ગ્રામ પંચાયતની Election ને લઇ સરકારની તૈયારીઓ
Election પહેલા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી
રાજ્યમાં 191 ગામમાં પંચાયત સ્થાપવાની મંજૂરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ તેવું લાગી રહ્યું છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
મહત્વનું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી વર્ષના અંત સુધીમાં યોજાઈ શકે છે ત્યારે ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
Election પહેલા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી
આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય તેવો નિર્દશ Election પંચ દ્વારા કરાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગ્રામ પંચાયતની Election બેલેટ પેપરથી યોજાનાર છે એવામાં રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે. હાલ રાજ્યમાં 18,225 ગામોમાં 14,929 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે.
જેમાં નવી 191 ગ્રામ પંચાયતોને મંજૂરી મળતા હવે રાજ્યમાં 14,483 ગ્રામ પચાયતો થશે, આમ હવે ગ્રામ પંચાયતના આંકડામાં પણ વધારો થશે. પંયાત વિભાગે ગ્રામપંચાયતોની મંજૂરી માટે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. રાજ્યના 300 ગામો એવા છે જ્યાં વસ્તી 200 લોકોથી ઓછી છે જેમાં કચ્છા સૌથી વધુ 47 ગામોમાં 200 લોકો કરતાં ઓછી વસતી છે. તેવામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપી દીધી છે, એટલું જ નહીં પંચાયત વિભાગે મંજૂરી માટે નોટિફિકેશ પણ જાહેર કર્યું છે.
પંચાયત વિભાગે મંજૂરી માટે નોટિફિકેશ કર્યું જાહેર
આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. Election પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી Election યોજાશે અને Election પંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં તાજેતરમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીઓ સંપન્ન થઇ છે અને તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે ગ્રામ પંચાયતોની Election પણ પડકાર બનીને આવી છે.રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ માટેની તૈયારી શરૂ કરી છે. રાજ્ય સરકારે રોટેશન રિપોર્ટ એટલે કે સામાન્ય બેઠક, મહિલા અનામત, એસસી-એસટી અનામત સહિતની બેઠકોની જાણકારી ચૂંટણીપંચને આપી છે.
વોટર રજિસ્ટ્રેશનમાં ફેરફારની તૈયારીમાં છે ચૂંટણી પંચ, ઓનલાઈન થશે સંપૂર્ણ પ્રક્રિયા, જાણો….
આ ચૂંટણી કોરોના ગાઇડલાઇન પ્રમાણે યોજાઈ તેવું લાગી રહ્યું છે. નવેમ્બરમાં ચૂંટણીપંચ ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરે તેવું લાગી રહ્યું છે તેમજ ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાય તેવું પણ લાગી રહ્યું છે ત્યારે ચૂંટણીમાં ભાજપ સમર્થિત જે સરપંચ હશે તેને બદલીને નવો ચહેરો મૂકવામાં આવશે. રાજ્ય સરકારે સમરસ ગ્રામ પંચાયત કરવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે.