જે Sarangpur મંદિરમાં 172 વર્ષમાં નથી બન્યું,તે ઘટના પહેલી વાર બની હતી.તો ચાલો જાણીએ Sarangpurનો ઇતિહાસ.અને અદ્ભુત ઘટના.કષ્ટભંજન દેવ સોનાના સિંહાસન પર બેસી પોતાના ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.કહેવાય છે કે બજરંગબલી હનુમાન જીના મંદિરમાં આવતા દરેક ભક્તોના દુખોનું નિવારણ આવી જાય છે.
પછી ભલે તે કોઇની ખરાબ નજર હોય કે શનિનો પ્રકોપ હોય.અહીથી કોઈ ભક્ત ખાલી હાથે નથી જતું.ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જેની ખ્યાતિ ખૂણે-ખૂણે પહોચી છે,જેના ચમત્કાર આજે પણ લોકો જુએ છે.તો ચાલો જાણીએ ગુજરાતમાં આવેલ Sarangpur મંદિરની વાત કરીએ.Sarangpur મંદિરમાં હનુમાન જીનું ભવ્ય અને ચમત્કારિક મંદિર આવેલ છે.
170 વર્ષ પહેલાં બનાવાઈ શ્રીકષ્ટભંજન દેવની મૂર્તિ
કષ્ટભંજન દેવની મૂર્તિ 6 ફૂટ ઊંચી અને 4 ફૂટ પહોળી છે. જ્યારે ગદાની લંબાઈ-17 ઇંચ અને પહોળાઈ-10 ઇંચ છે. ચરણાવિદની લંબાઇ-6 ઇંચ અને પહોળાઇ-4 ઇંચ છે. આ મૂર્તિ અંદાજે 170 વર્ષ પહેલાં ગોપાળાનંદ સ્વામીએ ડિઝાઇન કરાવી સ્થાપિત કરાવેલી. જેને કાનજી કડીયા નામના મિસ્ત્રીએ લાખો વર્ષ જૂનાં ધુડીયા પત્થરમાંથી બોટાદ જિલ્લામાં બનાવી હતી.
આ મંદિરના ચમત્કારની વાત કરીએ એટલી ઓછી પડે.આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું.આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ છે.સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ગોપાળાનંદ સ્વામીએ આ મંદિરનો પાયો નાખ્યો હતો. Sarangpurનું આ મંદિર ભૂત-પ્રેતના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે.
માત્ર હનુમાન જીના દર્શનથી જ એ વ્યક્તિ નકારાત્મક જીવનમાંથી મુક્ત થાય છે,અને એ વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે.એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી,જ્યારે આ ગામના લોકોના કષ્ટ દૂર કરવા માટે.એક સમય એવો હતો કે,આ ગામમાં કોઈ વ્યક્તિ,સાધુ-સંતો આવવા માટે પણ રાજી ન હતા,એવા સમયમાં વાઘાખાચરની વાત સાંભળીને ગ્રામજનોના કલ્યાણ માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવી.
આજે આ ગામમાં રોજ 5 થી 6 હજારથી પણ વધુ ભક્તો ભગવાન શ્રી કષ્ટભંજન દેવના દર્શને આવે છે.જ્યારે મંગળવાર-કે શનિવાર ભક્તોની સંખ્યા આનાથી 3 ગણી થઈ જાય છે,જ્યારે આ મંદિરમાં તમે દાદાના દર્શન કરો છો ત્યારે દાદાના ચરણોમાં એક સ્ત્રી દેખાય છે,ત્યારે હનુમાન દાદાની મૂર્તિ પાછળ પણ એક ઇતિહાસ છે.
એવું માનવામાં આવે છે કે એક સમયે હનુમાનજી અને શનીદેવ વચ્ચે ભયંકર યુધ્ધ થયું હતું.હનુમાન જીથી બચવા માટે શનિદેવે છેવટે એક સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું,તેમ છતાં શનીદેવ હનુમાન જીથી બચી શકયા ન હતા.અને હનુમાન દાદાએ પોતાના પગ નીચે દાબી દીધા.તેની શાક્ષી રૂપે જ આ મૂર્તિ બિરાજમાન છે.તો ચાલો જાણીએ,એ રહસ્યને જે અદ્ભુત ઘટનાને,જે 172 વર્ષમાં પહેલીવાર બની છે.
ચલ બેટા Selfie લે લે રે….પરંતુ હવે આ જીલ્લામાં Selfie ની મજા જેલની સજા
હનુમાન જયંતિના પવિત્ર દિવસે જ Sarangpur મંદિરમાં એક અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું.બોટાદના વિશ્વ વિખ્યાત Sarangpur હનુમાન જી મંદિર હનુમાન જયંતિના પવિત્ર દિવસે સોશિયલ ડિસ્ટન્સ મુજબ મંદિરમાં સંતો દ્વારા આરતી કરવા આવી હતી.મંદિરના 172 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈપણ ભક્ત વગર કે દર્શનાર્થી વગર આરતી કરવામાં આવી હતી.
Sarangpur મંદિરના વિશ્વ વિખ્યાત મંદિરને 172 વર્ષ થયા છે.આ વર્ષે લોકડાઉન વખતે હનુમાન જયંતિના પવિત્ર દિવસે વર્ષોથી ચાલી રહેલ પરંપરા મુજબ મહાપૂજા,આરતી અને દાદાનો શણગાર કરવામાં આવ્યો.Sarangpur મંદિરમાં પહેલીવાર ભક્તો વગર હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.અને ખાસ Sarangpur મંદિરમાં દર વર્ષે યજ્ઞ માટે 700 થી વધારે પાટલા રાખવામા આવે છે.
જેના દ્વારા પુજા કરવામાં આવે છે પરતું મહામારીને કારણે સરકારના નિયમોને આદેશમાં રાખી સમૂહ પુજા પણ બંધ રાખવામા આવી હતી,તો આ ઘટના અત્યાર સુધીમાં પહેલી વાર બની હતી જે,ભક્તોની શ્રદ્ધાને મજબૂત બનાવે છે.