Mahesana ની જૂની મામલતદાર ઓફિસમાં ‘ખાતર’
ચૂંટણીને વરસની વાર છતાં તસ્કરો મતપેટી ચોરી ગયા
લોખંડની વજનદાર પેટીઓ ચોરાઈ જતા તંત્ર દોડતું
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષ કરતા પણ વધુ સમયની વાર છે ત્યાં મતદાન પેટીની ચોરીનો કિસ્સો સામે આવતા એક તરફ રમૂજ ફેલાઈ છે.તો સ્થાનિક વહીવટી તંત્રના હોંશ ઉડી જવા પામ્યા છે.
પરિણામે લોખંડની મજબૂત એવી 484 પેટીઓ કોઈ અજાણ્યા ઇસમો ચોરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોવાની ખૂબી એ છે કે , Mahesana શહેરની વચ્ચોવચ આવેલા પોલીસમથકની બાજુમાં આવેલી લાંચ રુશ્વત કચેરીની બાજુમાં જૂની મામલતદાર ઓફિસમાં ઘુસી તસ્કરો આટલી ‘મોટી કળા’ કરી ગયા હતા.
944 મતપેટીના બદલે નીકળી 460
માત્ર Mahesana માં જ નહિ પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચકચાર મચાવનારી આ ઘટનામાં 484 જેટલી લોખંડની મતપેટીઓની ચોરી થઇ જવા પામી હોવાની પોલીસ ફરિયાદ થતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. ચાર વર્ષ પૂર્વે ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા આ મતપેટીઓને મામલતદાર કચેરીમાં મુકવામાં આવી હતી. બંધ અને જર્જરિત એવી આ કચેરીમાં પાછળના ભાગે બાકોરું પાડી ઘુસેલા તસ્કરોએ દરવાજો તોડી ઓફીસના રેકર્ડ સાથે પણ છેડ-છાડ કરી હતી. ગત ઓગસ્ટમાં કેટલાક કર્મચારીઓ જૂની મામલતદાર ઓફિસમાં મહેસૂલી રેકર્ડની તપાસ માટે ગયા હતા ત્યારે, મતપેટીઓ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું.
જૂની નોટ અને સિક્કાઓને લઈને Reserve Bank of India એ આપી ચેતવણી, થઇ જાવ સાવધાન
કર્મચારીઓએ અહીં મતપેટીની ગણના કરી હતી.જેમાં 460 મતપેટીઓ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 484 મતપેટીઓની ચોરી થયાનું ફલિત થયું હતું. Mahesana શહેરમાં આવેલ આઝાદચોક માં આવેલ જૂની મામલતદાર કચેરી માં બનવા પામ્યો હતો આ ઘટના બાબતે, ગ્રામ્ય મામલતદારએ અજાણ્યા ઈસમો સામે ચોરી અંગે Mahesana શહેર એ ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ દાખલ કરાવી હતી.