વધતા જતા Petrol ના ભાવને લઈને વડોદરામાં આજે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શનમાં લોકોને મફતમાં Petrol નું વિતરણ કરવામાં આવ્યું હતું.
વધતા જતા Petrol ના ભાવ વધારા સામે અનોખુ વિરોઘ પ્રદર્શન
લોકોને મફતમાં Petrol નું વિતરણ કરવામાં આવ્યું
Petrol પુરાવીને ભારત માતા કી જયનો નારો લગાવાનું કહેવામાં આવ્યું.
વડોદરામાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કઈક અલગજ રીતનો વીરોધ જોવા મળ્યો છે. અહીયા વાહનચાલકોને નિશુલ્ક પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યા છે.
જેના કારણે લોકોએ પણ પેટ્રોલ ભરાવા માટે લાંબી લાઈન લગાવી.
ભાવ વધારાને કારણે લોકો હેરાન પરેશાન
વધતા જતા પેટ્રોલ ના ભાવ સામે મોટા ભાગના લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા હાલ પેટ્રોલ ડિઝલના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં પેટ્રોલનો ભાવ સૌથી વધારે છે. હાલ 95 રૂપિયા કરતા પણ વધારે પેટ્રોલ ના ભાવ છે. જેના કારણે લોકો અલગ અલગ રીતે પેટ્રોલના ભાવનો વરોધ કરી રહ્યા છે.
પેટ્રોલ નું મફત વિતરણ
વડોદરાની ટીમ રિવોલ્યુશન દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ફ્રીમાં પેટ્રોલ આપવાનું નક્કી કર્યું. પેટ્રોલ ના મફત વિતરણની વાત સાંભળીને લોકોએ અહીયા લાંબી લાઈન લગાવી હતી. જોકે વધતા જતા ભાવનો આ રીતનો વિરોધ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા.
જનસુવિધા કેન્દ્રો પરથી Driving License ઈશ્યૂ કરવા તજવીજ, આરટીઓ કચેરી કે આઇટીઆઇ કચેરીમાં જવાથી મુકિત
“ભારત માતા કી જય” નો નારો બોલાવામાં આવ્યો
આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના હોદ્દેદારોને પણ નિશુ્લ્ક પેટ્રોલ આપવામાં આવ્યુ હતું. દરેક વાહનચાલકને 100 રૂપિયાની કૂપન આપીને તેને તે કૂપન દ્વારા પેટ્રોલ આપવામાં આવ્યું હતું. સાથેજ દરેક વાહન ચાલકને ભારત માતા કી જયનો નારો બોલવામાં કહેવામાં આવતું હતું. આ રીતનું વિરોધ પ્રદર્શન પહેલી વાર લોકોએ જોયું હતું.
મુંબઈમાં Petrol 104 રૂપિયે લીટર
ઉલ્લેખનીય છે કે વધતા જતા પેટ્રોલ ના ભાવને કારણે લોકો હવે હેરાન થઈ ગયા છે. સૌથી વધારે Petrol નો ભાવ મુંબઈમાં છે અહીયા પેટ્રોલ ના ભાવ હાલમાં 104 રૂપિયા કરતા વધારે છે. તો દિલ્હીમાં પેટ્રોલ નો ભાવ 98 રૂપિયા છે. ગુજરાતમાં પણ પેટ્રોલ ના ભાવ 95 રૂપિયે પહોચી ગયા છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે.