ગોલ્ડ મેડલ જીત્યા બાદ ફરી Neeraj Chopda નો કમાલ
એક્ટિંગ દ્વારા જીત્યુ લોકોનું દિલ
ફેન્સને ખૂબ પસંદ આવ્યો Neeraj નો આ અંદાજ
ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનાર Neeraj Chopda ખૂબ ચર્ચામાં રહે છે. આ વખતે તે રમવાના કારણે નહીં પરંતુ તેની એક્ટિંગના કારણે ચર્ચામાં છે.
એક જાહેરાતમાં તેણે પાંચ અલગ અલગ ભુમિકાઓ કરી છે. આ પહેલા Neeraj એ જાહેરાતો કરી છે પરંતુ આ પહેલી જાહેરાત એવી છે જેમાં તેણે એક્ટિંગ કરી છે. આ જાહેરાતને નીરજના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
લોકોને ખૂબ પસંદ આવી રહી છે જાહેરાત
આ જાહેરાતમાં નીરજ ચોપડા, પત્રકાર, ફિલ્મ નિર્દેશક, માર્કેટિંગ ગુરૂ, બેન્ક ક્લર્ક અને એક યુવાની ભુમિકામાં જોવા મળી રહ્યા છે. આ જાહેરાત લોકોને ખૂબ પસંદ આવી રહી છે. તેમાં નીરજ પોતાની ભુમિકાથી બધાને હસવા પર મજબૂર કરી દેશે. Neeraj ચોપડાએ આ જાહેરાતને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. જેમાં તેમને 360 ડિગ્રી માર્કેટિંગ બતાવ્યા છે. તેના પર તેના ચાહકોએ કમેન્ટ કરી રહ્યા છે અને જાહેરાત ટ્રેન્ડિંગમાં છે. આ પહેલા કોન બનેગા કરોડપતિના શાનદાર શુક્રવારના એપિસોડમાં ભાગ લેવા પહોંચેલા નીરજ ચોપડાની ફિટનેસ જોઈને બધા ચોંકી ઉઠ્યા હતા. નીરજએ શો વખતે સેટ પર જ પોતાના આખા શરીરને વાળી નાખ્યું હતું. નીરજના શરીરની આ ફ્લેક્સિબિલિટી હોસ્ટ અમિતાભ બચ્ચન પણ ચોંકી ઉઠ્યા હતા.
Neeraj Chopda ના એક ફેને વીડિયોને લઈને લખ્યુ કે જાહેરાતમાં પ્રોફેશનલ એક્ટરથી વધારે સારી એક્ટિંગ તો નીરજ ચોપડાએ પોતે કરી છે. ત્યાં જ સોશિયલ મીડિયા પર એક યુઝરે જાહેરાતને લઈને અભિનેતાઓની તસ્વીર શેર કરતા લખ્યું છે કે અભિનેતાઓનું કરિયર સંકટમાં છે.
આજે Birth Number ઉપરથી જાણીએ થોડીક રસપ્રદ વાત, જો આ નંબર તમારો છે તો સફળતા તમારા હાથમાં જ છે, જાણો….
Neeraj Chopda ની પ્રસિદ્ધિ વધતી જઈ રહી છે. 23 વર્ષીય નીરજ ના પ્રશંસકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાં હવે સોશિયલ મીડિયાના તે નવા રોકસ્ટાર બની ગયા છે.