T20 વિશ્વકપમાં ઈંગ્લેન્ડનું બેસ્ટ પર્ફોમન્સ જોવા મળ્યું છે. શનિવારે દુબઈમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે 50 બોલ બાકી હતા ત્યાં 8 વિકેટથી મોટી જીત ઓસ્ટ્રેલિયા સામે મેળવી હતી. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રોલિયાને માત આપી ટુર્નામેન્ટમાં પોતાની સ્થિતિ મજબુત કરી લીધી છે. ઈયોન મોર્ગનની કેપ્ટનશીપ ધરાવતી ઈંગ્લીશ ટીમની સતત આ ત્રીજી મોટી જીત છે. આ ટીમ સેમિફાઈનલમાં પહોંચે એવી શક્યતાઓ પૂરેપૂરી છે.
ઈંગ્લેન્ડની આ ભવ્ય સફળતા બાદ ઓસ્ટ્રેલિયા ટીમના દિગ્ગજ સ્પીનર શેન વોર્ને આ ટુર્નામેન્ટને લઈને એક મોટી વાત કહી છે. T20 માં કઈ બે ટીમ ફાઈનલમાં ટકરાશે એને લઈને ભવિષ્યવાણી કરી લીધી છે. વોર્નનું એવું માનવું છે કે, દુબઈમાં યોજાનારી ફાઈનલ મેચ ભારત પાકિસ્તાન અથવા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ શકે છે. વોર્ને એવું ટ્વીટ કર્યું હતું કે, સેમિફાઈનલમાં ગ્રૂપ 1માંથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જ્યારે પાક્સ્તિાન અને ભારત ગ્રૂપ 2માંથી સેમિફાઈનલ સુધી પહોંચશે. પછી સેમિફાઈનલમાં ભારતની ટક્કર ઈંગ્લેન્ડ સાથે થશે.
ભારત પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ વચ્ચે કોઈ મેચ થઈ શકે એમ છે. સતત ત્રણ મેચ જીતનારી પાકિસ્તાન ટીમ ગ્રૂપ 2માં અત્યારે ટોપ પર છે. પાકિસ્તાન ટીમે હવે પછી બે મેચમાં નામિબિયા અને સ્કોટલેન્ડનો સામનો કરવાનો છે. જ્યારે ટીમ ઈન્ડિયા આ ગ્રૂપમાં અત્યારે પાંચમા ક્રમે છે. વિરાટ સેના તા.31 ઑક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે મેચ રમશે. આ મેચની ખૂબ મોટી અને મહત્ત્વની મેચ માનવામાં આવે છે. એ પછી ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કોટલેન્ડ ટીમનો સામનો કરશે.
I still believe the teams that will top each group & make it through will look like this, plus semi’s & final…
1.England
2. Australia1.Pakistan
2. IndiaSemi’s
Eng V India
Aust V PakSo final will be either
India V Pak or
Aust V England @SkyCricket @FoxCricket— Shane Warne (@ShaneWarne) October 30, 2021
વિશ્વનો સૌથી શક્તિશાળી Passport કયો ? ભારતનો Passport ક્યા સ્થાન પર છે આજે જ જાણો…
ગ્રૂપ1 માંથી ઈંગ્લેન્ડની ટીમ સતત ત્રણ મેચ જીતીને પહેલા ક્રમે છે. જ્યારે સાઉથ આફ્રિકા ટીમ બીજા ક્રમે છે અને સાઉથ આફ્રિકા ટીમ ત્રીજા ક્રમે છે. બંને ટીમને એક જ સરખા પોઈન્ટ છે. પણ ઓસ્ટ્રેલિયા ટીમની નેટ રનરેટ સાઉથ આફ્રિકા કરતા સારી નથી.વર્ષ 2014માં ચેમ્પિયન રહેલી ટીમ શ્રીલંકા ચોથા ક્રમે છે. જ્યારે પાવરફૂલ ગણાતી ટીમ વેસ્ટ ઈન્ડિઝ પાંચમા ક્રમે છે. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હાર બાદ ભારતે સેમિ ફાઈનલની આશા જીવંત રાખવા માટે ન્યૂઝિલેન્ડને હરાવવું જ પડે તેમ છે. ભારત જો હારશે તો તેની સેમિ ફાઈનલની આશા ધુંધળી બનશે. ન્યૂઝિલેન્ડ છેલ્લા 18 વર્ષથી ભારત સામે હાર્યું નથી.