ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે કંપનીનું નામ મેટા કર્યુ
WhatsApp માં પણ એક મોટો ફેરફાર આવ્યો
વોટ્સએપ ના ડેવલપર્સે વોટ્સએપ ફ્રોમ ફેસબુક લાઈનને હટાવી
WhatsAppમાં પણ થયો ફેરફાર
કંપની અંતર્ગત WhatsApp અને ઈન્સ્ટાગ્રામ જેવી એપ્સ પણ આવે છે અને હાલમાં આ નામ બદલ્યા બાદ WhatsAppમાં પણ એક મોટો ફેરફાર આવ્યો છે.
જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય. કારણકે ફેસબુક WhatsAppની પેરન્ટ કંપની છે. તમે જેવા પોતાના ફોન અથવા પછી કોમ્પ્યુટર પર વોટ્સએપ ખોલશો. તમને વોટ્સએપ ફ્રોમ ફેસબુક આ લાઈન જોવા મળશે. હવે જ્યારે કંપનીનું નામ બદલી નાખવામાં આવ્યું છે. વોટ્સએપમાં આ લાઈનને લઇ ફેરફાર કરાઈ રહ્યો છે.
આ છે ફેરફાર
રિપોર્ટસ મુજબ, WhatsApp 2.21.220.24ના બીટા વર્ઝનમાં WhatsAppના ડેવલપર્સે વોટ્સએપ ફ્રોમ ફેસબુક લાઈનને હટાવી દીધી છે અને તેની જગ્યાએ વોટ્સએપ ફ્રોમ મેટાને લગાવી દીધુ છે. આ સાથે વોટ્સએપના સેટીંગ્સ મેનુમાં પણ ફેસબુકનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. જેને પણ હવે હટાવી દેવામાં આવ્યો છે.
WhatsAppનું નવુ બીટા વર્ઝન
WhatsAppના જે બીટા વર્ઝનની અમે વાત કરી રહ્યાં છે. તેની સાથે વોટ્સએપમાં થોડા ફેરફાર પણ કરવામાં આવશે. આ બીટા વર્ઝનમાં WhatsAppના બિઝનેસ એકાઉન્ટના મેસેજનું મુલ્યાંકન થઇ શકશે. ઉલ્લેખનીય છે કે, WhatsAppનું આ વર્ઝન ટેસ્ટિંગ ફેજમાં છે અને થોડા અઠવાડિયામાં WhatsAppના તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવશે.
Amazon નો મોટો ગોટાળો, ફેક રીવ્યુની ખબર ના પડે તે માટે ભર્યું આ પગલું
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ફેસબુકે પોતાની કંપનીનું નામ બદલી મેટા રાખી દીધુ છે, જે મેટાવર્સ ટર્મથી નિકળ્યું છે. પરંતુ કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગનું એવુ કહેવુ છે કે કંપનીનું નામ બદલવાથી તેના કોર્પોરેટ સ્ટ્રક્ચર અને સારા સોફ્ટવેર અને હાર્ડવેર પ્રોડક્ટ્સમાં કોઈ ફેરફાર થશે નહીં.