અત્યાર સુધી 200થી વધારે કસ્ટમર આ ફ્રી સર્વિસનો લાભ ઊઠાવી ચૂક્યા છે. વેક્સિનેશન ડ્રાઈવને પ્રમોટ કરવા Saloon ના માલિક શંભુ કુમાર ઠાકુરે આ ઓફર બહાર પાડી.
હજુ પણ ઘણા લોકો વેક્સિનથી ડરી રહ્યા છે. આવા લોકોને વેક્સિન લેવા માટે અનેક જગ્યાએ લોભામણી ઓફર આપવામાં આવી રહી છે. બિહાર,અ દરભંગા જીલ્લામાં એક Saloon ના માલિકે જોરદાર ઓફર જાહેર કરી છે. કોવિડ વેક્સિન લીધેલા લોકોને તે ફ્રી હેરકટ અને શેવિંગ સર્વિસ આપશે.
ફ્રી સર્વિસ પહેલાં વેક્સિન લીધા હોવાનું પ્રૂફ બતાવવું પડશે
Saloon ના માલિક શંભુ કુમાર ઠાકુરે કહ્યું, વેક્સિનેશન ડ્રાઈવને પ્રમોટ કરવા માટે હું સમગ્ર જીલ્લામાં વેક્સિનેટેડ લોકોને ફ્રી સર્વિસ આપી રહ્યો છું. ફ્રીમાં સર્વિસનો લાભ ઉઠાવવા માટે કસ્ટમરે વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ અથવા તો વેક્સિન લેતા હોય ત્યારનો ફોટો પ્રૂફ તરીકે બતાવવાનો રહેશે.
વધારે લોકો વેક્સિન લે તે હેતુથી આ કામ શરુ કર્યું
શંભુ કુમારની આ ઓફર આખા શહેરમાં વાયુવેગે ફેલાઈ ગઈ છે. તેણે કહ્યું, લોકોને વેક્સિન લેવા તૈયાર કરવા માટે રાજ્ય સરકાર ઘણા દિવસોથી મહેનત કરી રહી છે. તેઓ જો આટલી મહેનત કરે છે તો અમારે પણ તેમની મદદ કરવી જોઈએ.
Preganant મહિલાઓ પણ કોરોના વેક્સિન મુકાવી શકશે : સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન
શંભુ કુમારે તેની Saloon ની બહાર આ ઓફરનું બોર્ડ મૂક્યું છે. અત્યાર સુધી 200થી વધારે કસ્ટમર આ ફ્રી સર્વિસનો લાભ ઉઠાવી ચૂક્યા છે.
96 વર્ષીય દાદી પણ લોકોને વેક્સિન લેવા સમજાવી રહ્યા છે
ઉત્તર પ્રદેશમાં કાસગંજ જીલ્લાનાં નાગલા કાધેરી ગામમાં રહેતા 96 વર્ષીય આધાર કુમારી લોકોને વેક્સિન લેવા માટે પ્રેરણા આપી રહ્યા છે. આધાર કુમારીનું કામ જોઇને મેડિકલ ઓફિસર પણ ખુશ થઈ ગયા હતા. તેમના સમજાવવાથી ગામવાસીઓએ વેક્સિન લીધી. વેક્સિનેશન માટે નાગલા કાધેરી ગામમાં પોલીસ અન હેલ્થ ડીપાર્ટમેન્ટની ટીમ પહોંચી હતી. ગામમાં જેવી આ ટીમ આવ્યાની ખબર પડી કે બધા વેક્સિનથી ડરવા લાગ્યા અને ઘરમાં પૂરાઈ ગયા.
એકબાજુ ગામમાં કોઈ વેક્સિન લેવા તૈયાર નહોતું ત્યારે 96 વર્ષીય દાદીમા આધાર કુમારી આગળ આવ્યા અને તેમણે ડર્યા વગર વેક્સિન લીધી. રસી લીધા પછી તેમણે ગામજનોને પણ લેવા માટે સમજાવ્યા. આધાર કુમારીની રિક્વેસ્ટે જાદુની કેમ કામ કર્યું. થોડા જ કલાકમાં ગામમાં 18 વર્ષ ઉપરનાં 176 લોકો વેક્સિન લેવા આવ્યા.