ગુજરાતમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા, ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ આજે રાત્રે 8 કલાકે સાઈટ પર મુકાયું
કુલ 8 લાખ 57 હજાર 204 વિદ્યાર્થીઓના પરિણામ જાહેર
17186 વિદ્યાર્થીઓને A1 Grade મળ્યો
57362 વિદ્યાર્થીઓને A2 Grade
ગુજરાતમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. પરંતુ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નહીં. કારણ કે, વેબસાઈટ પર પરિણામ જોવાની પદ્ધતિ અને અધિકાર શાળાઓને જ અપાયો છે. તો આ વર્ષ માસ પ્રમોશન આપી વિદ્યાર્થીઓને પાસ કરાયા છે.
અને Grade સિસ્ટમથી જાહેર થતા પરિણામમાં કેટલા વિદ્યાર્થીઓને કેટલા Grade મળ્યા તેના આંકડાઓ પણ જાહેર કર્યા છે. આ વર્ષ ધોરણ-10ના કુલ 8 લાખ 57 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરાયા છે. જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ 1,85,266 વિદ્યાર્થીઓ C1 Grade સાથે પાસ થયા છે.
ધોરણ 10નું Grade અનુસાર આંકડા
કુલ 8 લાખ 57 હજાર 204 વિદ્યાર્થીઓના પરિણામ જાહેર
17,186 વિદ્યાર્થીઓને A1 Grade મળ્યો
57,362 વિદ્યાર્થીઓને A2 Grade
1,00,973 વિદ્યાર્થીઓએ B1 Grade મેળવ્યો
1,50,432 વિદ્યાર્થીઓને B2 Grade મળ્યો
1,85,266 વિદ્યાર્થીઓને C1 Grade
1,72,253 વિદ્યાર્થીઓને C2 Grade
રાજ્યમાં 1,73,732 વિદ્યાર્થીઓને D Grade
પરિણામ થયું જાહેર, વિદ્યાર્થીઓ નહીં જોઈ શકે રિઝલ્ટ
ગુજરાત બોર્ડના ધોરણ-10ની પરીક્ષાના પરિણામ આજે જાહેર થયું, રાતે 8 વાગ્યે બોર્ડની વેબ સાઈટ પર મુકાયું છે. શાળાઓ પરિણામ GSEB.org નામની વેબસાઈટ પર જોઈ શકશે. વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નહીં. મહત્વનું છે કે, આ વર્ષ ધોરણ-10ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેથી સૌ કોઈ વિદ્યાર્થી પોતાના પરિણામની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો પરિણામ માટે શાળાઓ ગુણપત્રની નકલ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશે. અને શાળાઓ ઈન્ડેક્ષ નંબર આધારે પરિણામ મેળવશે. અને શાળાઓ જ પરિણામ જોઈ શકશે.
માસ પ્રમોશનને લઈ ગુજરાતમાં વિવાદ
ધોરણ 10ના ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ વહેલા પરિણામથી ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશમાં પૂરતી તક નહિ મળે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. અને માસ પ્રમોશનવાળા સાથે ઓપન સ્કૂલનું પરિણામ જાહેર કરવા માગ કરી છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને શિક્ષણ બોર્ડને નોટિસ ફટકારી છે.
જો કે વધુ સુનાવણી આવતા સપ્તાહે હાથ ધરાશે. આપને જંણાવી દઈએ કે, ધોરણ 10ના ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી છે. પરંતુ માસ પ્રમોશનવાળા વિદ્યાર્થીઓનું પરિણામ વહેલું આવે તો ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ મળવા છતાંય પ્રવેશમાં તેમની સાથે અન્યાય થશે તેવી આશંકા સેવાઈ રહી છે. આથી માસ પ્રમોશનવાળા સાથે ઓપન સ્કૂલનું પરિણામ જાહેર કરવા માગ કરી છે.
ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન માટે કોર્ટમાં અરજી
તો આ તરફ ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓને લઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. વાલી મંડળના પ્રમુખે કહ્યું કે, એક માનવતાના મુદ્દે અમે વિદ્યાર્થીઓ માટે અરજી કરી છે. જો કોરોનાના કારણે જ ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય તો, શું રિપીટર વિદ્યાર્થીઓને કોરોના થવાનો નથી. શા માટે સરકાર આ પ્રકારનું સાહસ કરી રહી છે. હજુ પણ 18થી નીચેના બાળકોને વેક્સિન અપાઈ નથી. આમ છતાં તેમની પરીક્ષા ગોઠવવામાં આવી છે. આ કારણે જ અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
આ સમાચાર વાંચવા માટે ક્લિક કરો…