હવે Preganant મહિલાઓ પણ કોરોના વેક્સિન મુકાવી શકશે.
વેક્સિનથી બાળક અને માતાને કોઈ પણ પ્રકારનો ખતરો નથી.
હવે Preganant મહિલાઓ પણ કોરોના વેક્સિન મુકાવી શકશે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, મંત્રાલયે કહ્યું Preganant મહિલાઓ માટે પણ વેક્સિન ફાયદાકારક છે
કોરોના સામે લડવા માટે ભારત સરકાર દ્વારા બને એટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા હવે એવું કહેવામાં આવ્યું છે કે Preganant મહિલાઓ પણ કોરોના વેક્સિન લઈ શકશે. આ જાહેરાત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધી Preganant મહિલાઓ વેક્સિન નહોતી લેતી. પરંતુ હવે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.
આવી રહ્યો છે Jio નો સૌથી સસ્તો એન્ડ્રોઇડ ફોન – Jio Next Phone
આ મુદ્દે ICMRના જનરલ ડારેક્ટર ડૉ બલરામ ભાર્ગવ દ્વારા એવું કહેવામાં આવ્યું કે Preganant મહિલાઓ માટે પણ વેક્સિન ખરેખરમાં ફાયદાકારક છે. જેથી તેમણે Preganant મહિલાઓને કોઈ પણ સંકોચ વગર વેક્સિન લગાવીની સલાહ આપી છે.
વધુંમાં તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ મામલે ગાઈડલાઈન પણ જાહેર કરી દેવામાં આવી છે. જેથી હવે Preganant મહિલાઓને વેક્સિન લેવામાં કોઈ વાંધો નહી આવે. Preganant મહિલાઓ કોવિશિલ્ડ તેમજ કોવેક્સિન એમ બંને વેક્સિન લઈ શકે છે. વેક્સિનથી બાળક અને માતાને કોઈ પણ પ્રકારનો ખતરો નથી.
ICMR ના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે (Dr Balram Bhargava) જણાવ્યું હતું કે સગર્ભા સ્ત્રીઓ (Pregnant Women) માટે કોરોના રસી લેવી ફાયદાકારક છે અને તેમને પણ આ રસી લેવી જોઈએ. તેમણે કહ્યું કે આરોગ્ય મંત્રાલયે આ સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે અને સગર્ભા સ્ત્રીઓને રસી (Corona Vaccine) અપાવવામાં કોઈ અડચણ નથી.
ICMR વડાએ કહ્યું કે કોરોના વાયરસના (Coronavirus) આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિઅન્ટ સામે ભારતમાં બંને રસી અસરકારક છે. કોવિડશિલ્ડ અને કોવેક્સીન લગાવવાથી વાયરસના તમામ વેરિઅન્ટ અટકાવી શકાય છે.
ICMRના ચીફનું કહેવું છે કે કોરોના વાયરસના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિએંટ સામે કોવિશીલ્ડ અને કોવેક્સીન આ બંને વેક્સિન કારગર છે. આ બંને વેક્સિન સામે કોરોના વાયરસના બધાજ વેરિએંટ સામે પૂરતા પ્રમાણમાં રક્ષણ આપે છે. જોકે હાલ ભારતમાં ડેલ્ટા વેરિએંટ ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ તેનાથી પણ ડરવાની કોઈ જરૂર નથી કારણકે વેક્સિન તેની સામે કારગર છે.