ભારતે દેશમાં જ વિકસીત કરાયેલો લોન્ગ રેન્જ બોમ્બનું સફળ પરીક્ષણ કર્યું. DRDO દ્વારા વિકસીત કરાયેલા આ બોમ્બને ભારતીય વાયુસેના તરફથી એક એરિયલ પ્લેટફોર્મ મારફત ટેસ્ટ કરવામાં આવ્યું. આ બોમ્બને એક ફાઈટર એરક્રાફ્ટથી ફેંકવામાં આવ્યો હતો. જે જમીનમાં લાંબા અંતરે નિર્ધારીત ટાર્ગેટ સુધી પહોંચ્યો હતો.
DRDO મુજબ આ બોમ્બનું નિશાન એક અંતર સુધી અચૂક છે. લોન્ગ રેન્જ ગાઈડેડ બોમ્બને એક સ્માર્ટ બોમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની દિશા અને ગતિ બદલી શકાય છે. જેથી તે નિશ્ચિત સમયે ટાર્ગેટને ઉડાવી શકે છે. આ બોમ્બને ઘણો જ ખતરનાક ગણવામાં આવે છે.
આ પણ જાણો…