ગુજરાત રાજ્ય માં 5 મે સુધી 29 શહેરોમાં રાત્રી કર્ફ્યુ અને બીજા અનેક નિયંત્રણો રાખવામાં આવ્યા છે. જ્યારે અદાલતોથી લઈને , ડોક્ટરો અને સામાન્ય જનતા પણ લોકડાઉનની માંગ કરી રહી છે. આ સંજોગોમાં ગુજરાતમાં કોરોનાની ચેન ઝડપથી તોડવા અને ઉભી થયેલી મેડિકલ ઇમરજન્સી દૂર કરવા 5મે થી એક અઠવાડિયા માટે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન લાગી શકે છે. તેના માટેની સરકાર ની ગંભીર વિચારણા પણ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.
અત્યાર ની પરિસ્થિતિ ને પોહચી વાળવા અને મેડિકલ ઈમરજન્સી હળવી કરવા લોકડાઉન એક જ રામબાણ ઈલાજ લાગી રહ્યો છે.
બીજા રાજ્યો તથા ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવા, ઇન્જેક્શનની અછત જેવી મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે.
ગુજરાત ના 29 શહેરોમાં રાત્રિ કર્ફયુ સહિતના નિયંત્રણ મુક્યા હોવા છતાં પણ કેસમાં કોઈ જાજો ઘટાડો જોવા નથી મળી રહ્યો છે, અને મોતના આંકડા તો દરરોજ 150થી વધુ આવી રહ્યા છે.
વિવિધ શહેર ની બધી હોસ્પિટલોમાં બેડની અછત થઈ રહી છે અને પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બનતી જાય છે, આ સમયે ગુજરાત હાઇકોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રની કોવિડ ટાસ્ક ફોર્સે પણ લોકડાઉન કરવાની સરકારને ભલામણો કરી છે, ત્યારે હવે ગુજરાતમાં દિનપ્રતિદિન બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને એકમાત્ર વિકલ્પ લોકડાઉન કરીને ઝડપથી કોરોનાની ચેન તોડી ગુજરાતમાં કોરોનાને કાબુમાં લાવવો પડશે.
શહેર માં જ નહિ પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણ બેફામ બની ફરી રહ્યા છે.
5 મે પછી ગુજરાત રાજ્ય માં રાત્રિ કર્ફયુ લંબાવવાને બદલે લોકડાઉન આવી શકે છે, કેમકે શહેરોની સાથે ગામડાઓમાં પણ કોરોનાના કેસો જેટ ગતિએ વધી રહ્યા છે. જેનું કારણ એવું પણ છે કે, લોકડાઉન ના હોવાથી જનતા બેફામ બની શહેરમાં તો ઠીક ગામડા સુધી પહોંચવા લાગી છે અને ગુજરાતમાં સુપર સ્પ્રેડર વધી રહ્યા છે.
ગુજરાતમાં લોકડાઉનની શક્યતા માટે એક એવું પણ કારણ જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં ભાજપના નેતાઓને દરેક વિસ્તારમાં ભોજનની વ્યવસ્થા કરવાથી લઈને ગરીબોને મદદ કરવા માટેની સૂચના આપવામાં આવી છે, જેથી લોકડાઉન આવે તો પણ ગરીબોને અનાજ અને જમવાની વ્યવસ્થા થઈ શકે.
લોકડાઉન અંગે કેન્દ્ર નિર્ણય લઈ શકે
અત્યારે આખા દેશમાં અંદાજે સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. જયારે આ આંકડા ઓને બીજા 50 દેશ સાથે સરખાવી આ તો એ 50 દેશો ના એક દિવસમાં મળેલા કેસો કરતા વધારે છે.
આ જોઈને ઝડપી ફેલાઈ રહેલા સંક્રમણની ચેનને તોડવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી છે. આ સભ્યોમાં એઈમ્સ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો સમાવેશ થાય છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર સોમવારે નિર્ણય લઈ શકે છે. ICMR એ અપીલ કરતા જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેરની પીક આવવાની બાકી છે. સંસ્થા કહે છે કે આવી પરિસ્થિતિમાં સંક્રમણની ચેનને તોડવા માટે બે અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન આવશ્યક છે.