BJP એ 182 માંથી 182 બેઠકો જીતવા ચડાવી બાયો
2017માં 99 બેઠકો મેળવનાર BJP ગુમાવેલી 83 બેઠકો પર શું કરશે
ગત ચૂંટણીમાં ગુમાવેલી બેઠક જીતવા BJPનું માઈક્રોપ્લાનિગ
BJP ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ૨૦૨૨ની વિધાનસભા માટે 182 માંથી 182 બેઠકો જીતવાનું લક્ષયાંક રાખ્યું છે.
ત્યારે હવે ૨૦૨૨માં તમામ બેઠકો સર કરવા BJP દ્વારા માઈક્રોપ્લાનોગ કરવામાં આવ્યું છે. તેમજ ૨૦૧૭માં ગુમાવેલી બેઠકો મત કેવી રણનીતિ સાથે કામ કરી રહ્યા છે.
BJPના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વારવાર વિધાનસભાની 182 માંથી 182 બેઠકો મેળવાની વાત કરી રહ્યા છે, રાજ્યમાં જ્યાં પણ કાર્યક્રમ હોય કે સમાંરભ હોય ત્યાં 182 બેઠકો માંથી 182 બેઠકો જીતાવાની વાત કરી રહી છે.આ જીત માટે BJP પ્રજા સુધી પહોચવા તેમજ કોરોના કાળમાં સરકારની ખરડાયેલી છબી સુધારવા માટે નેતૃત્વ પરિવર્તન કરીને લોકમાનસ પર સરકારની છબી બદલવાની મહત્વનો નિણર્ય કરવામાં આવી રહ્યો છે.તેમજ નવી આવેલી ભુપેન્દ્ર સરકાર પણ દર ચાર દિવસે મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવી રહ્યો છે.તેમજ 2017માં BJP જે બેઠકો પર પરાજય થયો તેના કારણો શોધીને કામે લાગી ગયું છે.
ત્યારે BJPએ ૨૦૧૭માં જે બેઠકો ગુમાવી હતી તેના કારણો શોધીને રણનીતિ હાથ ધરી છે. આપ એન્ટ્રીને BJP તમામ રીતે પારખી રહ્યું છે પણ માનવામાં આવી રહ્યું છે આપ આવતા BJPને નહીં પણ કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે. જે ગાંધીનગર મનપાની ચૂંટણી પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
શું છે BJPની આગામી વિધાનસભા માટે રણનીતિ
– BJP પહેલા ૨૦૧૭માં વન બુથ ટેન યુથ ફોર્મ્યુલા કર્યો બદલાવ.
– વન બુથ ટેન યુથ ફોર્મ્યુલા સ્થાને એક પેજ ૫ પરિવાર સાથે રણનીતિ સાથે હાથ ધરી કામગીરી.
– BJP ૧૮૨ માંથી ૧૮૨ બેઠકો જીતવા માટે પેજ સમિતિ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
– BJPએ ૧૮૨ બેઠકોમાં ૯૦ ટકા બુથ સમિતિ કામપૂર્ણ કરી દીધું.
– BJPએ જ્યાં જ્યાં બેઠકો ગુમાવી ત્યાં કાર્યકરોના મેળવી રહી છે ફીડ બેક.
– BJPએ જે બુથના ઓછુ મતદાન થયું તે બુથને પેજ સમિતિ દ્વારા મજ્બુત કરશે
– BJP આગેવાનોના પ્રવાસ થકી ફરી રણનીતિ મુજબ આગળ વધશે
– ૨૦૧૭માં આતરિક પ્રશ્નો કારણે હાર થેયલા પશ્નો નિરાકરણ કરવાની પણ હાથ ધરી કામગીરી.
– રાજ્ય સરકારની યોજના પ્રચાર પ્રસાર તેમજ સરકારી યોજનાની લોક સપર્ક થકી જાગૃતી
– ૨૦૧૭માં પરિણામો માઈન્સ બુથ માઈક્રોમેનેજમેંન્ટ પણ ધર્યું હાથ.
– ૨૦૧૭ની હારેલી બેઠકો કોગેસના ઉમેદવાર કેવી રીતે જીત્યા એનાલીસીસ કરવામાં આવી રહ્યું છે.
– માઈન્સ બુથમાં પ્લસ કેવી રીતે થાય તે અગે પણ ચોક્કસ નેતાઓને કામગીરી પણ સોપવામાં આવી
BJP ની સૌથી મોટી જાહેરાત, ગુજરાતના નેતાઓને સોંપાઈ મોટી જવાબદારી
રાજ્યની મીની વિધાનસભામાં એટલે કે સ્થાનિક સ્વરાજ્યમાં BJPએ પેજ સમિતિ થકી ધાર્યા પરિણામ મેળવ્યા છે. પરતું વર્તમાન pm જ્યારે રાજ્યના તત્કાલીન cm હતા ત્યારે પણ કોગેસના cm માધવસિંહ સોલંકીનો વિધાનસભામાં 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક પાર થયો નથી. ત્યારે BJPએ ગુમાવેલી ૨૦૧૭માં ૮૩ બેઠકો પર વિશેષ કામગીરી સાથે ૧૮૨ માંથી ૧૮૨ બેઠકો જીતવા માટે કામગીરી BJP પુરજોશમા કરી રહી છે.