કમરના દર્દીઓની સંખ્યા ૨૦ ટકા વધી ગઇઃ વાહનચાલકો તોબા પોકારી ઉઠયા : ગુજરાતમાં રોડના ખાડા (Pits)થી ત્રણ વર્ષમાં ૨૩૦થી વધુ વ્યકિતના મૃત્યુ, જ્યારે ૫૫૦થી વધુને ગંભીર ઇજા
ચોમાસા દરમિયાન દેડકા જોવા મળે કે ન મળે પણ રસ્તામાં ખાડા (Pits) અવશ્ય જોવા મળતા હોય છે. આ વખતે પણ ચોમાસાની સાથે જ ખાડા (Pits)-ભૂવાની સમસ્યામાં વધારો થવાનું શરૂ થઇ ગયું છે. રોડ પરના ખાડા (Pits)ને લીધે ઓર્થોપેડિક પાસે બેક પેઇનની સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં પણ સામાન્ય કરતાં ૨૦% સુધીનો વધારો નોંધાયો છે. આ ઉપરાંંત રોડના ખાડા (Pits)ને લીધે અકસ્માતની સમસ્યામાં પણ વધારો થયો છે.
ગુજરાતમાંથી જ ત્રણ વર્ષ દરમિયાન રોડ પરના ખાડાને લીધે ૫૪૬ વ્યકિત ઘાયલ થઇ છે જયારે ૨૩૪ વ્યકિત જીવ ગુમાવી ચૂકી છે. ગુજરાતમાં રોડ પરના ખાડા ને લીધે અકસ્માતની સૌથી વધુ ઘટના ૨૦૧૭માં નોંધાઇ હતી. જેમાં રોડ પરના ખાડા (Pits)થી અકસ્માતની કુલ ૫૫૨ ઘટનામાં ૫૪૫ લોકો ઘાયલ થયા હતા જયારે ૨૨૮ વ્યકિતના મૃત્યુ થયા હતા. ચોમાસા દરમિયાન ગુજરાતના મોટાભાગના શહેર-નગર ખાડા (Pits)ની સમસ્યાથી પરેશાન છે. આ વાતનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય કે માર્ગ અને મકાન- વાહન વ્યવહાર મંત્રીને માત્ર એક જ દિવસમાં રોડ પરના ખાડા (Pits) અંગે ૭ હજારથી વધુ ફરિયાદ મળી હતી. સ્થિતિ એવી સર્જાઇ છે કે રોડ પરના ખાડા ને લીધે ઓર્થોપેડિકને લોઅર બેક પેઇનના દર્દીઓના પ્રમાણમાં પણ વધારો થઇ ગયો છે. રોડના ખાડા (Pits)થી ડિસ્ક જોઇન્ટ્સ પર દબાણ વધે છે. જો આમ નિયમિતરૂપે થવા લાગે તો તે વધુ ગંભીર સમસ્યા સર્જે છે.
એલજી હોસ્પિટલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના હેડ ડો. ભાવિક દલાલે જણાવ્યું કે, ‘અમારે ત્યાં હાલમાં જે કુલ ઓપીડી આવે છે તેમાં ૩૦% બેક પેઇનને લગતી હોય છે. જોકે, રોડ પરના ખાડાને લીધે જ બેક પેઇનના દર્દીઓ વધ્યા છે તેમ કહી શકાય નહીં. કોરોનાએ પગપેસારો કર્યા બાદ વર્ક ફ્રોમ હોમને લીધે પણ બેક પેઇનની સમસ્યામાં વધારો થયો છે. બેક પેઇનની સમસ્યા નિવારવા કમરની કસરત નિયમિત કરવી જોઇએ. આ ઉપરાંત પેટ વધે નહીં તેની કસરત કરવામાં આવે તે જરૂરી છે. ૫૦થી વધુ વયનો પુરૂષ-૪૫થી વધુ વયની મહિલા કેલ્શિયમની સમસ્યા ધરાવતા હોય તો તેમને કેલ્શિયમની ગોળી લેવી જોઇએ.’
દર વર્ષની જેમ આ વખતે પણ ઓર્થોપેડિકને બેક પેઇનની સમસ્યા સાથે આવતા દર્દીઓની સમસ્યામાં વધારો થયો છે. આ અંગે અમદાવાદના સ્પાઇન સર્જન ડો. નિરજ વસાવડાએ જણાવ્યું કે, ‘રોડ પરના ખાડાને લીધે બેક સ્પાઝમ, લો બેક ઈન્જરી જેવા દર્દીઓમાં છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર વધારો થયો છે. આ બેક પેઇન વધુ ગંભીર સમસ્યા ન સર્જે તેની તકેદારી રાખવી જરૂરી છે. આ ઉપરાંત રસ્તામાં ખાડા આવે તો વાહન ધીમું પાડવામાં આવે, દરરોજ લોંગ ડ્રાઇવ કરવાનું થતું હોય તો કમરને લગતી કસરત વધારવા જેવી તકેદારીથી બેક પેઇનની સમસ્યા નીવારી શકાય તેમ છે.’
ચોમાસાની ઋતુમાં મફતમાં મળે તો પણ આ Vegetables ના ખાવા જોઈએ…
તજજ્ઞાોના જેઓ અગાઉથી જ બેક પેઇન કે સર્વાઇકલની સમસ્યાથી પરેશાન હોય તેમણે વાહન ચલાવતી વખતે લમ્બો-સેકરલ બેલ્ટ કે સર્વિકલ કોલર પહેરી રાખવો જોઇએ, માત્ર કાર ચાલક જ નહીં તેમની સાથે હોય તેમણે પણ ફરજીયાત સીટ બેલ્ટ પહેરવો જોઇએ, જેથી રસ્તામાં ખાડાને લીધે આવતા જર્કથી બચી શકાય. વાહનચાલકે વધુ પડતી ઝડપથી વાહન ચલાવવાનું તેમજ અચાકનક બ્રેક મારવાનું પણ ટાળવું જોઇએ. રોડ પરના ખાડા, અસમતોલ રોડથી જેમના નબળા સાંધા હોય તેમને સ્પાઇનલ પ્રોબ્લેમ થવાની સમસ્યા વધી જતી હોય છે.
રોડ પરના ખાડા : સોશિયલ મીડિયામાં રમૂજ
. ખાડા હોય તો ફરિયાદ કરાય, ચોમાસામાં તો રોડ જ ગાયબ થઇ જાય છે.
.હવે આવનારા દિવસોમાં ખાડા મુદ્દે આંદોલન થાય તો નવાઇ નહીં !
.સંબંધો આજકાલ રોડ જેવા થઇ ગયા છે, જરાક રેલો આવે તો ખાડે ખાડા…!
.મેમો માટે મૂકેલા કેમેરામાં રોડના ખાડા નહીં દેખાતા હોય.
.સુલતાન અહેમદ શાહ અમદાવાદમાં લટાર મારવા નીકળે તો એ પણ વહિવટી તંત્રને શાબાશી આપે કે હું જેવા મૂકીને ગયો હતો તેવા જ રસ્તા કોર્પોરેશને જાળવી રાખીને મારો વારસી જાળવી રાખ્યો છે.
.કોથમીર-ફૂદિનાની ચટણી બનાવવાની રીત : એક ડબ્બામાં કોથમીર-ફૂદિના-ધાણાજીરુ-મીઠું-મગફળીના બી નાખો અને પછી વાહન લઇને રોડ પર નીકળી પડો. રોડના ખાડાને લીધે ઘરે પરત આવશો ત્યારે સ્વાદિષ્ટ ચટણી તૈયાર થઇ ગઇ હશે.