કોવિડ- 19 આવ્યા પહેલા વૈજ્ઞાનિકોએ જૂનોટિક વાયરસ એટલે કે જાનવરોમાં જોવા મળતા Virus નું અધ્યયન કરવાનું શરૂ કરી ચુક્યા હતા. કારણ કે આ વાતનો ડર હંમેશાથી રહેતો હતો કે, જાનવરોથી માણસોમાં Virus ફેલાય શકે છે. આખરે એવા કેટલાય વાયરસ ના સંપર્કમાં માણસ આવી ચુક્યા છે. મર્યા પણ છે. ત્યારે હવે એક રિપોર્ટમાં સામે આવ્યા પ્રમાણે દુનિયામાં રહેલા 887 જાનવરોના વાયરસ નું લિસ્ટ સામે આવ્યુ છે. તેમાંથી 30 એવા વાયરસ છે, જે ભવિષ્યમાં માણસોને ખૂબ જ જલ્દીથી બિમાર કરી શકે છે. અથવા તો દુનિયામાં નવી મહામારી ફેલાઈ શકે છે.
આ સ્ટડીને કરવામાં દશ વર્ષ જેટલો સમય લાગ્યો છે.
આ સ્ટડીને યુનિવર્સિટી ઓફ કૈલિફોર્નિયાના સંક્રામક રોગના નિષ્ણાંત જોના મેજેટે પુરો કર્યો છે. ત્યાર બાદ સૌથી વધારે સંક્રમક, ખતરનાક અને જીવલેણ 30 Virus નું લિસ્ટ બનાવવામાં આવ્યું. તેમાં એ પણ બતાવવામાં આવ્યુ કે, કયો વાયરસ કેટલાય સ્તર સુધી તબાહી મચાવી શકે છે. જોના મેજેટ કહે છે કે, દરેક વાયરસ એક સરખો ખતરનાક હોતો નથી. આ 30 વાયરસ માં અમુક છે, જે મહામારી ફેલાવાની તાકાત ધરાવે છે. પણ બાકીના થોડા કમજોર પણ છે. તે પણ દેશ અથવા પ્રદેશને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
આ Virus ને સંક્રામકતાના આધારે ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો-રાષ્ટ્રીય અથવા ક્ષેત્રીય, બીજૂ- અર્ધવૈશ્વિક અથવા સેમી ગ્લોબલ અને ત્રીજૂ- વૈશ્વિક એટલે ગ્લોબલ. સૌથી પહેલા આપણે ક્ષેત્રિય સ્તરના વાયરસ વિશે જાણીએ. તેમાં કોરોના વાયરસના સ્ટ્રેન્સ પણ શામેલ છે. આ ઉપરાં આફ્રિકી દેશોમાં ફેલાતા ઈબોલા Virus પણ છે. પણ તેમાં વૈશ્વિક અથવા અર્ધ વૈશ્વિક મહામારીનો ખતરો નથી.
