Selfie ની મજા ક્યારેક મોતની સજા બની જાય છે, હાથ વગા બની ગયેલા એન્ડ્રોઇડ ફોનથી ખાસ કરીને તરુણ અને યુવા વર્ગમાં Selfie ની ઘેલછા નું દુષણ હવે ભયજનક પરિણામો આપતું બની ગયું છે દરેક પલ યાદગાર બની જાય તેવા Selfie ટ્રેન્ડ મોતનું કારણ બની જાય છે, મનોરંજન અને આનંદનો વિષય મોતનું માતમ બની જતું હોવાથી ગુજરાતમાં સૌપ્રથમવાર ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર જિલ્લાને Selfie પ્રતિબંધિત જિલ્લો જાહેર કરીને એક આગવી કેડી કંડારી છે.
‘સેલ્ફીની ઘેલછા’થી સર્જાતા અકસ્માતો અને જીવનું જોખમ ઘટાડવા કુદરતી ઝરણાં, ધોધ, વનરાય, આદિવાસી જનજીવન ધરાવતા ડાંગમાં સેલ્ફી પ્રતિબંધનો નિયમ તોડનારને જેલના સળિયા ગણવા પડશે
નેશ્ર્ગિક વાતાવરણ, નદી-નાળા ઝરણા વનરાઇ, ડુંગરા પશુ-પક્ષી અને આદિવાસી વસ્તી ધરાવતા ડાંગમાં પગલે પગલે એવા દૃશ્યો જોવા મળે છે કે જ્યાં અચૂક પણે સેલ્ફી લેવાનું મન થાય પરંતુ સેલ્ફી લેવાની કોશીષ માં અનેક અકસ્માતો સર્જાતા હોવાની પરિસ્થિતિને ધ્યાને લઇ ડાંગ જિલ્લા વહીવટી તંત્રે ૨૩ જૂને જાહેરનામું પ્રસિદ્ધ કરીને જિલ્લામાં સેલ્ફી ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે અધિક જીલ્લા ન્યાયધીશ ટી.કે ડામોરે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને સમગ્ર જિલ્લામાં સેલ્ફી પર પ્રતિબંધ મૂક્યો છે સાથે સાથે નદી નાળા તળાવ અને જળ સ્ત્રોત માં આવવા અને કપડા ધોવા સહિતની પ્રવૃતિને પણ પ્રતિબંધિત જાહેર કરી છે.
મફતમાં Petrol-Diesel નું વિતરણ કરી ને ગુજરાતના આ ગામમાં વિરોધ પ્રદર્શન
જાહેરનામાનો ભંગ કરનાર સામે ipc કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધી કાયદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે , ડાંગમાં જાહેરમાં ફરવા લાયક સ્થળો નદી નાળા રસ્તા પુલ હાઈવે જેવા નયન રમ્ય અને યુવાનો માટે બની ગયેલા સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી લેનારની હવે ખેર નહીં રહે, સેલ્ફી નું વળગણ એવુંથઈ ગયું છે કે ડેમ તળાવ દરિયાકાંઠે પરવતની ટોચ ઉપર સેલ્ફી વખતે પગ લપસી જવાથી સર્જાયેલા અકસ્માતમાં અનેક ના મૃત્યુ નિપજયા છે રેલવે ટ્રેક પર રોડ રસ્તા પર પણ સેલ્ફીના કારણે અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ સેલ્ફી પર પ્રતિબંધ મૂકવાનો જે નવો રસ્તો કંડાર્યો છે તે આવનાર દિવસોમાં સમગ્ર રાજ્યમાં લાગુ પડે તવું ઘણા લોકો ઇચ્છી રહ્યા છે.
ડાંગની જેમજ ગુજરાતમાં જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી જેવા જિલ્લાઓમાં જંગલ પહાડ અને નદી નાળા અને ફરવા લાયક સ્થળો ના નયન રમ્ય સ્પોર્ટ ઉપર અનેકવાર સેલ્ફી અકસ્માતનું કારણ બની છે ડાંગના પગલે હવે Selfie નો પ્રતિબંધ અન્ય વિસ્તારોમાં પણ પ્રસારે તેઓ માહોલ ઉભોથશે, અકસ્માતમાં જેણે પોતાનું સ્વજન ખોવાયો હોય તેને તેની ગંભીરતા હોય નવસારીના અંકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફરવા લાયક સ્થળો પર અકસ્માત નિવારણ માટે વ્યવસ્થાની એક આગવી પહેલ કરી છે.
નવસારી ના જીરા જળધોધ પાસે સાંભળી રહ્યા છે પોતાના ૨૦ વર્ષના ભત્રીજા અંકિત નું મૃત્યુ ધોધ માં લપસીને થઈ જવા ને લઈને આઈ સર્જન ડોક્ટર અશોક શ્રોફે સંસ્થા બનાવી ને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને જીરા જળધોધ ઉપર લાઇફ ગાર્ડ તેનાત કર્યા હતા. આજ રીતે ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લઇ ડાંગમાં સેલ્ફી પ્રતિબંધ લાગુ કરવાના સરકારના નિર્ણયથી સેલ્ફી ના કારણે સરધા અકસ્માતમાં ઘટાડો થશે.