AIRTEL એ તાજેતર માં જ ૨ નવા પ્રીપેઈડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે, જેને એક્ટીવેટ કરાવવા પર ગ્રાહકોને ફ્રિ કોલિંગ અને હાઈ સ્પીડ 4G ઈન્ટરનેટ સિવાય હેલ્થ ઈન્સ્યોરન્સ (Health Insurance) નો પણ લાભ આપવામાં આવી રહ્યો છે.
279 રૂપિયામાં 4 લાખનો ઈન્સ્યોરન્સ
કંપનીના નિયમ અનુસાર, જો ગ્રાહક ૨૭૯ રૂપિયાનો પ્લાન એક્ટીવ કરાવે છે તો તેને દરરોજ ૧.૫ GB હાઈ સ્પીડ 4G ડેટા, કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દરરોજના 100 SMS મોકલવાની સુવિધાની સાથે 4 લાખ રૂપિયાનો લાઇફ ઈન્સ્યોરન્સ પણ મળશે. આ લાઇફ ઈન્સ્યોરન્સ માટે કોઈ મેડિકલ ટેસ્ટ અને પેપરવર્કની જરૂર નહીં પડે. 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં એરટેલ Xstream Premium નું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. ડેઇલી લિમિટ પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જશે.
179 રૂપિયામાં 2 લાખનો ઈન્સ્યોરન્સ
એરટેલે 179 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 2 લાખ રૂપિયાના લાઇફ ઈન્સ્યોરન્સની પણ ઓફર આપી છે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, જેમાં 2GB હાઈ સ્પીડ 4G ઈન્ટરનેટ અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે સાથે રોજના 300 SMS મોકલવાની સુવિધા મળી રહી છે. પ્લાનમાં એરટેલ Xstream Premium નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. દરરોજની લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઓછી થઈ જાય છે.