KKRએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો : KKRના ૨૦ ઓવરના અંતે ૧૭૨ રન : છેલ્લી ઓવરમાં ૨૨ રન આવતાં ચેન્નઈએ KKR સામે મેળવી જીત
અબુધાબીમાં KKR અને ચેન્નઈ સામે રમાયેલ મેચમાં KKR એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાની ટીમે ૨૦ ઓવરના અંતે ૬ વિકેટ પર ૧૭૧ રન બનાવ્યા હતા અને જીત માટે ચેન્નઈને ૧૭૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ચેન્નઈની ટીમે ૨૦ ઓવરના અંતે ૮ વિકેટના નુકસાન પર ૧૭૨ રન બનાવીને શાનદાર જીત મેળવી હતી. છેલ્લી ઓવરમાં ૨૨ રન આવતાં ચેન્નઈએ KKR સામે જીત મેળવી હતી. આ જીત સાથે ચેન્નઈની ટીમ હવે પોઈન્ટ ટેબલ પર ટોચના સ્થાને પહોંચી ગઈ છે.
ચેન્નઈ સુપર કિંગ્સે છેલ્લા બોલમાં મેચ જીતી હતી. છેલ્લી ઓવરમાં રવીન્દ્ર જાડેજાએ આખી બાજી પલટી નાખી હતી. જાડેજાએ ૧૯મી ઓવરમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા. અને ૮ બોલમાં તેણે ૨૨ રન ફટકાર્યા હતા. જો કે, સુનીલ નરેને જાડેજાના આઉટ કરતાં જ માહોલ પાછો બદલાઈ ગયો હતો. જો કે છેલ્લા બોલ પર ચેન્નઈને એક બોલમાં એક બોલની જરૂર હતી. દીપક ચહરે લેગ સાઈડ પર શોટ રમીને જીત અપાવી હતી.
ચેન્નઈ તરફથી ધોનીએ આજે પણ નિરાશ કર્યાં હતા. તે માત્ર ૧ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. સ્કોરબોર્ડ પર નજર કરીએ તો, ચેન્નઈ તરફથી ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે સારી શરૂઆત કરાવી હતી. ગાયકવાડે ૨૮ બોલમાં ૨ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૪૦ રન બનાવ્યા હતા. જ્યારે ફાફ ડુ પ્લેસિસે ૩૦ બોલમાં ૭ ચોગ્ગાની મદદથી ૪૩ રન બનાવ્યા હતા. તે બાદ મોઈન અલીએ ૩૨ રન, અંબાતિ રાયડુએ ૧૦ રન, સુરેશ રૈનાએ ૧૧ રન, સેમ કરને ૪ રન, શાર્દુલ ઠાકુરે ૩ રન અને દીપક ચાહરે ૧ રન બનાવ્યો હતો.
નવું વાહન ખરીદનાર ગ્રાહકે હવે RTO ના ધક્કા બંધ, હવે રજિસ્ટ્રેશન માટે ડિલરો ને અપાઈ સત્તા
કોલકાતાના ઓપનિંગ બેટ્સમેન સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા. શુભમન ગિલ ૯ રને આઉટ થયો હતો જ્યારે વેંકટેશ ઐય્યર ૧૮ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
જો કે ત્યારબાદ ત્રિપાઠીએ ઈનિંગને સંભાળી હતી અને તેણે ૩૩ બોલમાં ચાર ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૪૫ રન બનાવ્યા હતા. તે બાદ મોર્ગન પણ ૮ રન બનાવીને આઉટ થયો હતો. જો કે KKR તરફથી દિનેશ કાર્તિક અને નીતિશ રાણાએ રંગ રાખ્યો હતો. અને છેલ્લી બે ઓવરમાં ૩૨ રન બનાવ્યા હતા. કાર્તિકે ૧૧ બોલમાં ૨૬ રન તો રાણાએ ૩૭ રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી દીપક ચહર અને શાર્દુક ઠાકુરે ૨-૨ વિકેટ ઝડપી હતી.