આજે પણ ઘણા લોકોને બેંકમાં Money જમા કરાવવા કે ખાતામાં કેટલી રકમ રાખવા તેની મુંઝવણ છે. ઘણા લોકો એવું વિચારે છે કે બેંકમાં વધુ Money રાખવાથી સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને 5 લાખથી વધુ ડિપોઝીટ રાખવા અંગે લોકોના મનમાં ઘણીવાર શંકા રહે છે. ચાલો જાણીએ કે ડિપોઝીટને લઈને બેંકના નિયમો શું કહે છે.
5 લાખને લઇને મુંઝવણ કેમ?
ઘણા લોકો એવું વિચારે છે કે પાંચ લાખ રૂપિયાથી વધુ રકમ બેંકમાં જમા ન કરવી જોઈએ, જ્યારે એવો કોઈ નિયમ નથી. નિયમ કહે છે કે બેંક નાદાર થઈ જાય અથવા દેવાળુ ફૂંકે તો પાંચ લાખ રૂપિયા સુધીની સુરક્ષાની ગેરેન્ટી આપવામાં આવે છે. એટલે કે, જો બેંક ડૂબી જાય અથવા નાદાર થઈ જાય, તો સરકાર તમને પાંચ લાખ રૂપિયા આપશે. કદાચ આ જ કારણથી લોકો વિચારે છે કે બેંકમાં 5 લાખ રૂપિયાથી વધુ ન રાખવા જોઈએ.
DICGC પેમેન્ટ માટે જવાબદાર
સરકાર મુશ્કેલીમાં રહેલી બેંકને ડૂબવા દેતી નથી અને તેને મોટી બેંકમાં મર્જ કરી દે છે. જો બેંક ડૂબી જાય તો તમામ ખાતાધારકોને ચૂકવણી કરવા માટે DICGC જવાબદાર છે. DICGC આ રકમની ગેરેન્ટી આપવા માટે બેંકો પાસેથી બદલામાં પ્રીમિયમ વસૂલ કરે છે.
કેટલા Money જમા કરાવી શકું?
તમે તમારા બેંક ખાતામાં જોઈએ તેટલા Money રાખી શકો છો. જો કે, તમારી પાસે સોર્સ ઓફ ઇનકમનો નક્કર પુરાવો હોવો જોઈએ, એટલે કે જ્યારે આવકવેરા વિભાગ દ્વારા પૂછવામાં આવશે, ત્યારે તમારે જણાવવું પડશે કે Money ક્યાંથી આવ્યા. જો તમે નિયમો અનુસાર ટેક્સ ચૂકવો છો, જો તમારી પાસે આવકનો સાચો પુરાવો છે તો કોઈ સમસ્યા નહીં રહે.
આ કિસ્સામાં થઈ શકે છે મુશ્કેલી
જો તમારી પાસે તમારા બેંક ખાતામાં વધુ Money છે અને તમે આવકવેરાની સામે તે સોર્સ ઑફ ઇનકમ સાબિત કરી શકતા નથી, તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે, આ કિસ્સામાં તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.
Google Pay દ્વારા US થી India અને Singapore સેકન્ડોમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે
નફા-નુકશાનનું ધ્યાન રાખવું જોઈએ
આ સાથે, બચત ખાતામાં વધુ Money રાખતા પહેલા, વ્યક્તિએ ચોક્કસપણે નફા અને નુકસાનનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે જમા પર વ્યાજ ઓછું છે. એટલા માટે ઘણા લોકો માને છે કે સેવિંગ્સ એકાઉન્ટમાં વધુ Money રાખવાને બદલે ફિક્સ ડિપોઝીટ કરો અથવા આ Money મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો વધુ વ્યાજ મળશે.