T-20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા 17 નવેમ્બરથી શરૂ થનારી T-20 શ્રેણીમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડ્યા બાદ હવે રોહિત T-20માં ટીમની કમાન સંભાળશે.
India’s T20 squad against NZ | R Sharma(Capt), KL Rahul (VC), R Gaikwad, Shreyas Iyer, Suryakumar Yadav, R Pant (WC), Ishan Kishan (WC),Venkatesh Iyer, Y Chahal, R Ashwin,Axar Patel,Avesh Khan, Bhuvneshwar Kr,D Chahar, Harshal Patel,Mohd Siraj
Rohit Sharma named India's T20 Capt pic.twitter.com/P2D4lOtKL3
— ANI (@ANI) November 9, 2021
યુવાનોને તક મળી
ન્યુઝીલેન્ડ સામેની T-20 સીરીઝમાં ઘણા યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જેમણે આઈપીએલમાં પોતાનું નામ રોશન કર્યું છે. જેમાં વેંકટેશ અય્યર, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઋતુરાજ ગાયકવાડ જેવા નામ સામેલ છે. શ્રેયસ અય્યર ઈજા બાદ પુનરાગમન કરી રહ્યો છે, જ્યારે યુઝવેન્દ્ર ચહલ કે જે વર્લ્ડ કપ માટે પસંદ ન થયો હતો તે પણ વાપસી કરી રહ્યો છે.
NEWS – India’s squad for T20Is against New Zealand & India ‘A’ squad for South Africa tour announced.@ImRo45 named the T20I Captain for India.
More details here – https://t.co/lt1airxgZS #TeamIndia pic.twitter.com/nqJFWhkuSB
— BCCI (@BCCI) November 9, 2021
ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીનું ટાઈમટેબલ
17 નવેમ્બર – 1લી T20 (જયપુર)
19 નવેમ્બર – બીજી T20 (રાંચી)
21 નવેમ્બર – ત્રીજી T20 (કોલકાતા)
પ્રથમ ટેસ્ટ- 25-29 નવેમ્બર (કાનપુર)
બીજી ટેસ્ટ – 3-7 ડિસેમ્બર (મુંબઈ)
ભારતની T20 ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ-કીપર), ઈશાન કિશન (વિકેટ-કીપર), વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, આર. અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