પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઈને 2012માં બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કર્યુ હતું. જેમાં તેમણે તત્કાલિન સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે, ‘रामचंद्र कह गए सिया से, ऐसा कलयुग आएगा। गाड़ी खरीदोगे कैश से और पेट्रोल लोन से आएगा।’ તેમનું આ પ્રકારનું ટ્વિટ તે સમયે ખૂબ જ ચર્ચામાં આવ્યુ હતું. જો કે, હવે ફરી એક વાર અમિતાભ બચ્ચનનું આ ટ્વિટ વાયરલ થઈ રહ્યુ છે. I.P. Singh જે સપા નેતા છે, ફરી એક વાર શહેનશાહની ટ્વીટ યાદ કરવી.
હકીકતમાં જોઈએ તો, સમાજવાદી પાર્ટીના નેતા I.P. Singh એ અમિતાભ બચ્ચનના આ ટ્વિટને પોસ્ટ કરીને કટાક્ષ કર્યો હતો.
https://twitter.com/IPSinghSp/status/1409015097670787072
સપા નેતાએ I.P. Singh એ બિગ બીના ટ્વિટનો સ્ક્રીનશોટ શેર કરતા લખ્યુ છે કે, ‘राम चंद्र कह गए सिया से, एक दिन कलयुग आएगा।
दाढ़ी बढ़ाकर बहरूपिया देश को ठगने आएगा। गाड़ी खरीदोगे रुपया से, पेट्रोल लोन से आएगा।’
પોતાના આ ટ્વિટને લઈને સપા નેતા I.P. Singh ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેમના આ પ્રકારના ટ્વિટની ખૂબ મજા લઈ રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે, આ તમામ સ્ટાર્સ ક્યાં છુપાઈ ગયા છે, કેમ બોલતી બંધ થઈ ગઈ છે.
આ અગાઉ પણ સપા નેતા I.P. Singh પેટ્રોલના ભાવોને લઈને પીએમ મોદી પર ટોણો માર્યો હતો. તેમને ટ્વિટમાં લખ્યુ હતું કે, યાદ છે ને ? બહુત હુઈ જનતા પર પેટ્રોલ-ડીઝલકી માર, અબકી બાર મોદી સરકાર..પેટ્રોલ પહોંચ્યુ 105ને પાર, જે કરે ખોટો પ્રચાર, ઉખાડી ફેંકો આવી સરકાર….