India માં કોરોના વેક્સિન લગાવ્યા બાદ કોઈનું મૃત્યુ થઈ જાય છે તો શું તેને કોઈ વળતર મળે છે ??
આ પ્રશ્ન ફાઇઝર અને મોડર્નાએ રાખેલી ઇન્ડેમ્નિટી માટે રાખેલી શરતો બાદ સામે આવ્યો છે. India માં ફાઇઝરની વેક્સિન ક્યારે મળશે એ પ્રશ્નનો જવાબ એક પોઇન્ટ પર અટક્યો છે.
ફાઇઝર અને મોડર્નાએ શરત રાખી છે કે ઇન્ડેમ્નિટી મળશે તો જ અમે mRNA વેક્સિન India મોકલીશું. આ ઇન્ડેમ્નિટી વેક્સિન કંપનીઓને તમામ પ્રકારની કાયદાકીય જવાબદેહીથી મુક્ત રાખે છે. જો ભવિષ્યમાં વેક્સિનના કારણે કોઈ ગરબડ થાય છે તો આ કંપનીઓથી વળતર ના માંગી શકાય.
ફાઇઝર-મોડર્નાની દેખાદેખીમાં કોવિશીલ્ડ બનાવી રહેલી પુણેની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયાએ પણ ઇન્ડેમ્નિટીની વાત શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે મોડર્ના અને ફાઇઝરની શરત ફક્ત India માટે નથી. અમેરિકા, યુકે સહિત મોટાભાગના દેશોમાં કંપનીઓને લીગલ ઇન્ડેમ્નિટી મળેલી છે. અત્યારે India સરકાર અને ફાઇઝરની વાતચીત સામે નથી આવી. ફાઇઝર સહિત અન્ય વેક્સિન કંપનીઓની સાથે સરકારની ડીલમાં ગોપનીયતાનો ક્લોઝ રહે છે.
આ પ્રશ્ન પર નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે કહ્યું છે કે, ફાઇઝર જુલાઈમાં India ને mRNA કોવિડ-19 વેક્સિન ઉપલબ્ધ કરાવી શકે છે, પરંતુ સરકાર અત્યારે પણ ગંભીર સાઇડ ઇફેક્ટ પર કેસથી રાહત એટલે કે ઇન્ડેમ્નિટીના ફાઇઝરના અનુરોધ પર વિચાર કરી રહી છે. અત્યાર સુધી આના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ઑક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી પ્રમાણે ઇન્ડેમ્નિટી એટલે ડેમેજ અથવા નુકસાનની વિરુદ્ધ કાયદાકીય પ્રોટેક્શન. ખાસ કરીને જો કોઈ નુકસાન વળતરની જવાબદેહી બનાવે છે. ઇન્ડેમ્નિટી એક પ્રકારનો કરાર છે, જેનાથી કંપનીઓને કાનૂની સુરક્ષા મળે છે.
જો ફાઇઝરને ઇન્ડેમ્નિટી મળી જાય છે તો વેક્સિન લાગ્યા બાદ ગંભીર સાઇડ ઇફેક્ટ અથવા મોત થવા પર કંપનીની કોઈ જવાબદેહી નહીં થાય. તેની વિરુદ્ધ કાયદાકીય રીતે કેસ દાખલ નહીં કરી શકાય. સારી વાત એ છે કે India માં 30 કરોડ લોકોથી વધારે લોકોને ડોઝ લાગી ગયા છે અને મોત ફક્ત એક થયું છે. આપણા ત્યાં વેક્સિન લાગ્યા બાદ જે ગંભીર સાઇડ ઇફેક્ટ્સના કેસ આવ્યા છે તે પણ 30 હજાર એટલે કે 0.01 ટકાથી વધારે નથી. આ આધાર પર કહી શકીએ છીએ કે ડરવાની કોઈ જરૂર નથી.
કોરોનાથી પણ મહાભયંકર ૩૦ Virus, ભવિષ્યમાં લાવશે ભયંકર મહામારી
આ મામલે કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ છે. India ના ડ્રગ કાયદામાં કોઈ પણ દવા અથવા વેક્સિનને અપ્રુવલ આપતા સમયે કાયદાકીય સુરક્ષા અથવા ઇન્ડેમ્નિટી આપવાની જોગવાઈ છે. જો કોઈ દવા અથવા વેક્સિનને ઇન્ડેમ્નિટી આપવામાં આવે છે તો જવાબદેહી સરકારની બની જશે. સરકાર અને સપ્લાયરની વચ્ચે થનારા કોન્ટ્રાક્ટના ક્લોઝમાં આનો ઉલ્લેખ થશે.
ભરતીય ડ્રગ રેગ્યુલેટરે અત્યાર સુધી અપ્રુવ કરેલી ત્રણેય વેક્સિન- કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પુતનિક-V માટે કંપનીઓને ઇન્ડેમ્નિટી નથી આપી. આપણે ત્યાં ક્લિનિકલ ટ્રાયલના નિયમો સ્પષ્ટ છે. ટ્રાયલ્સ દરમિયાન કોઈ વોલિયન્ટરનું મોત થઈ જાય છે અથવા તેને ગંભીર ઈજા પહોંચે છે તો વળતર મળે છે. આ અલગ અલગ દવા અને વેક્સિનથી થનારા નુકસાનના આધાર પર નક્કી થાય છે.
પરંતુ જ્યારે વેક્સિન અથવા દવા કૉમર્શિયલ યુઝ માટે અપ્રુવ થાય છે તો ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટમાં વળતરની જોગવાઈ નથી. જો કોઈને કોઈ મુશ્કેલી આવે છે તો તે વળતર માટે કન્ઝ્યુમર ફોરમ અથવા હાઈકોર્ટમાં કેસ દાખલ કરી શકે છે. ત્યારે કન્ઝ્યુમર ફોરમ અથવા હાઈકોર્ટ જ વળતરની રકમ નક્કી કરે છે. જે દરેક સ્થિતિમાં અલગ હોઈ શકે છે. આ ઉપરાંત ડ્રગ રેગ્યુલેટર પણ વેક્સિનના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટના કોઈ નિયમનું ઉલ્લંઘન થવા પર એક્શન લઈ શકે છે.