દેશમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કોવિડ વેક્સિનેશનનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં હાલ મોટા ભાગના લોકોને Covishield વેક્સિન આપવામાં આવી રહી છે પરંતુ તેના સાથે સંકળાયેલા એક સમાચારના કારણે વિદેશ જવાની તૈયારી કરતા મુસાફરોની ચિંતા વધી ગઈ છે.
અનેક દેશોએ Covishield ને પોતાના ત્યાં મંજૂરી નથી આપી
હકીકતે હજુ અનેક દેશોએ Covishield ને પોતાના ત્યાં મંજૂરી નથી આપી.
આ કારણે Covishield વેક્સિન લેનારા મુસાફરોને યુરોપીય સંઘના દેશ પોતાના ત્યાં આવવાની મંજૂરી નહીં આપે. યુરોપીય સંઘના અનેક દેશોએ ડિજિટલ વેક્સિન પાસપોર્ટ જાહેર કરવા શરૂ કરી દીધા છે જે યુરોપીય લોકોને કામ અથવા પર્યટન માટે સ્વતંત્રરૂપે આવવા-જવાની મંજૂરી આપશે.
મોદી સરકારનો યુ-ટર્ન : મોટી મોટી જાહેરાત કર્યા બાદ 216 કરોડ નહીં હવે 135 કરોડ ડોઝ મળશે
ઈયુ-વ્યાપક માર્કેટિંગ અધિકૃતતા પ્રાપ્ત કરનારી વેક્સિન સુધી જ સીમિત રહેશે
વેક્સિન પાસપોર્ટ એ વાતના પ્રમાણ તરીકે કામ કરશે કે કોઈ વ્યક્તિને કોરોના વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિન લગાવાઈ છે. યુરોપીય સંઘે અગાઉ એમ કહ્યું હતું કે, સદસ્ય દેશોએ કોવિડ-19 વેક્સિનના પ્રકારની પરવા કર્યા વગર પ્રમાણપત્ર જાહેર કરવા જોઈએ. પરંતુ ‘ગ્રીન પાસ‘ની ટેક્નિકલ વિશિષ્ટતાઓ પાસેથી સંકેત મળી રહ્યો છે કે, તે ઈયુ-વ્યાપક માર્કેટિંગ અધિકૃતતા પ્રાપ્ત કરનારી વેક્સિન સુધી જ સીમિત રહેશે.
Covishield વેક્સિન લેનારા મુસાફરોને યુરોપીય સંઘના દેશ પોતાના ત્યાં આવવાની મંજૂરી નહીં આપે. યુરોપીય સંઘના અનેક દેશોએ ડિજિટલ વેક્સિન પાસપોર્ટ જાહેર કરવા શરૂ કરી દીધા છે જે યુરોપીય લોકોને કામ અથવા પર્યટન માટે સ્વતંત્રરૂપે આવવા-જવાની મંજૂરી આપશે.
યુરોપીય સંઘે અગાઉ એમ કહ્યું હતું કે, સદસ્ય દેશોએ કોવિડ-19 વેક્સિનના પ્રકારની પરવા કર્યા વગર પ્રમાણપત્ર જાહેર કરવા જોઈએ. પરંતુ ‘ગ્રીન પાસ‘ની ટેક્નિકલ વિશિષ્ટતાઓ પાસેથી સંકેત મળી રહ્યો છે કે, તે ઈયુ-વ્યાપક માર્કેટિંગ અધિકૃતતા પ્રાપ્ત કરનારી વેક્સિન સુધી જ સીમિત રહેશે.