ પોતાના હેલ્પલાઇન નંબર પણ આપ્યા છે. RT-PCR માટે સવારે ૮ થી બપોર ના ૧ વાગ્યા સુધી ૮૧૬૦૬૫૪૪૭૧ પર સંપર્ક કરી ને પાલડી ખાતે શ્રીલેખા ભુવન , ખોડીયાર માતા ના મંદિર પાસે પાલડી ગામે RT-PCR ટેસ્ટ કરવા જવાનું થશે. સાથે આધાર કાર્ડ ની ઝેરોક્ષ લઇ ને જવાનું રહેશે.