રાષ્ટ્રીય અથવા ક્ષેત્રિય સ્તર પર સંક્રમણ ફેલાવનારા વાયરસ
લાસા વાયરસ અથવા એરેનાવાયરસ (Lassa Virus or Arenavirus)
ઈબોલા વાયરસ અથવા ફિલોવાયરસ (Ebola Virus or Filovirus)
માર્બર્ગ વાયરસ અથવા ફિલોવાયરસ (Marburg or Filovirus)
સાર્સ કોરોના વાયરસ (SARS Coronavirus)
કોરોના વાયરસ 229ઈ (Coronavirus 229E)
બીટા કોરોના વાયરસ Rp3 (SARS Related Beta Coronavirus Rp3)
યુરોપિયન બૈટ લિસા વાયરસ 1 અથવા બુનિયાવાયરસ (Andes Virus or Bunyavirus)
રાષ્ટ્રીય અથવા ક્ષેત્રિય સ્તર પર માણસોને નુકસાન પહોંચાડી શકે તેવા અન્ય વાયરસ
પુમાલા વાયરસ (Puumala Virus)
શેરેફોન બૈટ કોરોના વાયરસ-કેન્યા (Chaerephon Bat Coronavirus)
યુરોપિયન બૈટ લિસાવાયરસ 2 (European Bat Lyssavirus 2)
લાગુના નેગ્રા વાયરસ (Laguna Negra Virus)
ઈડોલોન બૈટ કોરોના વાયરસ (Eidolon Bat Coronavirus)
કોઉપોક્સ વાયરસ (Cowpox Virus)
અર્ધ વૈશ્વિક સ્તર પર સંક્રમણ ફેલાઈ શકે તેવા વાયરસ
સાર્સ સીઓવી- 2 (SARS-CoV-2)
નિપાહ વાયરસ (Nipah Virus)
સિમિય ઈમ્યુનોડેફિસિએંસી વાયરસ અથવા રેટ્રોવાયરસ (Simian Immunodeficiency Virus or Retrovirus)
કોરોના વાયરસ પ્રેડિક્ટ સીઓવી-35 (Coronavirus PREDICT CoV-35)
બોર્ના ડિજીસ વાયરસ અથવા બોર્ના વાયરસ- (Borna Disease Virus or Bornavirus)
લોંગક્વાન અથવા માઉસ કોરોના વાયરસ (Longquan Aa Mouse Coronavirus)
મંકીપોક્સ વાયરસ (Monkeypox Virus)
કોરોનાવાયરસ પ્રેડિક્ટ સીઓવી- 24 (Coronavirus PREDICT CoV-24)
વૈશ્વિક મહામારીની ક્ષમતા ધરાવતા વાયરસ
સિયોલ વાયરસ (Seoul Virus)
હૈપેટાઈટિસ ઈ વાયરસ (Hepatitis E Virus or Hepevirus)
રૈબિસ વાયરસ (Rabies Virus)
લિમ્ફોસાઈટિક કોરિયોમૈનિઝાઈટિસ વાયરસ (Lymphocytic choriomeningitis virus)
સિમિયન ફોમી વાયરસ (Simian Foamy Virus)
રોઉસેટ્સ બૈટ કોરોના વાયરસ એચકેયુ9 (Rousettus Bat Coronavirus HKU9)
મુરીન કોરોનાવાયરસ (Murine Coronavirus)
મકાઉ ફોમી વાયરસ (Macaque Foamy Virus)
માણસોને સૌથી વધારે ખતરો પૈદા કરી શકે તેવા વાયરસ
માણસ સતત જાનવરોના સંપર્કમાં રહે છે. એટલા માટે પ્રાણીઓના વાયરસથી સંક્રમણનો ખતરો બન્યો રહે છે. જે વાયરસથી માણસોને સૌથી વધારે ખતરો છે, તે સાર્સ સીઓવી 2 કોરોના વાયરસ છે. કારણ કે આ વાયરસનો ડેટાબેસમાં સમગ્ર દુનિયમાં 887 વાયરસમાં શામેલ છે. બીજો છે સિમિયન ઈમ્યુનોડેફિસિએંસી વાયરસ, આ વાયરસ વાનરથી માણસમાં ફેલાઈ છે. જેનાથી એચઆઈવી એપિડેમિક ફેલાયો હતો. ત્રીજો છે. કોરોના વાયરસ 229ઈ, આ વાયરસનો એક અલગ સ્ટ્રેન માણસોમાં ખાંસી લાવે છે. આ વાયરસ એટલા માટે ખતરનાક છે કારણ કે ઉંદરમાં મલ્ટીપલ સ્ક્લેરોસિસ જોવા મળ્યો છે. મકાઉ ફોમી વાયરસ એટલા માટે ખતરનાક છે કારણ કે માણસ અને વાનર વચ્ચે ગાઢ સંબંધો ચાલ્યા આવે છે.
