America માં કોવિડ-૧૯ને કારણે દૈનિક મૃત્યુઆંક માર્ચ પછી પહેલી વખત ૧,૯૦૦ના આંકને પાર કરી ગયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વાઇરસ મહદ્અંશે વેક્સિન નહીં લેનારા ૭.૧ કરોડ અમેરિકન્સને ટાર્ગેટ બનાવી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી કોરોનાના વધી રહેલા કેસને પગલે Americaની હોસ્પિટલ્સ ભરાઈ ગઈ છે.
ઉપરાંત, શૈક્ષણિક વર્ષની શરૂઆત અંગે ગૂંચવણ ઊભી થઈ છે. કર્મચારીઓને ઓફિસ પરત બોલાવવામાં વિલંબ થઈ રહ્યો છે અને આરોગ્ય કર્મચારીઓનું મનોબળ નબળું પડી રહ્યું છે.
સ્પ્રિંગફિલ્ડ-બ્રેન્સન વિસ્તારની કોક્સહેલ્થ હોસ્પિટલમાં જ એક સપ્તાહમાં ૨૨ લોકોના મૃત્યુ થયા છે. આ આંકડો સમગ્ર શિકાગો જેટલો છે. વેસ્ટ વર્જિનિયામાં અગાઉના ત્રણ મહિનાના કુલ મૃત્યુની તુલનામાં સપ્ટેમ્બરના પ્રથમ ત્રણ સપ્તાહમાં વધુ મૃત્યુ થયા છે અને મૃત્યુઆંક ૩૪૦ રહ્યો છે. જ્યોર્જિયામાં રોજ ૧૨૫ લોકો મૃત્યુ પામી રહ્યા છે, જે કેલિફોર્નિયા અને વધુ વસ્તી ધરાવતા રાજ્યો કરતાં વધારે છે.
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના – ક્યાં અને કેવી રીતે અરજી કરવી ?
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં America માં રોજના ૩,૦૦૦ મૃત્યુ નોંધાયા હતા, પણ ત્યારે લગભગ કોઇને વેક્સિન મળી ન હતી. અત્યારે America ની લગભગ ૬૪ ટકા વસ્તીને કોવિડ-૧૯ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ચૂક્યો છે. છતાં બે સપ્તાહમાં સરેરાશ મૃત્યુઆંક ૧,૩૮૭થી ૪૦ ટકા વધીને ૧,૯૪૭ થયો છે એવી માહિતી જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા પરથી મળે છે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં ભરતી થયેલા અને મૃત્યુ પામેલા મોટા ભાગના લોકોએ વેક્સિન લીધી ન હતી. વેક્સિન લેનારા કેટલાક લોકોને પણ સંક્રમણ થયું છે, પણ તે હળવું છે. Americaમાં હજુ ૭ કરોડથી વધુ લોકોને વેક્સિન આપવાની બાકી છે.