દેશમાં કોરોના મહામારી સામે લડવા માટે ચાલી રહેલા રસીકરણ અભિયાન વચ્ચે કોરોના વેક્સિન પર કેન્દ્રની મોદી સરકાર અચાનક પાણીમાં બેસી ગઈ છે. સરકારે યુ-ટર્ન લઈ લીધો છે. મેમાં જ્યારે દેશભરમાં વેક્સિનની કમીની વાત સામે આવી હતી, ત્યારે સરકારે દાવો કર્યો હતો કે, 31 ડિસેમ્બર સુધીમાં દેશમાં 216 કરોડથી વધારે Dose મળી જશે. જો કે હવે સુપ્રીમ કોર્ટમાં આપેલા એફિડેવિટમાં કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે, ડિસેમ્બર સુધીમાં ફક્ત 135 કરોડ Dose જ મળશે. એટલે કે એક મહિનામાં જ કેન્દ્ર સરકારે આ વર્ષ સુધીમાં મળનારી વેક્સિનમાં 81 કરોડ Dose ઘટાડી દીધા છે.
13 મેના રોજ કેન્દ્ર સરાકરે કહ્યુ હતું કે, તેમને ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે 8 વેક્સિનની 216 કરોડથી વધારે Dose મળવાની આશા છે. પમ હવે સરકારે કહ્યુ છે કે, ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે 135 કરોડ Dose જ મળવાની સંભાવના છે. કેન્દ્રએ તો એવુ પણ કહ્યુ છે કે, દેશમાં 8 વેક્સિન ઉપલબ્ધ થશે. જો કે, હવે 5 મળશે તેવી વાત કહી છે.
13 મેના રોજ સરકારે આ વેક્સિન વિશે જણાવ્યુ હતું.
કોવિશીલ્ડ– 75 કરોડ
કોવિક્સિન- 55 કરોડ
બાયોલોજિકલ ઈ- 30 કરોડ
ઝાયડસ કૈડિલા– 5 કરોડ
નોવાવૈક્સ- 20 કરોડ
ભારત બાયોટેક નેઝલ વૈક્સિન- 10 કરોડ
જિનોવા બાયોફાર્મા– 6 કરોડ
સ્પુતનિક વી- 15.6 કરોડ
કુલ- 216.6 કરોડ
કોરોનાની વેક્સિન લીધા બાદ કોઈ ગંભીર આડઅસર થાય તો વળતર મળે ??
પણ હવે શનિવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં કેન્દ્રએ જણાવ્યુ છે કે, ઓગસ્ટથી ડિસેમ્બર 2021ની વચ્ચે કોરોના વેક્સિનની 135 કરોડ Dose જ દેશને મળવાના છે. જો કે, કેન્દ્રએ એવુ પણ કહ્યુ છે કે, 31 ડિસેમ્બર 2021 સુધી ટોટલ વેક્સિનેશન કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આપેલા સોગંદનામામાં ડિસેમ્બર સુધી 5 વેક્સિન આવવાની આશા વ્યક્ત કરી છે. જ્યારે મેમાં 8 વેક્સિન આવવાની આશા હતી.
26 જૂને સુપ્રીમ કોર્ટમાં સરકારે હકીકત સ્વિકારી
કોવિશીલ્ડ- 50 કરોડ
કોવેક્સિન- 40 કરોડ
બાયોલોજિકલ ઈ- 30 કરોડ
ઝાયડસ કૈડિલા- 5 કરોડ
સ્પુતનિક વી- 10 કરોડ
કુલ – 135 કરોડ
સરકારે કોર્ટને કહ્યું, “દેશમાં 18 વર્ષથી ઉપરની વસ્તી લગભગ 93 થી 94 કરોડ છે. આવી સ્થિતિમાં, રસીના બંને Doseનું વહીવટ કરવા માટે આ વસ્તીને 186 થી 188 કરોડ Dose ની જરૂર પડશે. આમાંથી 1 જુલાઇના રોજ 51. 6 કરોડ Dose રાજ્યોને આપવામાં આવશે. 2021 સુધીમાં રાજ્યોને આપવામાં આવશે. ત્યારબાદ સમગ્ર વસ્તીને રસી આપવા માટે માત્ર 135 કરોડ Dose ની જરૂર પડશે. તે જ સમયે, બાળકોને રસી આપવાની સ્થિતિ અંગે, કેન્દ્રએ સોગંદનામામાં જણાવ્યું છે કે ભારતના ડ્રગ નિયમનકારે 12 મેના રોજ ભારત બાયોટેકને તેની રસી, કોવાકસીન, ની વયના સહભાગીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવા મંજૂરી આપી હતી. બે થી 18 વર્ષના ટ્રાયલ માટે નોંધણી શરૂ થઈ ચૂકી છે.