આવી રહ્યો છે Jio નો સૌથી સસ્તો એન્ડ્રોઇડ ફોન – Jio Next Phone
જોના મેજેટ અને તેમની ટીમ એટલા માટે હૈરાન થઈ રહી હતી કે, આખરે આ વાયરસ જાનવરો દ્વારા માણસોમાં કઈ રીતે ફેલાઈ છે. જીવ પણ લઈ શકે છે. જોનાએ આ વાયરસોની સંક્રામકતાનું અદ્યયન કરી 31 નવા ફેક્ટર્સ શોધીને સામે લાવ્યા. જે માણસો માટે અત્યંત ખતરનાક છે. જેમ કે આ વાયરસ કઈ રીતે ટ્રાંસમિટ કેવી રીતે થાય છે. તેના હોસ્ટ કેટલા હોય ચે. ક્યા ક્યા જાનવરોમાં મળે છે. પર્યાવરણમાં કેવી રીતે સર્વાઈવ કરે છે. આ તમામ ફેક્ટર્સની તપાસ કર્યા બાદ આખરે 30 વાયરસોનું રિસ્ક સ્કોર 155 આવ્યો. એટલે કે, રિસ્ક સ્કોર 155થી વધારે એ એટલો જ વધારે ખતરનાક હોય છે.
કોર્નેલ યુનિવર્સિટીના વાયરોલોજિસ્ટ કોલિન પૈરિશે કહ્યુ હતું કે, જે ફેક્ટર્સનું અધ્યયન કરવામાં આવ્યુ છે તે સંક્રમણ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સમસ્યા વધારી શકે છે. જ્યારે બે અલગ અલગ પરિવારોના વાયરસ ક્રોસઓવર કરી લે છે. તેનાથી જે નવો વાયરસ બનશે, તેને સંભાળવો માનવજાતિ માટે અશક્ય હશે. જોના મેજેટની આ સ્ટડી હાલમાં પ્રોસીડિગ્સ ઓફ ધી નેસનલ એકેડેમી ઓફ સાઈન્સીંઝમાં પ્રકાશિત થઈ છે. તેમાં 887 એવી બિમારી વિશે જણાવવામાં આવ્યુ છે જે જાનવરોમાંથી માણસોમાં ફેલાઈ છે.
કોલિન પૈરિશે કહ્યુ હતું કે, આ લિસ્ટમાં કીડાથી ફેલાતા વાયરસો અને ઘરેલૂ જાનવરોથી ફેલાતા વાયરસોનું પણ લિસ્ટ સામેલ છે. એટલે કે, કીટાણુ-પતંગીયાથી માણસોમાં બિમાર કરતા અથવા મારતા વાયરસ માટે આ સ્ટડી ઉત્તમ છે. આ સ્ટડીને પુરો કરવા માટે 13 દેશોના 65 એક્સપર્ટ જોડાયા હતા. આ સ્ટડીમાં દુનિયાનો એવો કોઈ દેશ નથી, જેનો અભ્યાસ તેમાં શામેલ કરવામાં ન આવ્યો હોય. આ ઉપરાંત તેના ખતરાને પણ શામેલ કરાયો છે.
અત્યાર સુધીમાં આ સ્ટડીમાં 887 વાયરસોની યાદી બનાવવામા આવી છે. જેમાંથી ફક્ત 38 વાયરસોની ઓળખાણ થઈ છે, જે માણસો માટે અત્યંત ઘાતક છે. આ ઉપરાંત 849 વાયરસો વિશે કંઈ જ ખબર નથી. કે એ કેટલા ખતરનાક છે, જીવલેણ છે કે કેમ. પણ આ તમામ જૂનોટિક વાયરસ છે એટલે કે, જાનવરો પાળવાથી વધે છે. જે કોઈ પણ સમયે માણસો માટે ખતરો બની શકે છે. કોઈ નવી મહામારી ફેલાઈ શકે છે.